Health : પ્રોટીન, વિટામીન અને ખનિજોના ઉત્તમ સ્ત્રોત શેતૂરના જાણો જબરદસ્ત ફાયદાઓ

શેતૂરમાં એન્ટી-કોલેસ્ટ્રોલ, એન્ટી-ઓબેસિટી અને હેપેટોપ્રોટેક્ટીવ અસરો જેવા સ્વાસ્થ્ય લાભો છે. એટલું જ નહીં, તે આપણા હૃદય, રોગપ્રતિકારક શક્તિ, આંખો, હાડકાં અને આંતરડા માટે પણ સારું છે. તેમાં હાજર એન્ટીઑકિસડન્ટ ગુણો તમારી ત્વચા અને વાળ માટે પણ અદ્ભુત કહેવાય છે

Health : પ્રોટીન, વિટામીન અને ખનિજોના ઉત્તમ સ્ત્રોત શેતૂરના જાણો જબરદસ્ત ફાયદાઓ
Benefits of Mulberry (Symbolic Image )
| Edited By: | Updated on: Feb 01, 2022 | 7:00 AM

તમે નાના જાંબલી(Violet )  રંગના ફળ શેતૂર(Mulberry )  જોયા હશે અને ખાધા પણ હશે. તેનો અનોખો સ્વાદ (Taste ) બાળકથી લઈને વૃદ્ધ સુધી દરેકને તેના દિવાના બનાવે છે. તેની વિવિધ જાતો ભારતના વિવિધ રાજ્યોમાં જોવા મળે છે, પછી તે ઉત્તરનું પંજાબ હોય કે દક્ષિણનું આંધ્ર. તેમની બદલાતી વિવિધતા સાથે, તેના સ્વાદમાં પણ તફાવત છે. પ્રોટીન, વિટામીન અને ખનિજોનો ઉત્તમ સ્ત્રોત હોવા ઉપરાંત, શેતૂરનો પરંપરાગત દવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તે એક સમયે ચીનમાં કેન્સર વિરોધી ફળ માનવામાં આવતું હતું અને કેટલાક અભ્યાસો પણ તેના ઘણા ફાયદાઓની હિમાયત કરે છે. ચાલો જાણીએ શેતૂરના કેટલાક જબરદસ્ત ફાયદાઓ.

ત્વચા અને વાળ માટે શેતૂર ફાયદાકારક છે
નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નોલોજી ઇન્ફોર્મેશન મુજબ, કેટલાક અભ્યાસો સૂચવે છે કે શેતૂરમાં એન્ટી-કોલેસ્ટ્રોલ, એન્ટી-ઓબેસિટી અને હેપેટોપ્રોટેક્ટીવ અસરો જેવા સ્વાસ્થ્ય લાભો છે. એટલું જ નહીં, તે આપણા હૃદય, રોગપ્રતિકારક શક્તિ, આંખો, હાડકાં અને આંતરડા માટે પણ સારું છે. તેમાં હાજર એન્ટીઑકિસડન્ટ ગુણો તમારી ત્વચા અને વાળ માટે પણ અદ્ભુત કહેવાય છે, જે વાળના કુદરતી રંગને જાળવી રાખવામાં મદદ કરે છે.

શેતૂર પાચનમાં મદદ કરે છે
પોષક તત્ત્વોના ભંડાર શેતૂરમાં આયર્ન, રિબોફ્લેવિન, વિટામિન સી, વિટામિન કે, પોટેશિયમ, ફોસ્ફરસ અને કેલ્શિયમ જેવા પોષક તત્વો હોય છે, જે પાચનમાં મદદ કરે છે, ડાયાબિટીસને નિયંત્રિત કરે છે, ઉચ્ચ કોલેસ્ટ્રોલ ઘટાડે છે તેમજ પેઢાના રોગને અટકાવે છે.

શેતૂર ઊર્જા આપે છે
શેતૂરમાં હાજર કાર્બોહાઇડ્રેટ્સ તમે જે ખોરાક ખાઓ છો તેમાં હાજર ખાંડને ગ્લુકોઝમાં રૂપાંતરિત કરે છે, જે આપણા કોષોને ઊર્જા આપે છે.

ડાયાબિટીસ નિયંત્રણમાં અસરકારક
ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં પણ શેતૂર ખૂબ અસરકારક છે. એક અભ્યાસ અનુસાર, શેતૂરની S-1708 જાત તમને ડાયાબિટીસ અને તેની સાથે જોડાયેલી ગૂંચવણોમાં તબીબી લાભ આપી શકે છે. વધુમાં, શેતૂરનું સેવન તમારા શરીરમાં આયર્નની માત્રામાં વધારો કરી શકે છે, જે રક્ત પરિભ્રમણને સુધારવામાં મદદ કરે છે કારણ કે આયર્ન તમારા શરીરના પેશીઓને ઓક્સિજનનો પૂરતો પુરવઠો પૂરો પાડે છે.

વૃદ્ધત્વની સમસ્યા દૂર થાય છે
શેતૂરનું સેવન વાળ ખરવાની સમસ્યાને ઘટાડવામાં, ખીલને દૂર કરવામાં અને તમારી ત્વચા પર વધતી ઉંમરની અસરને ઘટાડવામાં મદદ કરે છે. શેતૂરનું સેવન વૃદ્ધત્વને અટકાવીને તમારી સુંદરતાની સમસ્યાઓને પણ દૂર કરે છે.

આ પણ વાંચો :

Health : જમ્યા પછી પેટમાં દુઃખાવાની કાયમી સમસ્યાથી મેળવો આ રીતે છુટકારો

Pregnancy Care: ગર્ભાવસ્થાના છેલ્લા મહિનામાં આ કામ જરૂર કરજો, બાળકની નોર્મલ ડિલિવરીમાં કરશે મદદ

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

જો આ આર્ટિકલ તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો, તેમજ વધુ રસપ્રદ આર્ટિકલ વાંચવા જોડાયેલા રહો અમારી સાથે.