શું તમે પણ ફ્રુટ્સ પર મીઠું અને ચાટ મસાલો છાંટીને ખાવ છો ? તો તમે બીમારીને આમંત્રણ આપી રહ્યા છે

|

May 31, 2023 | 4:27 PM

Side Effects of Eating Fruits With Salt: ફળો અને સલાડનો સ્વાદ વધારવા માટે તેમાં મીઠું અથવા ચાટ મસાલો નાખીને ખાવામાં આવે છે, પણ શું આ હેલ્ધી કોમ્બિનેશન છે? જાણો આનાથી સ્વાસ્થ્યને થતા નુકસાન

શું તમે પણ ફ્રુટ્સ પર મીઠું અને ચાટ મસાલો છાંટીને ખાવ છો ? તો તમે બીમારીને આમંત્રણ આપી રહ્યા છે

Follow us on

ફળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. કાં તો કોઈ વ્યક્તિ તેમને આખું ખાઈ છે, અથવા તેઓ તેનો રસ કાઢીને પીવે છે. કેટલાક લોકો 3 થી 4 ફળોને કાપીને મીઠું અને ચાટ મસાલા ઉમેરીને ખાવાનું પસંદ કરે છે. પરંતુ શું આ રીતે ફળ ખાવાથી ખરેખર ફાયદો થાય છે ? ભારતમાં ફળોને મીઠું અથવા અન્ય કોઈ મસાલા સાથે ખાવામાં આવે છે. જેના કારણે ફળો પાણી છોડે છે, આ પાણી દ્વારા ફળોનું પોષણ બહાર આવે છે. આ સિવાય મીઠું અને ચાટ મસાલામાં મળતું સોડિયમ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. અહીં અમે મીઠું ઉમેરીને ફળ ખાવાના ગેરફાયદા જણાવી રહ્યા છીએ.

ફળોમાં મીઠું-ચાટ મસાલો છાંટી ખાવું નુકશાનકારક

પોષક તત્વોનો નાશ થાય છે

ફળોમાં મીઠું અથવા ચાટ મસાલો ઉમેરવાથી તે વધુ સ્વાદિષ્ટ લાગે છે. પરંતુ તેના કારણે તેમાંથી તમામ પાણી નીકળી જાય છે. આનો અર્થ એ છે કે ફળમાંથી તમામ વિટામિન્સ અને મિનરલ્સ પાણીની સાથે દૂર થઈ જાય છે.

વજન વધે છે

ફળોમાં કુદરતી મીઠાશ હોય છે જેમાં ગ્લુકોઝ પણ સારી માત્રામાં હોય છે. જેનાથી કેલેરી વધે છે, કેટલાક લોકો તરબુચ, કેરી જેવા ફળો પર ખાંડ છાંટી ખાવાનું પસંદ કરે છે. જેના કારણે શરીરમાં શુગરનું પ્રમાણ વધી જાય છે. જેના કારણે ડાયાબિટીસ જેવી બિમારીનો ખતરો રહે છે. ફળો ઉપર ખાંડ કે પછી મીઠું નાંખી ખાવું તમારા વજનને વધારવાનું આમંત્રણ આપી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

આ પણ વાંચો : Rajiv Dixit Health Tips : ભારતના લોકોએ કેમ દોડવુ જોઈએ નહિ, રાજીવ દીક્ષિતે જણાવ્યું કઈ કસરત કરવી જોઈએ, જુઓ Video

કિડની પર થાય છે અસર

ફળો પર મીઠું કે ચાટ મસાલામાં સોડિયમ હોય છે. જેની શરીરને જરુર હોતી નથી. ફુટ પર મીઠું નાંખી ખાવાથી શરીરમાં પાણીની માત્રા વધી જાય છે જેની અસર કિડની પર પડે છે.

શરીર ફુલી જાય છે

ફળોને મીંઠા સાથે ખાવા પર શરીરમાં સોજા આવી શકે છે. મસાલા પીએચ અને સોડિયમને કારણે પાણીની જાળવણીનું કારણ બને છે, જેના કારણે શરીરમાં સોજા આવી જાય છે.

નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

Next Article