Food Tips: ચોમાસામાં ભજીયા ખાતા પહેલા ખાતરી કરજો કે ચણાનો લોટ બનાવટી તો નથી ને ?

|

Jul 21, 2021 | 8:32 AM

શું તમે જાણો છો કે ભેળસેળયુક્ત ચણાનો લોટ ખાવાથી શરીરને ઘણા નુકસાન થાય છે. પણ એ ઓળખશો કઇ રીતે કે તમે જે લોટ ખાઈ રહ્યા છો એ બનાવટી છે કે નહીં ?

Food Tips: ચોમાસામાં ભજીયા ખાતા પહેલા ખાતરી કરજો કે ચણાનો લોટ બનાવટી તો નથી ને ?
Before eating bhajiya in monsoon, make sure that the chana flour is not fake.

Follow us on

Food Tips: ચણાનો લોટ(Flour) એટલે કે બેસન એ આપણા રસોડા(Kitchen)માં હાજર એક આવશ્યક વસ્તુ છે. કારણ કે ચણાના લોટમાંથી અસંખ્ય સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં આવે છે. ચણાની દાળનો ભૂકો લોટ કહેવાય છે. બેસન પોષક તત્વોથી ભરપુર માનવામાં આવે છે.

લગભગ દરેક ભારતીય ઘરોમાં બેસન પકોડા પ્રથમ પસંદગી છે. ચણાના લોટનો ઉપયોગ શાકભાજી, ખારી અને મીઠી વસ્તુઓ બનાવવા માટે થાય છે. ચણાના લોટમાં હાજર કેલ્શિયમ, મેગ્નેશિયમ અને અન્ય મહત્વપૂર્ણ ખનિજો આપણા હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે ભેળસેળયુક્ત ચણાનો લોટ ખાવાથી શરીરને ઘણા નુકસાન થાય છે. પણ એ ઓળખશો કઇ રીતે કે તમે જે લોટ ખાઈ રહ્યા છો એ બનાવટી છે કે નહીં ?

આજના સમયમાં બજારમાં અનેક પ્રકારના ચણાનો લોટ મળે છે. અને દરેક તેમની બ્રાન્ડને શ્રેષ્ઠ તરીકે વર્ણવે છે. પરંતુ શું તે લોટ ખરેખર વાસ્તવિક છે કે ભેળસેળવાળો. તો ચાલો આજે અમે તમને કેટલીક એવી ટીપ્સ જણાવીએ છીએ જે ચણાના લોટની શુદ્ધતા ઓળખવામાં મદદ કરી શકે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જાણો કે ચણાનો લોટ અસલી છે કે નકલી:

1.હાઇડ્રોક્લોરિક એસિડ:

તમે હાઇડ્રોક્લોરિક એસિડની મદદથી નકલી અને વાસ્તવિક લોટને ઓળખી શકો છો. આ માટે તમારે બાઉલમાં બે ચમચી ચણાનો લોટ લેવો પડશે અને તેમાં બે ચમચી પાણી ભેળવીને પેસ્ટ બનાવવી પડશે. આ પેસ્ટમાં બે ચમચી હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરીને થોડો સમય માટે મુકી દો. જો ચણાના લોટના રંગનો રંગ લાલ દેખાય છે, તો પછી સમજી લો કે તમારો ચણાનો લોટ ખરો નથી અને જો રંગ બદલાતો નથી તો તમારું ચણાનો લોટ અસલ હોઈ શકે છે.

2.લીંબુની મદદથી:
તમે લીંબુનો ઉપયોગ વાસ્તવિક અને બનાવટી ચણાના લોટને ઓળખવા માટે કરી શકો છો. આ માટે તમારે બે ચમચી ચણાના લોટમાં બે ચમચી લીંબુનો રસ મિક્સ કરવો. તેમાં બે ચમચી હાઇડ્રોક્લોરિક એસિડ પણ નાખો. તેને 5-7 મિનિટ માટે રાખો. થોડા સમય પછી, જો ચણાનો લોટ લાલ કે ભૂરા રંગનો દેખાય છે તો તમારો ચણાનો લોટ નકલી હોઈ શકે છે.

બનાવટી ચણાનો લોટ ખાવાથી થતા ગેરફાયદા:

જો તમે પણ બનાવટી ચણાના લોટનું સેવન કરો છો, તો તમારે પેટમાં દુખાવો અને પેટને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
બનાવટી ચણાના લોટના સેવનથી પેટમાં ગેસની સમસ્યા થઈ શકે છે, વધારે પ્રમાણમાં ચણાના લોટ ખાવાથી પણ ગેસની સમસ્યા થઈ શકે છે. નકલી ચણા નો લોટ ખાવાથી કેટલાક લોકોને એલર્જીનો સામનો કરવો પડી શકે છે.

Published On - 7:27 am, Wed, 21 July 21

Next Article