હવે હવામાન(Atmosphere ) બદલાવા લાગ્યું છે. દિવસ દરમિયાન સૂર્ય(Sun ) તેજસ્વી રીતે ચમકતો હોય છે અને બાદમાં અસહ્ય ગરમીની શરૂઆત થાય છે. હવામાનમાં આવેલા આ બદલાવને કારણે લોકો અનેક બીમારીઓનો શિકાર બની રહ્યા છે. ખાસ કરીને જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી છે, તેમને વધુ તકલીફ થઈ રહી છે. હોસ્પિટલોની ઓપીડીમાં તાવ સહિત અન્ય રોગોના દર્દીઓ વધવા લાગ્યા છે. તબીબો લોકોને ખાવાપીવામાં ધ્યાન આપવાની અને સ્વચ્છતાનું ધ્યાન રાખવાની સલાહ આપી રહ્યા છે. ફોર્ટિસ હોસ્પિટલના ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ટરનલ મેડિસિનના ડાયરેક્ટર ડો. રાજીવ કુમારે જણાવ્યું હતું કે હવે દિવસનું તાપમાન વધ્યું છે. હવામાનમાં આવેલા બદલાવને કારણે મોસમી રોગોના કેસો વધવા લાગ્યા છે. હોસ્પિટલમાં તાવ, ઉલ્ટી-ઝાડા અને ટાઈફોઈડના દર્દીઓની સંખ્યા વધી રહી છે.
મોટાભાગના દર્દીઓ તાવની ફરિયાદ કરે છે, જોકે તેમને કોવિડ નથી. હવે કોરોનાના કેસ ઘણા ઓછા થયા છે. હવે દિવસમાં માત્ર એક કે બે જ સંક્રમિત આવે છે, પરંતુ તે ખૂબ જ હળવા લક્ષણોના છે. દિલ્હીની જીટીબી હોસ્પિટલના સિનિયર ફિઝિશિયન ડૉ.વિકાસ કુમારનું કહેવું છે કે છેલ્લા એક સપ્તાહથી ગરમી વધવા લાગી છે.
જેના કારણે લોકો તાવ અને ટાઇફોઇડની ફરિયાદ કરી રહ્યા છે. હોસ્પિટલ પહોંચતા જ આ લોકોનો કોવિડ ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યો છે, જોકે તપાસમાં 100 લોકોમાંથી માત્ર એક જ પોઝિટિવ આવી રહ્યો છે. એવા પણ ઘણા દર્દીઓ છે જેમને ઉધરસ અને શરદી થઈ રહી છે. આ એલર્જીને કારણે છે.
ડૉ. રાજીવ કુમાર કહે છે કે કોરોનાના કેસમાં ઘટાડો અને કોવિડ સંબંધિત પ્રતિબંધો હટવાથી હવે ગંભીર બીમારીઓના દર્દીઓ હોસ્પિટલમાં આવવા લાગ્યા છે. આ દર્દીઓને લાંબા સમયથી હ્રદય, કિડની, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરની બીમારી હતી, પરંતુ ચેપના ડરથી તેઓ હોસ્પિટલમાં આવવાનું ટાળતા હતા. હવે સ્થિતિ સામાન્ય બની રહી છે, તેથી આ દર્દીઓ હોસ્પિટલમાં આવવા લાગ્યા છે.
બહાર જતી વખતે તમારી જાતને ધૂળ, ગંદકીથી બચાવો
સ્વચ્છતાનું ધ્યાન રાખો અને બહારનું ખાવાનું ટાળો
જો તમને હળવો તાવ હોય તો ડૉક્ટરની સલાહ લો.
નિયમિત સમયાંતરે હાથ સાફ રાખો
જો વ્યક્તિને ખાંસી, શરદી હોય તો તેના સંપર્કમાં આવવાનું ટાળો
વધુ ફળો અને શાકભાજી ખાઓ
વિટામિન ડી લો
મોસમ પ્રમાણે ખોરાકમાં ફેરફાર કરો
(ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)
આ પણ વાંચો :