Health Tips : આ રોગોથી પીડાતા લોકોએ જામફળનું સેવન ન કરવું જોઈએ, સ્વાસ્થ્યને થઈ શકે છે નુકસાન

|

Aug 05, 2021 | 6:15 PM

જામફળનું ફળ જ નહીં, તેના પાંદડા પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે જામફળના પાન ખાવાથી હૃદય, પાચન અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. પરંતુ તેમાં કેટલીક વસ્તુઓ એવી છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

Health Tips : આ રોગોથી પીડાતા લોકોએ જામફળનું સેવન ન કરવું જોઈએ, સ્વાસ્થ્યને થઈ શકે છે નુકસાન
Guava

Follow us on

જામફળ (Guava) એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફળ છે જેમાં કેલરીમાં ખૂબ ઓછી અને ફાઈબરની માત્રા વધારે હોય છે. આ તમારા સ્વાસ્થ્ય (Health) માટે ખૂબ ફાયદાકારક છે. તમે તેને અલગ અલગ રીતે ખાઈ શકો છો. તમે તેને સીધુ ખાઈ શકો છો, સોસ અથવા ખાટી-મીઠી ચટણી બનાવી શકો છો.

જામફળનું (Guava) ફળ જ નહીં, તેના પાંદડા પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે જામફળના પાન ખાવાથી હૃદય, પાચન અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. પરંતુ તેમાં કેટલીક વસ્તુઓ એવી છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તે ખાસ કરીને તે લોકો માટે હાનિકારક છે જે કોઈ ચોક્કસ રોગમાંથી પસાર થઈ રહ્યા છે.

જામફળ (Guava) એન્ટી-ઓક્સિડન્ટ્સ, વિટામિન સી અને પોટેશિયમથી ભરપૂર છે. એક જામફળમાં 112 કેલરી અને 23 ગ્રામ કાર્બોહાઈડ્રેટ, 9 ગ્રામ ફાઈબર અને નગણ્ય માત્રામાં સ્ટાર્ચ હોય છે. અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે તે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે કારણ કે તેમાં લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ છે. તેમાં ફોલેટ, બીટા કેરેટિન જેવા પોષક તત્વો છે. ચાલો જાણીએ કે કયા લોકોએ જામફળ ખાવાનું ટાળવું જોઈએ.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

પેટ ફૂલવાની સમસ્યા

જામફળમાં (Guava) વિટામિન સી (Vitamin C) અને ફ્રક્ટોઝ હોય છે. આ બે વસ્તુઓ વધુ લેવાથી પેટ ફૂલવા લાગે છે. જો તમને પેટ ફૂલવાની સમસ્યા હોય તો તમારે તેને ખાવાનું ટાળવું જોઈએ. તેમાં 40 ટકા ફ્રક્ટોઝ હોય છે જે શરીરમાં સરળતાથી શોષાય નહીં. આ કારણે તમારી સમસ્યા વધી શકે છે. આ સિવાય સૂતા પહેલા જામફળ ખાવાથી પેટનું ફૂલવાની સમસ્યા થઈ શકે છે.

ઈરિટેબલ બાઉલ સિન્ડ્રોમથી પીડિત લોકોએ સેવન ન કરવું

જામફળમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે કબજિયાત દૂર કરે છે અને પાચનમાં મદદ કરે છે. વધારે પડતું સેવન કરવાથી પાચન તંત્રને નુકસાન થાય છે. ખાસ કરીને જો તમે ઈરિટેબલ બાઉલ સિન્ડ્રોમથી પીડાતા હોય.

ડાયાબિટીસના દર્દીઓએ વધારે માત્રામાં સેવન ન કરવું

ડાયાબિટીસના દર્દીઓ માટે જામફળ (Guava) અત્યંત ફાયદાકારક છે કારણ કે તેમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો છે. જો કે, તેને આહારમાં સામેલ કરવા સાથે, લોહીમાં શર્કરાના સ્તર પર વિશેષ ધ્યાન આપો. 100 ગ્રામ સમારેલા જામફળમાં 9 ગ્રામ કુદરતી ખાંડ હોય છે. તેનું વધુ પડતું સેવન ખાંડનું સ્તર વધારી શકે છે. એટલા માટે તે મહત્વનું છે કે તમે ઓછી માત્રામાં સેવન કરો.

જામફળ ખાવાનો યોગ્ય સમય

તમે આખો દિવસમાં એક જ જામફળ ખાઓ. એકથી વધુ જામફળ ન ખાવા જોઈએ. તમે વર્કઆઉટ પહેલા અને પછી આ ફળ ખાઈ શકો છો. રાત્રે આ ફળનું સેવન કરવાથી શરદી અને કફ થઈ શકે છે.

 

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.)

 

આ પણ વાંચો : Health Tips : આ ફળ હાર્ટ એટેક અને બ્રેન સ્ટ્રોક જેવી ખતરનાક સ્થિતિઓથી બચાવે છે, જાણો તેના 5 જબરદસ્ત ફાયદાઓ !

આ પણ વાંચો : આ પણ વાંચો : Health Tips: શું ગર્ભવતી મહિલાઓ પલાળેલી બદામ ખાઈ શકે ખરી ? વાંચો આ સવાલનો જવાબ

Next Article