
મસાલાને રસોઈની રાણી કહેવામાં આવે છે અને ભારતીય ઘરોમાં તો હંમેશા મસાલેદાર રસોઈ ખાવાનું લોકો પસંદ કરે છે. સ્વાદમાં તડકો લગાવવા માટે અનેક મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. એક મસાલો તો સ્વાદ અને સુંગઘની સાથે ગુણથી ભરેલો છે. આ મસાલાનો ઉપયોગ દાદી-નાની પોતાના નુસખામાં પણ કરતી રહે છે. આ મસાલાઓમાંથી એક છે જાયફળ. જે જોવામાં તો નાનું હોય છે પરંતુ તેના ગુણ એટલા છે કે, તે સ્વાસ્થ માટે ખુબ ફાયદાકારક છે. તેમજ અનેક હેલ્થ સમસ્યાઓમાંથી છુટકારો મેળવવામાં લાભદાયક છે.
જાયફળના પાઉડરને સલાડ અને સુપ ઉપર છાંટી ખાય શકો છો. આ સિવાય ડેઝર્ટસમાં પણ જાયફળના પાઉડરનો ઉપયોગ કરવામાં આવી શકે છે.તમે આ મસાલાનો ઉપયોગ પણ કરી શકો છો, જેમાં અનેક એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ છે, તો ચાલો જાણીએ તેના ફાયદા અને નુસખા વિશે.
જે લોકોને રાત્રે ઊંઘની સમસ્યાઓ હોય છે. તેમને સુતાં પહેલા ગરમ દુધમાં જાયફળનો પાઉડર મિક્સ કરી પીવું જોઈએ. જેનાથી તણાવ-થાકથી રાહત મળે છે અને બ્લ્ડ સર્કુલેશન સારું થાય છે. આ સિવાય જાયફળના તેલથી મસાજ કરવાથી માંસપેશિયોના દુખાવોથી રાહત થાય છે. જેનાથી સારી ઊંઘ લેવામાં પણ મદદ મળે છે.
જાયફળ નાના બાળકો માટે ખુબ ફાયદાકારક છે. બાળકોને જો કોઈ ઈજા થાય તો માતાના દૂધમાં જાયફળ નાંખી બાળકોને પીવડાવવું જોઈએ, જેનાથી બાળકોને શરદી અને ઉધરસમાં પણ ખુબ રાહત મળે છે.
જે લોકોનો કબજિયાતની સમસ્યા રહે છે. તેના માટે જાયફળ ફાયદાકારક છે. જાયફળના પાઉડરને ગરમ પાણીમાં નાંખી દરરોજ સવારે પીવાથી કબજિયાતની સમસ્યાઓમાં રાહત મળે છે. તેમજ પેટમાં થનાર ગેસ અને અપચોમાં પણ આરામ મળે છે.
જાયફળની તાસીર ગરમ હોય છે. એટલા માટે ઋતુ પ્રમાણે આનું સેવન કરવું જોઈએ. અન્ય દવા ચાલુ હોય કે પછી પ્રેગ્નેસીમાં પણ આ નુસખને અપનાવતા પહેલા જાયફળનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરુરી છે.