Health : વજન વધારવા માંગતા હોવ તો અંજીર સાથે આ વસ્તુઓના સેવનથી મળશે ફાયદો

જે લોકો વજન વધારવા માંગે છે, તેમને મીઠાઈ ખાવાની પણ સલાહ આપવામાં આવે છે. જો તમે મીઠાઈ ખાવાના શોખીન છો તો તમે અંજીરની ખીર પણ ખાઈ શકો છો. આ ખીર સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક છે જ પરંતુ તેનો સ્વાદ પણ અદ્ભુત છે. તમારા આહારમાં અંજીરની ખીરને પણ સામેલ કરો.

Health : વજન વધારવા માંગતા હોવ તો અંજીર સાથે આ વસ્તુઓના સેવનથી મળશે ફાયદો
start consuming fig for weight gain (Symbolic Image )
| Edited By: | Updated on: Feb 09, 2022 | 8:31 AM

અંજીરમાં(Fig ) વિટામીન C, K, A, E, મેગ્નેશિયમ, કેલ્શિયમ, પોટેશિયમ અને કોપર પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. એટલા માટે આ ડ્રાય ફ્રુટ (Dry Fruit )સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ શરીરને ઘણી બીમારીઓથી બચાવે છે અને આ કારણે તેને સુપરફૂડ (Super Food ) પણ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આ ફળ દરેક ઋતુમાં અને દરેક જગ્યાએ ઉપલબ્ધ હોતું નથી, તેથી તેને સૂકવીને સૂકા ફળ તરીકે બજારમાં વેચવામાં આવે છે.

જો કોઈ વ્યક્તિ દિવસની શરૂઆત બે પલાળેલા અંજીર ખાઈને કરે તો તેના શરીરને તમામ રોગોથી બચાવી શકાય છે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે જો તમે તેનું રોજ યોગ્ય માત્રામાં સેવન કરો છો તો કેન્સર જેવી ભયાનક બીમારી પણ તમારાથી દૂર રહી શકે છે.

તેમાં હાજર કેન્સર વિરોધી ગુણો રોગપ્રતિકારક શક્તિ વધારે છે. જો કે, અંજીરનો ઉપયોગ વજન વધારવા માટે પણ કરી શકાય છે. આ માટે માત્ર કેટલીક અસરકારક પદ્ધતિઓ અપનાવવી જરૂરી છે. અમે તમને આવી જ 5 રીતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

અંજીર અને કિસમિસ
જો કે મોટાભાગના લોકો વજન ઘટાડવાના પ્રયાસમાં વ્યસ્ત હોય છે, પરંતુ કેટલાક એવા પણ હોય છે જેઓ પોતાનું કે બાળકોનું વજન વધારવાનો પ્રયાસ કરે છે. આવી સ્થિતિમાં તેઓ અંજીર અને કિસમિસ એકસાથે ખાવાથી વજન વધારી શકે છે. આ માટે તમારે 5 થી 6 કિશમિશ અને 2 થી 3 અંજીર પલાળી ને આખી રાત મુકી દેવાના છે. સવારે ઉઠતાની સાથે જ નાસ્તા દરમિયાન તેનું સેવન કરો. વજન વધારવા ઉપરાંત આ રેસિપી તમને સ્વસ્થ પણ રાખશે.

અંજીર અને દૂધ
જો અંજીરના ગુણોને દૂધમાં રહેલા ગુણો સાથે ભેળવવામાં આવે તો અલગ વાત થશે. વજન વધારવામાં દૂધ સૌથી અસરકારક માનવામાં આવે છે. અંજીર અને દૂધનું સેવન કરવા માટે એક ગ્લાસ દૂધમાં 2-3 અંજીર ઉકાળો. ત્યાર બાદ તેનું સેવન કરો. જો તમે દૂધમાં ઉકાળવા માંગતા નથી, તો તમે 2-3 સૂકા અંજીરને ગરમ દૂધ સાથે અલગથી ખાઈ શકો છો.

ઓટ્સ સાથે અંજીર
ઓટ્સમાં રહેલા પોષક તત્વો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ઝડપથી વજન વધારવા માટે તમે ઓટ્સ સાથે અંજીરનું સેવન કરી શકો છો. આ માટે ઓટમીલ લો અને તેમાં આખી રાત પલાળી અંજીર ખાઓ. જો તમે ઈચ્છો તો આ ઓટમીલમાં અંજીરની સાથે દૂધનું સેવન કરી શકો છો.

અંજીરનો હલવો
જે લોકો વજન વધારવા માંગે છે, તેમને મીઠાઈ ખાવાની પણ સલાહ આપવામાં આવે છે. જો તમે મીઠાઈ ખાવાના શોખીન છો તો તમે અંજીરની ખીર પણ ખાઈ શકો છો. આ ખીર સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક છે જ પરંતુ તેનો સ્વાદ પણ અદ્ભુત છે. તમારા આહારમાં અંજીરની ખીરને પણ સામેલ કરો.

આ પણ વાંચો :

Health : જમ્યા પછી પેટમાં દુઃખાવાની કાયમી સમસ્યાથી મેળવો આ રીતે છુટકારો

Pregnancy Care: ગર્ભાવસ્થાના છેલ્લા મહિનામાં આ કામ જરૂર કરજો, બાળકની નોર્મલ ડિલિવરીમાં કરશે મદદ

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

જો આ આર્ટિકલ તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો, તેમજ વધુ રસપ્રદ આર્ટિકલ વાંચવા જોડાયેલા રહો અમારી સાથે.