Bad Habits : રોટલી જમ્યા બાદ ના કરો આ ભૂલો, આવી આદતો આપશે બીમારીઓને આમંત્રણ

|

Jul 23, 2021 | 7:09 PM

શું તમે જાણો છો કે રોટલી ખાધા પછી તરત જ પાણી પીવું આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. તેની સીધી અસર આપણી પાચક સિસ્ટમ પર પડે છે. જમ્યા પછી કોલ્ડ ડ્રિંક્સ, દૂધ પણ ન પીવો.

Bad Habits : રોટલી જમ્યા બાદ ના કરો આ ભૂલો, આવી આદતો આપશે બીમારીઓને આમંત્રણ
Do not do this things or drink these items after a meal

Follow us on

આપણા સારા સ્વાસ્થ્ય માટે પોષક આહાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. પોષક આહાર ખાવાથી આપણે રોગોથી બચી શકીએ છીએ. ઘણી વાર વડીલો પાસેથી પણ સાંભળ્યું છે કે જમવાના સમયે આપણે વધારે વાતો ન કરવી જોઈએ. પરંતુ ભાગ્યે જ કોઈ આ વાતો પર વિશ્વાસ કરે છે. જોકે મજાકમાં ગણવામાં આવતી આ બાબતો આપણા સ્વાસ્થ્યને ખુબ અસર કરે છે.

આપણું શરીર 75 ટકા પાણીથી બનેલું છે. તેથી દરરોજ 5 થી 7 લિટર પાણી પીવું જોઈએ. પરંતુ શું તમે જાણો છો કે રોટલી ખાધા પછી તરત જ પાણી પીવું આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે? તેની સીધી અસર આપણી પાચકશક્તિ પર પડે છે. જો તમે પાણી, કોલ્ડ ડ્રિંક્સ અથવા દૂધ ખોરાક અથવા ગરમ રોટલી સાથે પીતા હોવ તો તે તમારા પાચન માટે આ યોગ્ય નથી.

આને કારણે પેટમાં હાજર પાચક ઉત્સેચકો યોગ્ય રીતે કામ કરતા નથી અને જેથી તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. તબીબી વિજ્ઞાન કહે છે કે ખોરાકમાં હાજર પ્રોટીન અને પોષક તત્વોને થોડા સમય એમ જ રાખવા જોઈએ. એટલે કે તેના પર પાણી કે કંઈ પીવું જોઈએ નહીં.

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

ખાધા પછી કોફી-ચા ના પીશો

કોઈએ ખાધા પછી તરત જ ચા અને કોફી ન પીવી જોઈએ. નિષ્ણાતોના મતે ચા-કોફીનું સેવન ભોજન પહેલાં અથવા પછી એક કલાક માટે ન કરવું જોઈએ. તેમાં હાજર ટેનીન રાસાયણિક આયર્નને શોષી લે છે, જેનાથી શરીરમાં આયનની ઉણપ થઈ શકે છે. અને તમે એનિમિયાનો ભોગ બની શકો છો.

ભૂલથી પણ ના પીવો સિગારેટ

ઘણા લોકોને ઘણી બધી સિગારેટ પીવાની ટેવ હોય છે. દરેક વ્યક્તિ જાણે છે કે સિગરેટ આપણા શરીર માટે હાનિકારક છે, પરંતુ શું તમે જાણો છો કે ખાધા પછી તરત જ સિગારેટ પીવાથી તમારા શરીરને 10 સિગારેટ પીવા બરાબર નુકસાન થાય છે. જો તમે પણ ખાધા પછી સિગારેટ પીતા હોવ તો આજે આ ટેવ બદલો.

ખાધા પછી નહાવાનું ટાળો

માત્ર આયુર્વેદ જ નહીં, તબીબી વિજ્ઞાન પણ માને છે કે ખોરાક ખાધા પછી તરત જ સ્નાન ન કરવું જોઈએ. નહાવાથી તમારા શરીરનું તાપમાન ખૂબ ઓછું થાય છે, જે તમારા લોહીના પરિભ્રમણને અસર કરે છે.

 

આ પણ વાંચો: Health Tips : મેથીના દાણા જ નહીં પરંતુ મેથીનું પાણી પણ સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Next Article