Health Tips : રડવું પણ સ્વાસ્થ્ય માટે લાભદાયક ! હસવાની જેમ રડવાના પણ જાણો ફાયદા

|

Aug 25, 2021 | 6:28 PM

જેમ હસવાના ફાયદા છે, તેમ રડવાના પણ તેટલા જ ફાયદા છે. સુરતમાં તો હવે લાફ્ટર થેરાપીની જેમ ક્રાઈંગ ક્લબ ચાલે છે. જેમાં લોકો મન મૂકીને રડે છે.

Health Tips : રડવું પણ સ્વાસ્થ્ય માટે લાભદાયક ! હસવાની જેમ રડવાના પણ જાણો ફાયદા
Health Tips

Follow us on

આજના સમયમાં રડવું પણ અત્યંત જરૂરી બની ગયું છે. પેટ પકડીને હસવા જેટલું જ જરૂરી દિલ ખોલીને રડવું પણ બની ગયું છે. પીડા થાય ત્યારે રડવું સામાન્ય છે. ક્યારેક આંખમાં પાણી આવે છે, આંસુ ત્યારે પણ આવે છે જ્યારે મન ખૂબ ખુશ હોય છે.

હસવાના તો ફાયદા છે જ પણ આપણી લાગણીઓને આંસુ થકી બહાર કાઢવાના પણ ઘણા ફાયદા છે. અમે તમને આવી રસપ્રદ બાબતો જણાવવા જઇ રહ્યા છે કે સ્વાસ્થ્ય માટે રડવું એટલું જ મહત્વનું છે જેટલું હસવું. આંસુથી મન શાંત થાય છે. ખરાબ વિચારોમાંથી બહાર આવી શકાય છે. મન શાંત રહેવામાં મદદ કરે છે. માનસિક શાંતિ મેળવવા માટે થોડું રડી લેવું વધુ સારું છે.

માનસિક તાણમાંથી મુક્ત થઈ શકાય છે
આંખમાં પાણી આવવું કેટલીક લાગણીઓ બતાવે છે. રડવાથી તણાવ દૂર થાય છે. સંશોધન દર્શાવે છે કે શરીરમાં કેટલાક ઝેર આંસુ દ્વારા બહાર આવે છે. આંસુમાં લાઇસોઝાઇમ નામનું એન્ઝાઇમ હોય છે. તેમાં બેક્ટેરિયા વિરોધી ગુણધર્મો છે. રડવું આંખોને ભેજવાળી, લાલાશ અને ખંજવાળથી દુર રાખવામાં મદદ કરે છે.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

હિંમત મળે છે
રડવું મનમાં આશ્વાસન લાવે છે. જો મનની પીડા આંસુથી બહાર કાઢી દેવામાં આવે તો મન શાંત થશે. ભારે શરીર ઢીલું થઈ જાય છે. જો મન શાંત હોય તો શરીરનું સ્વાસ્થ્ય સુધરે છે.

હોર્મોન્સ ઉત્પન્ન થાય છે
રડીએ તો શરીરમાં ઘણા પ્રકારના હોર્મોન્સ ઉત્પન્ન થાય છે. તે તમારા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. આરોગ્ય સુધારવામાં મદદ કરે છે. જ્યારે ડિપ્રેશન દૂર કરવા માંગતા હોવ ત્યારે રડવું શ્રેષ્ઠ છે. આંસુનું પ્રવાહી આંખમાં બેક્ટેરિયા સામે રક્ષણ કરી શકે છે. આ કારણ છે કે આંસુ હાનિકારક બેક્ટેરિયા સામે લડે છે. આંખો સ્પષ્ટ કરે છે. આંખોની બળતરા ઓછી કરે છે અને આંખોને ભેજવાળી રાખવામાં મદદ કરે છે.

સુરતમાં ક્રાઇંગ ક્લબ ચલાવતા કમલેશ મસાલાવાળાનું કહેવું છે કે હૃદયથી હૃદય જ્યારે મળે છે ત્યારે એક એવું કનેક્શન બને છે જેના કારણે તમે હળવાશ આપોઆપ અનુભવો છો. ત્યારે દુઃખના આંસુ પણ નીકળે છે અને સહારો આપવા વાળાના મળવાથી ખુશીના આંસુ પણ આવે છે.

રડવાથી ઝેરી ટોક્સિન નીકળી જાય છે જે ઓવરઓલ આરોગ્ય માટે ફાયદાકારક રહે છે. ટેન્શન દુર કરવા માટે જેવી રીતે લાફ્ટર થેરાપી જરૂરી છે તેવી જ રીતે ક્રાઇંગ થેરાપી આંખનું ઝેરી ટોક્સિન દુર કરે છે. જે આંસુનાં સ્વરૂપે બહાર નીકળી જાય છે. શાંતિનો અનુભવ કરી શકાય છે અને સ્ટ્રેસ દુર થઇ જાય છે. રડવાના બીજા ફાયદાઓ આ પણ છે.

— શરીરમાં ડેનોફિન્સ પ્રવાહી વહે છે જેનાથી સ્ટ્રેસ દુર થાય છે.
— ચહેરાનાં સ્નાયુઓને કસરત મળે છે.
— રક્તવાહિનીઓમાં લોહીનું પ્રમાણ વધે છે, જેના લીધે ચહેરો ચમકે છે. એક ફેશિયલ જેટલો જ ગ્લો આવે છે.
— પ્રેશર નોર્મલ થાય છે.
— શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ વધે છે, જેથી બ્લડ સર્ક્યુલેશન વધે છે. વ્યક્તિ ટેન્શન ફ્રી થઇ જાય છે.

હવે તો જાપાનમાં પણ રડવા માટે એક અલાયદી હોટેલ બની હોવાના સમાચાર છે ત્યારે સુરતમાં ચાલતી ક્રાઇંગ કલબ હવે આવનારા દિવસોમાં દેશના અન્ય શહેરોમાં પણ ખુલે તો નવાઈ નહિ.

 

(નોંઘ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

આ પણ વાંચો: Tips for You: ચહેરા પર જલ્દી નહીં આવે ઘડપણ, ડાયટમાં સામેલ કરી જુઓ આ વસ્તુઓ

આ પણ વાંચો: Best for Health: સફેદ મૂસળીનું નામ તો સાંભળ્યું જ હશે! પણ ગુણ જાણીને કહેશો ‘આ સ્વાસ્થ્ય માટે છે શ્રેષ્ઠ’

Next Article