શું વાત કરો છો! ડાયાબીટીસ, બ્લડ પ્રેશર, ત્વચા, વાળ જેવી અનેક સમસ્યાઓમાં ગુણકારી ‘આંબાના પાન’, જાણો વિગત

|

Jul 16, 2021 | 11:18 AM

બહુ ઓછા લોકોને જાણ હશે કે આંબાના પાનથી પણ સ્વાસ્થ્યને ઘણો લાભ થાય છે. આયુર્વેદમાં પણ તેના ઉપયોગ વિશે વાત કરવામાં આવી છે. ચાલો જાણીએ આંબાના પાન વિશે.

શું વાત કરો છો! ડાયાબીટીસ, બ્લડ પ્રેશર, ત્વચા, વાળ જેવી અનેક સમસ્યાઓમાં ગુણકારી આંબાના પાન, જાણો વિગત
Mango leaves are very beneficial for health

Follow us on

હવે ધીમે ધીમે ગરમી જઈ રહી છે. અને ચોમાસાની શરૂઆત થઇ રહી છે. જો ઉનાળાની વાત કરીએ તો કેરી વગર ગરમીની ઋતુ અધુરી ગણાય છે. તેનો સ્વાદ દરેકને પસંદ આવે છે. કેરીનો રસ બનાવવાથી લઈને અથાણા બનાવવા સુધી ઉપયોગ થાય છે. કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કેરી જ નહીં પરંતુ આંબાના પાનથી પણ તમારા સ્વાસ્થ્યને ઘણો લાભ થાય છે? અહેવાલ અનુસાર આયુર્વેદમાં પણ તેના ઉપયોગ વિશે વાત કરવામાં આવી છે. ચાલો જાણીએ આંબાના પાન વિશે.

કેન્સર અને ટ્યુમરની કોશિકાઓ વધતા અટકાવે છે

આ પાંદડા એન્ટીઓકિસડન્ટથી ભરપુર હોય છે જે શરીરમાંથી મુક્ત રડિકલ્સને દૂર કરીને કેન્સરના કોષોના વિકાસને અટકાવે છે. આ સિવાય તે કેન્સર, ગાંઠ જેવા જીવલેણ રોગોનું જોખમ ઘટાડે છે. શરીરમાંથી ઝેરી પદાર્થો દૂર કરીને તમને સ્વસ્થ રાખે છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ત્વચા માટે ફાયદાકારક

આંબાના પાનમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે ચેપ ઘટાડવામાં મદદ કરે છે. આ સિવાય તે બળતરા અને ઘા ભરવામાં મદદ કરે છે. એટલું જ નહીં આનાથી વૃદ્ધત્વના લક્ષણો પણ ઘટતા જોવા મળે છે. સાથે જ ત્વચામાં કોલેજનને બુસ્ટ કરે છે, જેથી કરચલીઓ દૂર થાય છે અને સ્થિતિસ્થાપકતા જળવાઈ રહે છે.

વાળ માટે ફાયદાકારક

આ પત્તા વાળની સમસ્યાથી પણ છૂટકારો અપાવી શકે છે. જેમાં વિટામીન C અને વિટામીન A હોય છે. જે વાળ ખારવાની સમસ્યા ઘટાડે છે અને વાળ આવવાનું પ્રમાણ પણ વધારે છે. આ પાનને વાટીને તેનું તમે પેસ્ટ બનાવીને ઉપયોગ કરી શકો છો. આનાથી તમારા વાળ જાડા અને ચળકતા દેખાશે.

વજન પણ ઘટાડે છે

આંબાના પાનમાં ઘણા પોષક તાત્વી હોય છે કે સ્થૂળતા અને વધારાની ચરબી ઘટાડવામાં મદદ કરે છે. જો તમે પણ તમારું વજન ઘટાડવા માંગતા હોવ તો તમારે આહારમાં આંબાના પાનનો સમાવેશ કરી શકો છો.

બ્લડ પ્રેશર ઘટાડે છે

હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાવાળા લોકોને આંબાના પાંદડા ખાવાથી ફાયદો થઈ શકે છે, કારણ કે તે ગુણધર્મોથી ભરપુર છે. અને હાયપરટેન્શન ઘટાડવામાં મદદ કરે છે.

ડાયાબીટીસ કરે છે કંટ્રોલ

આંબાના પાન ડાયાબીટીસને કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. આ પાનના ઉપયોગથી લોકોને સુગરની સમસ્યા ઓછી થાય છે.

 

આ પણ વાંચો: Health Tips: દરરોજ સવારે આ અલગ રીતે બનાવીને પીવો લીંબુ પાણી, મળશે અણધાર્યા પરિણામ

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Next Article