હેલ્થ એક્સપર્ટ હંમેશા સ્વસ્થ રહેવા માટે સવારે ચાલવાની સલાહ આપે છે. જે લોકો પોતાનો વજન ઓછો કરવા માંગે છે. તેમણે દર રોજ 10,000 સ્ટેપ પુરા કરવાની જરુર હોય છે પરંતુ સમયના અભાવના કારણે દિવસમાં આ ટાર્ગેટ પુરો કરવામાં મુશ્કેલી આવે છે. ત્યારે અમે તમને કેટલીક એવી ટિપ્સ આપીશું જેનાથી તમે 10,000 સ્ટેપ રમતા-રમતા પુરા કરી લેશો.
કેવી રીતે કરશો 10,000 પુરા
- જો તમારે 10,000 સ્ટેપ પુરા કરવા છે તો તમે ઓફિસના કામમાં દર અડધી કલાકે ઉભા થાવ તેમજ અન્ય લોકો સાથે વાતચીત કરી લો, તેમજ ઓફિસમાં પાણીની બોટલ તમારી પાસે ન રાખો. જે જગ્યા પર પાણીનું કુલર રાખ્યું છે. ત્યાં ઉભા થઈને પીવા જવું કારણ કે જો તમારી પાસે પાણીની બોટલ હશે તો તમે એક જગ્યા પરથી ઉભું થવાનું નામ નહિ લો, જો પાણી દુર પીવા જવાનું હશે તો તમને તમારા સ્ટેપ પુરા કરવામાં પણ મદદ મળશે. તમે દર એક કલાકમાં 1000 સ્ટેપ ચાલવાનો ટાર્ગેટ રાખો.
- આ સિવાય શાકભાજી લેવા માટે તમે રિક્ષા લેવાની જગ્યાએ ચાલીને જવું જોઈએ. આનાથી તમારા સ્ટેપ પુરા થઈ શકે છે.
- સાથે જ ઓફિસમાં લિફ્ટ લેવાને બદલે સીડીનો ઉપયોગ કરો. આનાથી તમારા સ્ટેપ્સ પણ સરળતાથી પૂરા કરી શકાય છે. આ તમારું વજન ઘટાડવામાં મદદગાર સાબિત થશે.
- મોબાઈલ પર વાત કરતી વખતે પણ તમે સ્ટેપ્સ પૂરા કરી શકો છો. આ પદ્ધતિ પણ ખૂબ જ સરળ છે. મોબાઈલ પર વાત કરતી વખતે તમને ખ્યાલ પણ નથી આવતો કે તમે વાત કરતી વખતે ચાલો છો અને તમે ઘણું ચાલી પણ જાઓ છો.
- ચાલવાથી કેલરી પણ બર્ન થાય છે. તેમજ વજન કંટ્રોલ કરવામાં પણ મદદ થાય છે. અને ફેફડાં અને પાચનતંત્રને મજબુત કરે છે.આ સાથે તમારું હૃદય અને શરીરનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
આ પણ વાંચો : પીરિયડ્સ દરમિયાન દરેક મહિલાએ આ 4 ફુડ જરુર ખાવા જોઈએ, નિષ્ણાતો જણાવી રહ્યા છે તેના ફાયદા
નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.
Health અને લાઇફસ્ટાઇલના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો