Health : ફક્ત આ બે વસ્તુઓનું સેવન શરીરને બનાવશે મજબૂત, રાખશે આ પાંચ બીમારીઓને દૂર

|

Apr 25, 2022 | 9:53 AM

ચણા અને કિસમિસમાં (Raisins ) રહેલા ગુણ તમારી ધમનીઓને સાંકડી થવાથી બચાવે છે, જેના કારણે નસોમાં લોહીનો પ્રવાહ બરાબર રહે છે અને તમને કોઈ સમસ્યા નથી થતી.

Health : ફક્ત આ બે વસ્તુઓનું સેવન શરીરને બનાવશે મજબૂત, રાખશે આ પાંચ બીમારીઓને દૂર
Healthy food for strong body (Symbolic Image )

Follow us on

તમે અગાઉ ઘણા લેખોમાં વાંચ્યું હશે કે શરીરને (Body ) સ્વસ્થ અને મજબૂત (Strong ) બનાવવા માટે આપણે એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ, જે માત્ર સ્વસ્થ (Health) જ નથી પણ તમને રોગમુક્ત રાખવાનું કામ કરે છે. જ્યારે તમે તમારી આજુબાજુ નજર કરશો તો તમને આવી વસ્તુઓ ભાગ્યે જ જોવા મળશે, પરંતુ બે એવી વસ્તુઓ છે, જે તમારા માટે ફાયદાકારક છે. જો તમે નિયમિતપણે પલાળેલા ચણા અને કિસમિસનું સેવન કરો છો, તો તમને ન માત્ર ખૂબ જ ઉર્જા મળે છે પણ સાથે સાથે ઘણાં પોષક તત્વો પણ મળે છે. કિસમિસમાં કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન અને ફાઈબર જેવા પોષક તત્વો હોય છે. બીજી તરફ, ચણામાં ફાઈબર, કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે. જો તમે દરરોજ સવારે ખાલી પેટ પલાળેલા ચણા અને કિસમિસનું સેવન કરો છો, તો તમે ઘણી ગંભીર બીમારીઓથી બચી શકો છો. અમે તમને એવી વસ્તુઓના સેવનની ટિપ્સ આપી રહ્યા છે જે તમને આ પાંચ બીમારીઓથી  છુટકારો આપી શકે છે.

1. બ્લડ પ્રેશર

જો તમે દરરોજ સવારે ઉઠીને પલાળેલા ચણા અને કિસમિસનું સેવન કરો છો, તો તેમાં કોઈ શંકા નથી કે તમે તમારા બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખી શકો છો. ચણા અને કિસમિસમાં રહેલા ગુણ તમારી ધમનીઓને સાંકડી થવાથી બચાવે છે, જેના કારણે નસોમાં લોહીનો પ્રવાહ બરાબર રહે છે અને તમને કોઈ સમસ્યા નથી થતી.

2. એનિમિયા

પલાળેલા ચણા અને કિસમિસનું નિયમિત સેવન કરવાથી શરીરમાં લોહીની ઉણપ પણ દૂર થાય છે. ઘણા લોકોનું હિમોગ્લોબિન લેવલ ઘણીવાર ઘણું ઓછું હોય છે, જેના કારણે શરીર લોહી બનાવી શકતું નથી. જો આ બંને વસ્તુઓનું નિયમિત સેવન કરવામાં આવે તો માત્ર લોહી જ નથી બને છે પરંતુ લોહીની ઉણપ પણ પૂરી થાય છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

3. કબજિયાત અને એસિડિટી

પલાળેલા ચણા અને કિસમિસમાં રહેલા ગુણ તમારા પેટની ગરમીને શાંત કરવાનું કામ કરે છે, જેના કારણે ગેસ અને કબજિયાતની સમસ્યા નથી થતી. ઘણીવાર જ્યારે આ બંને વસ્તુઓને પલાળીને ખાવામાં આવે છે, ત્યારે તે શરીરમાં જાય છે અને પાચનતંત્રને સુધારવાનું કામ કરે છે અને આ બંને સમસ્યાઓમાં રાહત આપે છે.

4. કોલેસ્ટ્રોલ

શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે, જેમાંથી એક એલડીએલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ અને બીજું ગુડ કોલેસ્ટ્રોલ, જે એચડીએલ કોલેસ્ટ્રોલ તરીકે ઓળખાય છે. પલાળેલા ચણા અને કિસમિસનું સેવન તમને એલડીએલની માત્રા ઘટાડવામાં મદદ કરે છે. આ બંનેમાં હાજર ગુણો શરીરમાં સારા કોલેસ્ટ્રોલને વધારવાનું કામ કરે છે.

5. રોગપ્રતિકારક શક્તિ વધે છે

સવારે ખાલી પેટે પલાળેલા ચણા અને કિસમિસનું સેવન કરવાથી તમારા શરીરને જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ મળે છે, જે માત્ર તમારી રોગપ્રતિકારક શક્તિને જ વધારતા નથી પણ તમને ઘણા ચેપથી બચાવવા માટે જરૂરી પોષક તત્વો પણ પ્રદાન કરે છે. તેથી, આ બંને વસ્તુઓનું રોજ સેવન કરવું તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

આ પણ વાંચો :

World Malaria Day 2022: ગુજરાત સરકારે “મેલેરિયા મુકત ગુજરાતના નિર્માણ”નો નિર્ધાર કર્યો

Lauki Health Benefits: વજન ઘટાડવાથી લઈને હૃદયને સ્વસ્થ રાખવા સુધી, દુધીના છે અનેક ફાયદા, જાણો

 

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article