Health : ફેફસાને લગતી બીમારીના લક્ષણો જાણો કે જેને પહેલાથી જાણી લેવા છે અત્યંત જરૂરી

જો તમને આઠ અઠવાડિયા કે તેથી વધુ સમય સુધી રહેલી ઉધરસ રહેતી હોય તો તેને ક્રોનિક માનવામાં આવે છે અને એક મહત્વપૂર્ણ પ્રારંભિક લક્ષણ જે તમારા શ્વસનતંત્રમાં કંઈક ખોટું છે તે જણાવે છે.

Health : ફેફસાને લગતી બીમારીના લક્ષણો જાણો કે જેને પહેલાથી જાણી લેવા છે અત્યંત જરૂરી
Health: It is very important to know the symptoms of lung disease in advance
| Edited By: | Updated on: Sep 25, 2021 | 2:49 PM

ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ જ્યાં સુધી ગંભીર(serious )ન બની જાય ત્યાં સુધી આપણે તેને ગંભીરતાથી લેતા નથી. અને જ્યારે ફેફસાના(lungs ) રોગોની વાત આવે ત્યારે પણ ઘણા લોકો તેના પર પૂરતું ધ્યાન આપતા નથી.

જાણીતા ન્યુટ્રિશનિસ્ટ એ જણાવ્યું હતું કે, ફેફસાને લગતી આરોગ્યની સ્થિતિ સૂચવતા લક્ષણો ભાગ્યે જ સામે આવે છે, જે બાદમાં પરિસ્થિતિને વધારે ગંભીર બનાવે છે. આવી પરિસ્થિતિને ટાળવા માટે, ફેફસાના રોગોના લક્ષણો વિશે જાણવું ખુબ જ જરૂરી છે. તેના માટે તમારે તમારી શ્વસનક્રિયા પર પણ ખાસ નજર રાખવાની જરૂર છે. સાથે જ તમારામાં શરીરમાં સામાન્ય કરતા કઈ અલગ ફેરફાર જોવા મળે તો તેના પર ધ્યાન રાખવાની પણ વધારે જરૂર છે.

છાતીનો દુખાવો
ન સમજાય તેવી રીતે આ કિસ્સામાં છાતીમાં દુખાવો જે એક મહિના કે તેથી વધુ સમય સુધી ચાલે છે. ખાસ કરીને જો તમે શ્વાસ લો અથવા ઉધરસ આવે ત્યારે તે વધુ ખરાબ થાય તે ચેતવણીનું ચિહ્ન છે.

ક્રોનિક મ્યુકોસ
મ્યુકોસ, જેને સ્પુટમ અથવા કફ પણ કહેવાય છે, ચેપ અથવા બળતરા સામે રક્ષણ તરીકે ઉત્પન્ન થાય છે. જો મ્યુકોસ  એક મહિના કે તેથી વધુ સમય સુધી ચાલ્યું હોય, તો આ ફેફસાના રોગને સૂચવી શકે છે.

અચાનક વજન ઘટવું
જો તમારા વજનમાં કોઈ આહાર અથવા વર્કઆઉટ કર્યા વગર જ વજનમાં ભારે ઘટાડો થયો હોય, તો તે સંકેત હોઈ શકે છે કે તમારા શરીરની અંદર ગાંઠ વધી રહી છે તે બતાવવા માટે મોકલી રહ્યું છે.

શ્વાસમાં ફેરફાર
જો તમે શ્વાસની તકલીફનો સામનો કરી રહ્યા છો. તો તે ફેફસાના રોગની નિશાની હોઈ શકે છે. ફેફસામાં ગાંઠ અથવા કાર્સિનોમાથી પ્રવાહીનું નિર્માણ હવાના માર્ગને અવરોધે છે, જેના કારણે શ્વાસની તકલીફ થાય છે.

લોહી સાથે સતત ઉધરસ
જો તમને આઠ અઠવાડિયા કે તેથી વધુ સમય સુધી રહેલી ઉધરસ રહેતી હોય તો તેને ક્રોનિક માનવામાં આવે છે અને એક મહત્વપૂર્ણ પ્રારંભિક લક્ષણ જે તમારા શ્વસનતંત્રમાં કંઈક ખોટું છે તે જણાવે છે.

“આ બધા ચિહ્નો પર નજર રાખો. અને તેમને હળવાશથી ન લો તેમજ ભવિષ્યમાં સમસ્યાઓ ટાળવા માટે જો આ લક્ષણો દેખાય તો તેની તપાસ કરાવવી હંમેશા વધુ સારું છે.

આ પણ વાંચો : Health : ડેન્ગ્યુમાંં ઝડપથી સાજા થવા માટે કેટલીક અસરકારક ટિપ્સ વાંચો

આ પણ વાંચો : સ્વાસ્થ્ય માટે સારી છે Green Tea, પરંતુ કયા સમયે અને કેટલી પીવી જોઈએ શું તમે જાણો છો?