Face bloating: ભયાનક ગરમી અને શરીરમાં સોડિયમના પ્રમાણમાં વધારાને કારણે ઘણી વખત અસર જોવા મળે છે, આ ઉપરાંત અપુર્તિ ઉંઘ,થાક અને તણાવ જેવી સ્થિતીમાં પણ ચહેરા પર સોજા કે ચહેરો ફુલેલો દેખાવા લાગે છે,આવી સ્થિતીને Face bloating કહેવામાં આવે છે. વાતાવરણ જ્યારે અચાનક બદલાઇ જાય છે ત્યારે હાઇ સોડિયમ ડાયટ લેવામાં આવે છે અને આની અસર ચહેરા પર જોવા મળે છે. ઊંઘની કમી, થાક, તણાવ અને રોવાને કારણે ચહેરા પર સોજા આવી જાય છે.
આ પણ વાંચો :Vitamin B12 ઉણપને કારણે શરીરમાં દેખાવા લાગે છે આ 5 લક્ષણો, મોઢામાં છાલા પણ લક્ષણોમાં છે સામેલ
ઘણી વખત આપણને ચહેરો સોજેલો કે ફુલેલો લાગે છે, ચહેરા પર સોજા આવવાની સમસ્યાને Face bloating તેમજ એડેડ વોટર રિટેન્શન પણ કહેવામાં આવે છે. Face bloating હેવી ડ્યૂટી કન્સિલર અને ઇન્ટેસિવ મોઈસ્યુરાઈઝ લગાવવાથી ઓછુ થતુ નથી. Healthshots અનુસાર પારંપરિક ચિકિત્સથી તમે આ સમસ્યામાંથી છૂટકારો મેળવી શકો છો
જર્નલ ઓફ કોસ્મેટિર ડર્મેટોલોજી અનુસાર એડેડ વોટર રિટેન્શનને કારણે શરીરની ત્વચા અને ચહેરા પર સોજા આવે છે. ફેસ બ્લોટિંગમ માટે તમારી સંતુલિત દિન ચર્યા તેમજ ખરાબ લાઇફ સ્ટાઇલ પણ જવાબદાર હોઇ શકે છે. વોટર રિટેન્શનને કારણે શરીરમાં ટોક્સિન્સ જમા થઇ જાય છે અને જેને બહાર કાઢવુ ખૂબ જરૂરી છે.આ નેચરલ રીતે ચહેરા પરના સોજા ઓછા કરો
સૌથી પહેલા ફેશિયલ મસાજની જરૂર-જર્નલ ઓફ કોસ્મેટિક ડર્મેટોલોજીમાં પ્રકાશિત શોધ અનુસરા માલિશ શરીરના દુખાવામાંથી રાહત અપાવવાનો સૌથી મોટો ઉપાય છે. આ ફેસ બ્લોટિંગને સમાપ્ત આ એક બેસ્ટ વિકલ્પ છે,સ્કિનને હળવા હાથે માલિશ કરો. આ માટે તમે આંખો, ગરદન જેવા દરેક ભાગમાં માલિશ કરો.
ગ્રીન ટી તેમજ બ્લેક ટી પીઓ-નેચર જર્નલ અનુસાર કોફી ડાયયૂરેટિર છે જે એકસ્ટ્રા વોટર બહાર કાઢીને ડી-પફ કરે છે. કોફીની જગ્યાએ તમે ગ્રીન ટી પીઓ છો તો સિસ્ટમ કિક સ્ટાર્ટ કરી શકો છો. વધારે પાણી પીવી શરીરને હાઇડ્રેટ રહે છે અને સાથે ટોક્સિન્સને ફ્લશ કરે છે.
માથાનો ભાગ ઉંચો કરીને ઊંઘો-જર્નલ ઓફ ધ અમેરિકન ઓફ ડર્મેટોલોજી અનુસાર વઘારે ક્વોલિટી માટે તમે તકિયાનો પ્રયોગ કરી શકો છો. આ કારણે રાત્રે સારી ઊંઘ આવે છે અને સાથે ચહેરા પર કરચલીઓ, સોજા જેવી અનેક સમસ્યાઓ દૂર કરવામા મદદ મળે છે. આંખોની આસપાસ વઘારે વોટર રિટેન્શન હોય છે.
નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
સ્વાસ્થ્ય અંગે સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 6:01 pm, Thu, 11 May 23