Ahmedabad: સોફ્ટ ડ્રીંકના લેબલ પર લખવામાં આવે છે કે તેમાં કોઈ પણ પ્રકારના જ્યુસનો ઉપયોગ કરવામાં આવતો નથી. શરીર હંમેશા ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઈડ બહાર છોડે છે, જ્યારે સોફ્ટ ડ્રીંક પીવાના કારણે કાર્બન ડાયોક્સાઈડ શરીરમાં જાય છે. સોફ્ટ ડ્રીંકમાં ફોસ્ફોરિક એસિડ સહિત અનેક પ્રકારના કેમીકલ ઉમેરવામાં આવે છે, જે તમારી કિડની ફેલ કરી નાખે છે. રાજીવ દીક્ષિતને આયુર્વેદના રાજા કહેવામાં આવે છે. તેમને સોફ્ટ ડ્રીક પર અનેક ડોક્ટરો અને વૈજ્ઞાનિકો પાસે તેના વિશે જાણકારી મેળવી છે.
જેટલુ વધારે સોફ્ટ ડ્રીંક પીવો તેટલું જ વધારે કિડની ફેલ થવાના ચાન્સ વધી જાય છે. 90 ટકા યુવાનો સોફ્ટ ડ્રીંક પીને પોતાની કિડની ફેલ કરી રહ્યા છે. આમા પહેલું ઝેર તો સોડિયમ મોનો ગ્લુટામેટ છે અને વૈજ્ઞાનિકો કહે છે કે તે કેન્સર પેદા કરતું રસાયણ છે, પછી બીજું ઝેર છે પોટેશિયમ સોર્બેટ તે પણ કેન્સર પેદા કરે છે. ત્રીજું ઝેર બ્રોમિનેટેડ છે.
વેજીટેબલ ઓઈલ (BVO), આ પણ કેન્સરનું કારણ બને છે. ચોથું ઝેર છે, મિથાઈલ બેન્ઝીન તે કિડનીને નુકસાન પહોંચાડે છે, પાંચમું ઝેર સોડિયમ બેન્ઝાઈટ તે પેશાબની નળીઓ, લીવરનું કેન્સર કરે છે, પછી તેમાં સૌથી ખરાબ ઝેર એન્ડોસલ્ફાન છે તે જંતુઓને મારવા માટે ખેતરોમાં વપરાય છે. આ સોફ્ટ ડ્રીંક બનાવતી વખતે તેમાં કુલ 21 પ્રકારના ઝેર ભળે છે!
આ 21 પ્રકારના ઝેર એક તરફ છે અને આપણા દેશના ભણેલા-ગણેલા લોકોના મનની હાલત જુઓ નાનપણથી જ પુસ્તકોમાં ભણાવવામાં આવે છે કે માણસે જીવવા માટે હવા લેવી જરૂરી છે, જેમાં શરીર ઓક્સિજન અંદર લે છે અને કાર્બન ડાયોક્સાઈડ બહાર છોડે છે, તે જાણતા હોવા છતાં, સોફ્ટ ડ્રીંક પીવે છે. સોફ્ટ ડ્રીંકમાં કાર્બન ડાયોક્સાઈડ હોય છે, જે પીવાના કારણે કાર્બન ડાયોક્સાઈડ શરીરમાં જાય છે. કાર્બન ડાયોક્સાઇડ જે ખૂબ જ ઝેરી ગેસ છે અને તેને ક્યારેય શરીરની અંદર ન લેવો જોઈએ અને આ ઠંડા પીણાઓને “કાર્બોરેટેડ વોટર” કહેવામાં આવે છે
ભારતમાં વેચાતી સોફ્ટ ડ્રીંક અમેરિકામાં વેચાતી સોફ્ટ ડ્રીંક કરતાં 40 ગણી વધારે ઝેરી છે. આપણા શરીરમાં ઝેર બહાર કાઢવાની ક્ષમતા છે અને ભારતમાં વેચાતી સોફ્ટ ડ્રીંક તે ક્ષમતા કરતા 40 ગણી વધુ ઝેરી છે. તો કલ્પના કરો કે તમારી કિડનીનું શું થશે. વૈજ્ઞાનિકો કહે છે કે જેઓ આ સોફ્ટ ડ્રીંક પીવે છે, તેને કેન્સર, ડાયાબીટીસ, ઓસ્ટીયોપોરોસીસ, ઓસ્ટીયોપેનિયા, મેદસ્વીતા, દાંતનો સડો, કિડની ફેલ જેવા 48 રોગો થઈ શકે છે.
તમે જેટલું વધારે એસિડ મિક્સ કરશો, આ જથ્થો ઘટશે. જ્યારે સોફ્ટ ડ્રીંકના એસિડનું પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે તે 2.4 છે અને ટોયલેટ ક્લીનરનો ph સોફ્ટ ડ્રીંકના ph જેટલો જ છે, 2.4 એટલે એટલું ખરાબ ઝેર કે જો તમે તેને ટોઇલેટમાં નાખો તો તે સફેદ થઈ જશે.
રાજીવ દીક્ષિતે જણાવ્યું કે, દેશના યુવાનો આ ઝેર સૌથી વધુ પીવે છે! અને નપુંસકતાનો મોટાભાગનો રોગ આ ઝેર પીવાથી થાય છે! અને ક્યાંક મને લાગે છે કે! આ પેપ્સી કોક આખા દેશ અને આખી યુવા પેઢીનો નાશ કરશે.
(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)
Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો