કેટલાક લોકોનું શેડ્યૂલ એટલું વ્યસ્ત હોય છે કે તેઓ તેમના સ્વાસ્થ્ય (Health Care Tips) પર જોઈએ તેટલું ધ્યાન આપી શકતા નથી. જેના કારણે આવા લોકોને સમય પહેલા અનેક બીમારીઓ પોતાની પકડમાં લઈ લે છે. જે લોકોનું શેડ્યૂલ ખૂબ જ વ્યસ્ત હોય છે અથવા તેઓ કોઈ કારણસર તેમના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકતા નથી, તેમનું વજન પણ વધવા લાગે છે. કલાકો સુધી એક જ જગ્યાએ બેસી રહેવું અને ડાયટ રૂટીનનું (Diet Routine) પાલન ન કરવું તેમને મેદસ્વિતાનો (Obesity Tips) શિકાર બનાવી શકે છે. વજન વધવાને કારણે સાંધાનો દુખાવો પણ થઈ શકે છે. કોરોનાના આ યુગમાં લોકોની શારીરિક પ્રવૃત્તિ નહિવત થઈ ગઈ છે.
કલાકો સુધી ઘરમાં બેસીને કામ કરવું અને પછી કંઈપણ ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. વ્યસ્ત શિડ્યુલ વચ્ચે પણ વજન ઘટાડી શકાય છે અને આ માટે સ્પેશીયલ સમય કાઢવાનો નથી, પરંતુ સ્માર્ટ બનવાનુ છે. તમારે કેટલીક સરળ ટિપ્સ ફોલો કરવી પડશે અને જે વજન ઘટાડવામાં ખૂબ મદદ કરી શકે છે.
ખોટા આહાર અને બગડેલી જીવનશૈલીના કારણે લોકોને પેટમાં તકલીફ થવા લાગી છે અને તેના કારણે પેટ ફૂલવું પણ શરૂ થઈ જાય છે. સીધું વજન ઓછું કરવા માટે, સૌ પ્રથમ પાચનતંત્રને ઠીક કરવું જરૂરી છે. નિષ્ણાતોના મતે પાચનતંત્રને સુધારવા માટે એવી વસ્તુઓનું સેવન કરવું જોઈએ, જેમાં ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે. જો તમે યોગ્ય માત્રામાં ફાઈબરનું સેવન કરશો તો તેનાથી પેટ સારી રીતે સાફ થશે અને તમે સ્વસ્થ પણ રહેશો. ફાઈબર લેવાનો ફાયદો એ છે કે પેટ ભરેલું રહે છે અને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી.
એવું જોવા મળ્યું છે કે વ્યસ્ત શિડ્યુલવાળા મોટાભાગના લોકો ઓવરઈટીંગનો ભોગ બને છે. જો તમે વધુ શારીરિક પ્રવૃત્તિ કરતા નથી, તો ભૂલથી પણ વધુ પડતું ખાશો નહીં. આ પદ્ધતિ એક સમયે તમારું વજન બમણું કરી શકે છે. આ પદ્ધતિ માત્ર વજન જ નહીં, પણ તમને બીમાર પણ બનાવી શકે છે. જો તમે વધુ પડતું ખાશો નહીં, તો શરીરમાં કેલરીની માત્રામાં ઘટાડો થશે અને આ વજન ઘટાડવામાં મદદ કરશે.
ઘણી વખત લોકો કામના કારણે થાક અનુભવે છે અને તેઓ મર્યાદા કરતા વધારે ઊંઘવા લાગે છે. નિષ્ણાતોના મતે, વધુ પડતી ઊંઘ પણ વજન વધવાનું એક કારણ છે. તેના બદલે, 7 થી 8 કલાકની ઊંઘ લેવી શ્રેષ્ઠ છે. કહેવાય છે કે વધારે ઊંઘવાથી પણ શરીરમાં થાક રહે છે. તેના બદલે, પૂરતી ઊંઘ લો. એટલું જ નહીં, જો તમને ઓછી ઊંઘ આવે છે, તો તે નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. આમ કરવાથી શરીરમાં વધુ ઉર્જાનો વ્યય થશે અને તમને ખાવાની લાલસા થશે. નિષ્ણાતોના મતે પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે.
આ પણ વાંચો : શું તમારા ચાંદીના ઘરેણાંનો રંગ કાળો પડી જાય છે ? તો અજમાવો આ ધરગથ્થુ ઉપાય, ચાંદી ચળકી ઉઠશે