Health: પિઝા, બર્ગર જેવા ફાસ્ટ ફુડ ખાવાથી તમારુ પેટ ખરાબ થઇ ગયુ છે ? આ 5 ઘરગથ્થુ ઉપચાર રામબાણ બનશે

|

Dec 24, 2021 | 6:23 PM

ફાસ્ટ ફુડ ખાતા ખાઇ લેવાય છે અને બાદમાં પેટને નુકસાન થાય છે અને ઘણી બધી બીમારીઓને આમંત્રણ મળે છે. ત્યારે કેટલાક ઘરેલુ ઉપચાર ખૂબ મદદરૂપ બને છે.

Health: પિઝા, બર્ગર જેવા ફાસ્ટ ફુડ ખાવાથી તમારુ પેટ ખરાબ થઇ ગયુ છે ? આ 5 ઘરગથ્થુ ઉપચાર રામબાણ બનશે
Health Tips

Follow us on

શિયાળા(Winter)ની ઋતુમાં દરેક વ્યક્તિ સમોસા, પિઝા, બર્ગર અને ટિક્કીનું ખૂબ સેવન કરે છે. ઠંડી(cold)માં ગરમ ગરમ ફાસ્ટ ફુડ(Fast food) ખાવાની મોટા ભાગના વ્યક્તિને મજા આવે છે. જો કે એ પણ સાચું છે કે જમતી વખતે ભલે વસ્તુઓ જબરદસ્ત સ્વાદ આપે, પરંતુ શરીરને તેનું નુકસાન પાછળથી સહન કરવું પડે છે. આ વસ્તુઓના સેવનની સીધી અસર આપણા પાચનતંત્ર(Digestive system) પર પડે છે અને પછી પેટ સાફ નથી રહેતું.

 

પેટને સતત સાફ કરવામાં અસમર્થતાને કબજિયાતની સમસ્યા પણ કહેવામાં આવે છે, જે કેટલાક કિસ્સાઓમાં શરીર માટે પીડાદાયક બની જાય છે. આ પરિસ્થિતિમાં, સમસ્યા વધુ બનતી હોવાથી, લોકો રાહત મેળવવા માટે ડૉક્ટરની દવાઓનો સહારો લે છે. જો કે આ સમયથી છુટકારો મેળવવા માટે તમે કેટલાક ઘરેલું નુસખા પણ અજમાવી શકો છો, જેનાથી સવારે ઉઠતા જ પેટ ખૂબ જ સરળતાથી સાફ થઈ શકે છે,

અવારનવાર ધ્યાન આપ્યા વગર બહારનું અનહેલ્ધી ભોજન લેવાઇ જાય છે, ફાસ્ટ ફુડ ખાતા ખાઇ લેવાય છે અને બાદમાં પેટને નુકસાન થાય છે અને ઘણી બધી બીમારીઓને આમંત્રણ મળે છે. ત્યારે આવા સમયે કેટલાક ઘરેલુ ઉપચાર ખૂબ મદદરૂપ બને છે. તો ચાલો જાણીએ આ સમસ્યાથી છુટકારો મેળવવા માટેના ઘરગથ્થુ ઉપાયો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

સવારે પેટ સાફ કરવાના ઘરેલુ ઉપાય

1. લસ્સી પેટ સાફ કરશે

જો તમારું પેટ પણ સાફ નથી, તો તમારા માટે એવી વસ્તુનું સેવન કરવું જરૂરી છે, જેનાથી તમને ફાયદો થશે. જે લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે, તેમણે દરરોજ બપોરના ભોજન સાથે એક ગ્લાસ લસ્સીમાં થોડું જીરું અને કાળું મીઠું નાખીને પીવું જોઈએ. આમ કરવાથી તમારા પેટમાં રહેલા તમામ પ્રકારના ટોક્સિન્સને બહાર કાઢવામાં મદદ મળે છે.

2. વરિયાળી તમને રાહત આપશે

જો તમને પણ પાચન તંત્રની સમસ્યા છે, તો તેના માટે તમારે દરરોજ ખોરાક ખાધા પછી વરિયાળીનું સેવન કરવું જોઈએ. જો તમે વરિયાળી ખાઓ છો, તો તે પેટમાં ગેસ બનતા અટકાવવામાં મદદ કરે છે અને સવારે પેટ પણ સારી રીતે સાફ થાય છે.

3. લીંબુ અને મધ

જો તમે ઈચ્છો છો કે તમને કોઈ પણ પ્રકારની પેટની સમસ્યા ન થાય, તો તમારે આ માટે સવારે ઉઠીને હૂંફાળા પાણીમાં થોડુ મધ અને લીંબુ નાખીને પી લો. તેને પીવાથી પેટ સાફ થાય છે, તો તે અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે પણ ફાયદાકારક સાબિત થશે.

4. કચુંબર ખાવાથી પેટમાં ફાયદો થાય છે

ભોજન સાથે કચુંબર(salad) ખાવું આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તમને જણાવી દઈએ કે કચુંબરથી આપણા પેટને ઘણો આરામ મળે છે. જો તમે દરરોજ કચુંબરનું સેવન કરો છો, તો તમારે પેટ સંબંધિત ઘણી સમસ્યાઓનો સામનો કરવો નહીં પડે.

5. ફાઇબરયુક્ત ખોરાક અને ફળોનું સેવન કરવું

જો તમે આહારમાં ફાઈબરયુક્ત ખોરાકનું વધુ સેવન કરો છો, તો તે તમને કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવવામાં ઘણી રાહત આપે છે. તમારે તમારા આહારમાં ફળોનો સમાવેશ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. ફળોમાં પપૈયું તમારા માટે શ્રેષ્ઠ ફળ છે.

 

આ પણ વાંચોઃ Ahmedabad: પેટ્રોલપંપની ડીલરશીપ આપવાના બહાને લાખો રૂપિયાની છેતરપીંડી, ક્રાઇમ બ્રાંચે વધુ એક આરોપીની દિલ્હીથી કરી ધરપકડ

આ પણ વાંચોઃ Surat : જર્જરિત વાલ્વને પગલે સમસ્યા ઉભી થતાં લોકોનો આક્રોશ સાતમા આસમાને : છાપરાભાઠા સહિતના વિસ્તારમાં બે દિવસથી પાણી પુરવઠો ઠપ્પ

Next Article