health tips : આયુર્વેદિક જડીબુટ્ટીઓ તણાવ અને ચિંતા દૂર કરવામાં રાહત આપે છે, જાણો ઉપયોગ કેવી રીતે કરવો

|

Aug 15, 2021 | 10:13 AM

કોરોના મહામારીના આ સમયમાં, મોટાભાગના લોકોએ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદિક જડીબુટ્ટીઓનો ઉપયોગ કર્યો છે. પરંતુ શું તમે જાણો છો કે, જડીબુટ્ટીઓનો ઉપયોગ તણાવ અને ડિપ્રેશનમાંથી છુટકારો મેળવવા માટે થાય છે.

health tips : આયુર્વેદિક જડીબુટ્ટીઓ તણાવ અને ચિંતા દૂર કરવામાં રાહત આપે છે, જાણો ઉપયોગ કેવી રીતે કરવો
આયુર્વેદિક જડીબુટ્ટીઓ તણાવ અને ચિંતા દૂર કરવામાં રાહત આપે છે, જાણો ઉપયોગ કેવી રીતે કરવો

Follow us on

health tips :કોરોના મહામારી (Corona epidemic)ના આ સમયમાં, આપણે બધા આપણા ઘરોમાં રહીએ છીએ. આ સમય દરમિયાન ઘણા લોકો તણાવ અને હતાશાની સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છે. તેની અસર શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્તરે થઈ રહી છે. લોકો તણાવ દૂર કરવા માટે ઘણી પદ્ધતિઓ અપનાવે છે.

જો તમે પણ તણાવ અને ટેન્શનથી દૂર રહેવા માંગો છો, તો તમે આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરી શકો છો. આયુર્વેદમાં આવી ઘણી જડીબુટ્ટી (Herbs)ઓ છે જે તમને તણાવ અને ટેન્શનથી દૂર રાખવામાં મદદ કરે છે. ચાલો જાણીએ કે આ ઔષધિનો ઉપયોગ કેવી રીતે થઈ શકે. તેના ફાયદા શું છે.

બ્રાહ્મી

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

બ્રાહ્મી (Waterhyssop) એક ઔષધી છે જેનો ઉપયોગ ઘણા વર્ષોથી કરવામાં આવે છે. તણાવ દૂર કરીને બ્રાહ્મી યાદશક્તિ વધારવામાં મદદ કરે છે. તણાવ દૂર કરવા માટે તમે તેના તેલથી મસાજ કરી શકો છો. આ સિવાય, તે ચા અને કેપ્સ્યુલ્સના રૂપમાં પી શકાય છે.

આ ઔષધિનું નિયમિત સેવન કરવાથી તણાવ અને ચિંતાને અસરકારક રીતે ઘટાડી શકાય છે.

અશ્વગંધા

અશ્વગંધા Ashwagandha એક પરંપરાગત ઔષધિ છે જે યાદશક્તિ વધારવામાં મદદ કરે છે. આ સિવાય તે ખાંડ, બળતરા, તણાવ અને ચિંતા દૂર કરવામાં મદદ કરે છે. અશ્વગંધા (Ashwagandha)ના નિયમિત સેવનથી સારી ઉંઘ આવે છે. આ સાથે, તે એનર્જી આપવામાં મદદ કરે છે.

તમે તેનો ઉપયોગ કેપ્સ્યુલ તરીકે કરી શકો છો, તેને દૂધ અને ગરમ પાણી સાથે મિક્સ કરીને પી શકો છો. તમે ચાના રૂપમાં અશ્વગંધા પી શકો છો. ચાનો સ્વાદ વધારવા માટે મધ ઉમેરી શકાય છે.

જટામાંસી

જટામાંસી (Spikenard) તણાવ વિરોધી ઔષધિ છે. તેના મૂળમાં ઉપચારાત્મક ગુણધર્મો છે અને તણાવને દૂર રાખવામાં મદદ કરે છે. તે આપણા શરીરમાંથી ઝેરી પદાર્થોને દૂર કરવાનું કામ કરે છે.

ભૃંગરાજ

ભૃંગરાજ (False daisy) એક ઔષધિ છે જેનો ઉપયોગ ચા તરીકે થાય છે. તે શરીરને ડિટોક્સિફાઇ કરવામાં મદદ કરે છે. વાળની ​​સમસ્યાથી છુટકારો મેળવવા માટે ભૃંગરાજ તેલનો ઉપયોગ કરો. આ તેલના ઉપયોગથી ખરતા વાળ, અને સફેદ વાળ (White hair)ની ​​સમસ્યા દૂર થાય છે અને વાળ ચમકદાર અને સ્વસ્થ બને છે.

વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.

આ પણ વાંચો : MS Dhoni :આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ ધોનીનું પ્રથમ વર્ષ, આ 7 કારણોસર હેડલાઇનમાં રહ્યું

Next Article