Health: વિશ્વભરમાં 100 કરોડ લોકોને છે આ બીમારી, જેમાં 85 ટકા મહિલા, રિસર્ચમાં બહાર આવ્યુ તારણ

|

Dec 17, 2021 | 4:18 PM

આંકડાઓ દર્શાવે છે કે માઇગ્રેનના 100 કરોડ દર્દીઓમાંથી 85 ટકા મહિલાઓ છે. દરરોજ લગભગ 40 ટકા એટલે કે 40 લાખ લોકોને માઈગ્રેન થાય છે.

1 / 6
Migraine Research Study: દુનિયાભરમાં અનેક પ્રકારના રોગો છે, જેમાં માઈગ્રેનની ગણતરી સૌથી સામાન્ય રોગોમાં થાય છે. તે ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે જે વિશ્વભરમાં 100 કરોડ લોકોને અસર કરે છે. આ આંકડો માઈગ્રેન રિસર્ચ ફાઉન્ડેશનનો છે. આનાથી પીડિત લોકોને વારંવાર માથાનો દુખાવો થાય છે.

2 / 6
માઈગ્રેનના 90 ટકા દર્દીઓમાં આ રોગ આનુવંશિક છે. જર્નલ ઓફ અમેરિકન મેડિકલ એસોસિએશન (JAMA)માં પ્રકાશિત થયેલા એક સંશોધન અભ્યાસ અનુસાર  દવાઓ વિના માઇગ્રેનની સારવાર શક્ય છે.

3 / 6
માઇગ્રેન મોટાભાગે 18 થી 44 વર્ષની વય વચ્ચે થાય છે. અડધાથી વધુ દર્દીઓને 12 વર્ષની ઉંમર પહેલા માઈગ્રેનનો પ્રથમ હુમલો થાય છે. આંકડા દર્શાવે છે કે 100 કરોડ દર્દીઓમાંથી 85 ટકા મહિલાઓ છે. દરરોજ લગભગ 40 ટકા એટલે કે 40 લાખ લોકોને માઈગ્રેન થાય છે. જો કે JAMAમાં પ્રકાશિત થયેલા એક સંશોધન અભ્યાસ અનુસાર મેડિટેશન અને યોગ માઈગ્રેનને ઘટાડી શકે છે.

4 / 6
રિસર્ચ દરમિયાન માઇગ્રેનના દર્દીઓને બે જૂથોમાં વહેંચવામાં આવ્યા હતા. પ્રથમ જૂથને માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ આપવામાં આવી હતી. ધ્યાન, હઠ યોગ અને શ્વાસ લેવાની રીત તેનો એક ભાગ હતો. બીજા જૂથને માથાનો દુખાવો અને માઇગ્રેનના દરેક પાસા વિશે જણાવવામાં આવ્યું હતું. તેમની વચ્ચે ચર્ચાઓ થઈ હતી. આવી પ્રેક્ટિસ લગભગ 8 અઠવાડિયા સુધી ચાલુ રાખવામાં આવી હતી.

5 / 6
સંશોધનમાં જાણવા મળ્યું છે કે માઇન્ડફુલનેસ આધારિત સારવાર માઈગ્રેનના હુમલાને ઘટાડવામાં અસરકારક છે. પ્રથમ જૂથમાં એટલે કે જે લોકો સતત ધ્યાન અને યોગ કરતા હતા, તેઓના માઈગ્રેનમાં ઘટાડો થયો એટલું જ નહીં, તેમની ડિપ્રેશન અને ચિંતા પણ દૂર થઈ ગઈ. તે જ સમયે બીજા જૂથના લોકોની સ્થિતિમાં પ્રમાણમાં સુધારો થયો નથી.

6 / 6
નિષ્ણાતો ચોક્કસપણે માઇગ્રેનના દર્દીઓને ધ્યાન અને યોગની ભલામણ કરે છે. તાજી હવામાં ચાલવું, શ્વાસની અનુભૂતિ કરતી વખતે પ્રાણાયામ કરવું, ધ્યાન કરવું, સ્ટ્રેચિંગ કરવું અને યોગ કરવા... આ બધી પ્રેક્ટિસ છે, જે માઇગ્રેનની સ્થિતિમાં રાહત આપે છે. જો કે, આ ફક્ત યોગ પ્રશિક્ષક અથવા નિષ્ણાતોની સલાહથી જ કરવું જોઈએ. તેમની દેખરેખ હેઠળ શીખ્યા પછી જ ઘરે સ્વ-પ્રેક્ટિસ કરી શકાય છે.                (વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Published On - 2:41 pm, Fri, 17 December 21

Next Photo Gallery