Health : આરામની ઊંઘ જોઈતી હોય તો જાયફળનું આ રીતે સેવન શરૂ કરી દો

|

Jan 06, 2022 | 8:46 AM

જો તમને રાત્રે ઊંઘ ન આવે અને ગાઢ ઊંઘ માટે ઊંઘની ગોળીઓનો સહારો લો, તો જાણી લો કે તે તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે.

Health : આરામની ઊંઘ જોઈતી હોય તો જાયફળનું આ રીતે સેવન શરૂ કરી દો
Benefits of nutmeg for good sleep (File Image )

Follow us on

જાયફળ (nutmeg ) ખૂબ જ ફાયદાકારક મસાલો છે. જો કે, તે ભાગ્યે જ લોકો નિયમિતપણે ઉપયોગમાં લે છે. જાયફળ ખાવાનો સ્વાદ બમણો તો કરે જ છે સાથે સાથે સ્વાસ્થ્ય (health )પણ જાળવી રાખે છે. તમને ઘણી શારીરિક સમસ્યાઓથી બચાવી શકે છે, કારણ કે તેમાં ઘણા તત્વો રહેલા છે. તેમાં બળતરા વિરોધી, એન્ટી-ઓક્સિડન્ટ્સ, એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-ડાયાબિટીક ગુણધર્મો વગેરે છે.

જો તમને ઊંઘ નથી આવતી, તો જાયફળ આ સમસ્યાને દૂર કરવામાં પણ મદદરૂપ છે. ઘરે અનેક રીતે તેનો ઉપયોગ કરીને તમે અનિદ્રાની સમસ્યાને દૂર કરી શકો છો. જાણો, જાયફળનું સેવન કરીને તમે કઈ રીતે આરામની ઊંઘ મેળવી શકો છો.

શાંત ઊંઘ મેળવવા માટે જાયફળના ફાયદા 
જો તમને રાત્રે ઊંઘ ન આવે અને ગાઢ ઊંઘ માટે ઊંઘની ગોળીઓનો સહારો લો, તો જાણી લો કે તે તમારા સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તમે ઊંઘ મેળવવા માટે કુદરતી રીતો અજમાવો. ઊંઘ ન આવવાની સમસ્યાથી જલ્દી છુટકારો મેળવવા માટે જાયફળનું સેવન કરો. જો તમે દિવસમાં 6 કલાકથી ઓછી ઊંઘ લો છો તો તમને અનેક પ્રકારની શારીરિક અને માનસિક સમસ્યાઓ થઈ શકે છે. જાયફળમાં કેટલાક ખાસ કુદરતી રસાયણો હોય છે, જે ગાઢ નિંદ્રા મેળવવામાં મદદ કરે છે. તમે જાયફળમાંથી બનાવેલી હર્બલ દવા, પાવડર, અર્ક વગેરેનું સેવન કરી શકો છો.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

જાયફળની ચા અનિદ્રાની સમસ્યાને દૂર કરે છે
જો તમે થોડા દિવસો સુધી રાત્રે ઊંઘી શકતા નથી, તો તેના માટે દવા ન લો. તમે જાયફળની ચા પીવાથી ફાયદા થાય છે. જાયફળની ચા બનાવવા માટે એક વાસણમાં એક કપ પાણી ગરમ કરો. તેમાં એક ચપટી જાયફળ પાવડર ઉમેરો. જ્યારે તે સારી રીતે ઉકળે ત્યારે તેને ગાળીને ગરમ ગરમ પી લો. તમે જાયફળના પાવડરને ગરમ દૂધ, પાણી અથવા તો દૂધની ચામાં મિક્સ કરીને પી શકો છો.

આમળા-જાયફળનું મિશ્રણ ગાઢ ઊંઘ આપે છે
જો તમે સારી રીતે ઊંઘવા માંગો છો, તો એક આમળાનો રસ કાઢો. આ રસમાં એક ચપટી જાયફળ પાવડર ઉમેરો. તેને રાત્રે સૂતા પહેલા પીવો. તેનાથી સારી ઊંઘ આવે છે, સાથે જ પેટ સંબંધિત સમસ્યાઓ જેવી કે અપચો, ગેસ, પેટનું ફૂલવું વગેરેમાં પણ રાહત મળે છે.

આ પણ વાંચો : Health: વજન નહીં વધવા પાછળ તમારી આ 5 આદતો છે જવાબદાર

આ પણ વાંચો : Health: શરદી અને ફ્લૂના કારણે ઉંઘમાં પડે છે ખલેલ, અજમાવો આ ટિપ્સ

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Next Article