Heart Attack: હાર્ટ એટેકના 7 સંકેતો દરેક લોકોએ જાણવા જરૂરી છે, વાંચો આ અહેવાલ

Heart Attack Signs: લોકોમાં હાર્ટ એટેક વિશે ઘણી જ ગેરસમજો હોય છે અને તેના કારણે સમગ્ર વિશ્વમાં આ રોગના કેસો વધી રહ્યા છે. અહીં એવા 7 સંકેતો છે જે દરેક વ્યક્તિ માટે જાણવું ખૂબ જ જરૂરી છે.

Heart Attack: હાર્ટ એટેકના 7 સંકેતો દરેક લોકોએ જાણવા જરૂરી છે, વાંચો આ અહેવાલ
| Edited By: | Updated on: Apr 03, 2023 | 7:47 AM

હાર્ટ એટેક આપણી નસોમાં ચરબીનું સંચય અને ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરમાં વધારા સાથે સંકળાયેલ છે. આ રીતે, લોહીના પ્રવાહમાં સમસ્યા ઉભી થાય છે. જો નિયંત્રણમાં ન આવે તો હાર્ટ એટેક અથવા હૃદય સંબંધિત અન્ય રોગોની સ્થિતિ બની જાય છે. ધ સનમાં છપાયેલા સમાચાર અનુસાર, 70 ટકા લોકોને લાગે છે કે છાતીમાં દુખાવો એ હાર્ટ એટેકનું લક્ષણ છે, જ્યારે 41 ટકા લોકો વધુ પડતા પરસેવાને હાર્ટ એટેકનું લક્ષણ માને છે. હેલ્થ ન્યુઝ અહીં વાંચો.

હાર્ટ એટેકને લઈને લોકોમાં ઘણી ગેરમાન્યતાઓ છે અને તેના કારણે દુનિયાભરમાં આ બીમારીના કેસ વધી રહ્યા છે. અહીં એવા 7 સંકેતો છે જે દરેક વ્યક્તિ માટે જાણવું ખૂબ જ જરૂરી છે.

અસ્વસ્થ દબાણ સાથે દુખાવો થવો

અમેરિકન હાર્ટ એસોસિએશન અનુસાર, જો છાતીમાં કંઈક અજુગતું અનુભવાય છે, તો તે હાર્ટ એટેકની નિશાની હોઈ શકે છે. આ સિવાય સતત થાક પણ હૃદયના સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવતું નથી.

આ પણ વાંચો : એક કપ કોફીથી ઘટશે ડાયાબિટીસનો ખતરો, આ લોકો પર નહીં પડે અસર!

શરીરના અન્ય ભાગોમાં દુખાવો

લોકો માને છે કે હાર્ટ એટેક આવે ત્યારે છાતીમાં દુખાવો થાય છે, જ્યારે એવું નથી. નિષ્ણાતોના મતે, જો ધમનીઓમાં કોઈ સમસ્યા હોય તો, શરીરમાં ક્યાંય પણ દુખાવો થવાની નિશાની હાર્ટ એટેક સાથે સંકળાયેલ હોઈ શકે છે.

ચક્કર અથવા થાક

હાર્વર્ડ હેલ્થ પબ્લિશિંગના અહેવાલો અનુસાર, જો કોઈ વ્યક્તિને થાક સિવાય વારંવાર ચક્કર આવે છે, તો તેણે તરત જ તેના હૃદયના સ્વાસ્થ્યને લગતા પરીક્ષણો કરાવવા જોઈએ. કારણ કે અવગણના કરવાથી જીવલેણ પરિસ્થિતિ સર્જાઈ શકે છે.

ઉબકા-ઉલટી

પેટની સમસ્યાઓ, દુખાવો અથવા ઉલટી જેવી લાગણી પણ બગડતી હૃદયની નાદુરસ્તી સૂચવે છે. સ્ટોની બ્રુક મેડિસિન અનુસાર, જો તમને વારંવાર ઉલ્ટી થવાનું મન થાય છે, તો તે દર્શાવે છે કે તમારા હૃદય અને તેની આસપાસના ભાગોમાંથી લોહીની સપ્લાય યોગ્ય રીતે થઈ રહી નથી.

પરસેવો

પરસેવો સામાન્ય છે, પરંતુ જો તે વધુ કે સતત આવતો હોય તો તમારે તાત્કાલિક ડૉક્ટર પાસે જવું જોઈએ. આવી સ્થિતિમાં, બ્લડ પ્રેશરનું સ્તર બગડવા લાગે છે અને હાર્ટ એટેકની સંભાવના છે.

(નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે અને તેને વિવિધ લેખનાં આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ તમામ સાથે Tv9 ગુજરાતી પણ સંમત જ છે તેમ માનવું નહી.)

tv9gujarati.com પર જીવનશૈલી અને સ્વાસ્થ્ય સંબંધિત નવીનતમ ગુજરાતી સમાચાર જુઓ

બ્યુટી ટિપ્સ,સ્વાસ્થ્ય સમાચાર,જીવનશૈલી સંબંધિત દરેક સમાચાર જાણવા માટે જોડાયેલા રહો..