Health: રોજ રાત્રે ઊંઘતા પહેલા આ એક ચીજનું કરો સેવન આરોગ્ય સાથે જોડાયેલી સમસ્યાઓ થઈ જશે ગાયબ

|

Feb 16, 2022 | 8:30 AM

જો તમને વારંવાર તમારી પીઠમાં દુખાવો થતો હોય અથવા સાંધાના દુખાવાની ફરિયાદ રહેતી હોય તો અજમાનું સેવન તમારા માટે ઉપયોગી છે. દરરોજ રાત્રે સૂતા પહેલા થોડા અજમાના દાણા શેકીને હુંફાળા પાણી સાથે લો.

Health: રોજ રાત્રે ઊંઘતા પહેલા આ એક ચીજનું કરો સેવન આરોગ્ય સાથે જોડાયેલી સમસ્યાઓ થઈ જશે ગાયબ
Ajwain benefits for Health (Symbolic Image )

Follow us on

અજવાઈન એટલે કે અજમો (Carrom Seeds) દરેક ઘરના રસોડામાં હાજર હોય છે. તેનો ઉપયોગ પરોઠા, પુરીઓથી લઈને શાકભાજી (Vegetables) અને અન્ય વાનગીઓમાં થાય છે. તે ખાવાને સ્વાદિષ્ટ તો બનાવે જ છે, પરંતુ તે સ્વાસ્થ્યની (Health) દ્રષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

આયુર્વેદમાં અજવાઈનનો ઉપયોગ તમામ રોગોથી રાહત મેળવવા માટે કરવામાં આવે છે. તેમાં પ્રોટીન, ફાઈબર, કેલ્શિયમ, આયર્ન ઉપરાંત આવા અનેક ઔષધીય તત્ત્વો હાજર છે, તેથી તે ઘણી બધી સમસ્યાઓમાં રાહત આપવામાં ઉપયોગી છે. પેટની સમસ્યાઓ માટે તેને રામબાણ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ રોજ રાત્રે સૂતા પહેલા અજમાંનું સેવન કરે તો ઘણી સમસ્યાઓથી છૂટકારો મેળવી શકાય છે.

પાચન સમસ્યાઓ

જો કોઈ વ્યક્તિને પાચન, રોજેરોજ ગેસ, એસિડિટી, ખાટા ઓડકાર વગેરે સંબંધિત સમસ્યાઓ હોય તો તેણે રાત્રે સૂતા પહેલા અજમો ખાવો જોઈએ. આ માટે રાત્રે અજમાને શેકી અને ચાવ્યા પછી ખાઓ અને ઉપરથી હૂંફાળું પાણી પીવો. તેનાથી થોડા દિવસોમાં રાહત મળવા લાગશે. કબજિયાતની સમસ્યા પણ આ ઉપાયથી દૂર કરી શકાય છે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

પીઠના દુખાવામાં રાહત

જો તમને વારંવાર તમારી પીઠમાં દુખાવો થતો હોય અથવા સાંધાના દુખાવાની ફરિયાદ રહેતી હોય તો અજમાનું સેવન તમારા માટે ઉપયોગી છે. દરરોજ રાત્રે સૂતા પહેલા થોડા અજમાના દાણા શેકીને હુંફાળા પાણી સાથે લો. આ સિવાય તમે તેને પાણીમાં ઉકાળીને તેનું પાણી ગાળીને ચુસ્કીઓ સાથે પી શકો છો. દરરોજ રાત્રે આમ કરવાથી તમને થોડા દિવસોમાં દર્દમાં ઘણો ફરક જોવા મળશે.

અનિદ્રાની સમસ્યા

આજકાલ ઊંઘ ન આવવાની સમસ્યા પણ સામાન્ય બની ગઈ છે. જો તમને પણ આ સમસ્યા છે તો સૂતા પહેલા તેને લેવાથી તમને રાહત મળી શકે છે. તેનાથી મગજ સારું થાય છે અને સારી ઊંઘ આવે છે.

આ પણ વાંચો : Lifestyle : ઘરમાં બીજું બાળક આવે ત્યારે તમે પહેલા બાળક સાથે ભેદભાવ તો નથી કરી રહ્યા ને ?

આ પણ વાંચો : Constipation relief tips: બાળકોને કબજિયાતની સમસ્યા છે તો અજમાવો આ ઘરેલું ઉપચાર

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Next Article