Health Tips: શું તમે પણ દિવસમાં 3 કપથી વધારે ચા પીઓ છો ? તો આ આર્ટિકલ પહેલા વાંચો

ચા નો શોખીનોની દુનિયામાં કમી નથી. કેટલાક લોકો ચા ના એ હદે શોખીન હોય છે કે દિવસમાં 3-4 કપ ચા પણ તેમને ઓછી પડે છે. પણ શું તમે જાણો છો કે વધારે ચા પીવાના નુકશાન પણ છે.

Health Tips: શું તમે પણ દિવસમાં 3 કપથી વધારે ચા પીઓ છો ? તો આ આર્ટિકલ પહેલા વાંચો
Health Tips: Do you also drink more than 3 cups of tea a day? So read this article first
| Edited By: | Updated on: Aug 12, 2021 | 7:48 AM

Health Tips:  દુનિયામાં ચા ના શોખીનોની કમી નથી. આપણે સવારની શરૂઆત ચાની ચૂસકીથી કરીએ છીએ. અને તે ચુસકી આખો દિવસ ચાલુ રહે છે. સવારે ચા પીધા પછી જયારે પણ કશે મિટિંગમાં કે મિત્રો સાથે બેઠા હોય તો ચા ના એકાદ બે કપ તો રમત રમતમાં પીવાઈ જાય છે. ઘણા લોકો ચા પીવે છે કારણ કે તેઓ માને છે કે કોફી હાનિકારક છે. પરંતુ શું તમે જાણો છો કે ઘણી બધી ચા પીધા પછી કેટલાક રોગો અકાળે શરીરમાં સ્થિર થવા લાગે છે.

ચા ના ફાયદા :
દરેક વિષયમાં તેના ગુણદોષ હોય છે. જેમાં ચા પણ છે. તેથી ચાનીગેરફાયદા તમને જણાવતા પહેલા ચાલો તેનાફાયદા વિશે તમને જણાવી દઈએ. ચા શરીરના કેટલાક રોગોને દૂર કરવામાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે, તે કેન્સર, OBCT, ડાયાબિટીસ, હૃદયની સમસ્યાઓનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે. પરંતુ 3-4 કપથી વધુ ચા પીવાથી ખતરો હોઈ શકે છે.

ચા ના ગેરફાયદા :

ઘણા એવા છે જેમણે ચાને કપ સુધી મર્યાદિત રાખતા નથી. તેઓ મગ ભરીને ચા પીવે છે. અને તે પણ પાછા દિવસમાં ઓછામાં ઓછા 5-6 વખત.

1. જો તમે વધારાની ચા પીશો તો શરીરમાં આયર્નની ઉણપ થઈ શકે છે.
2. ચિંતા અને બેચેની વધી શકે છે. આનું કારણ એ છે કે ચામાં કેફીન હોય છે. જો કે, કાળી ચામાં ગ્રીન ટી કરતાં વધુ કેફીન હોય છે.
3.ઊંઘની સમસ્યાઓ શરૂ થઈ શકે છે.ઊંઘ હોર્મોન મેલાટોનિનના સ્ત્રાવને કારણે થાય છે. આ હોર્મોન મગજને કહે છે કે સૂવાનો સમય આવી ગયો છે. પરંતુ વધુ પડતી ચા પીવાથી મેલાટોનિનનું ઉત્પાદન ઘટી શકે છે એટલા માટે ઘણા લોકો જાગવા માટે ચા પીવે છે.
4. ખાલી પેટ ક્યારેય ચા ન પીવી, ઉબકા આવી શકે છે.
5. જાગ્યા પછી ચા ન પીવી. પહેલા બદામ જેવું કંઈક ખાઓ. ખાલી પેટ ચા પીવાથી તમારું પાચન ઓછું થઈ શકે છે. તેના બદલે, તમે નાસ્તો કરી શકો છો અને ભરેલા પેટ પર ચા પી શકો છો.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.)

આ પણ વાંચો :

Health Tips : ડાયાબિટીસમાં અકસીર ઈલાજ સાબિત થશે જીરાનો ઉપયોગ