ઉનાળામાં સૂકા અંજીર ખાવાથી થઈ શકે છે સ્વાસ્થ્યની સમસ્યાઓ, જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ

|

Jun 05, 2023 | 9:44 AM

સૂકા અંજીરમાં ઘણા જરૂરી પોષક તત્વો હોય છે, જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક હોય છે. તે ફાઈબર, પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામિન K અને B6 થી ભરપૂર છે.

ઉનાળામાં સૂકા અંજીર ખાવાથી થઈ શકે છે સ્વાસ્થ્યની સમસ્યાઓ, જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ

Follow us on

Fig In Summer: ઉનાળાની ઋતુમાં આવા ડ્રાય ફ્રુટ્સને ડાયટમાં સામેલ કરવા જોઈએ, જે તમને સ્વાદિષ્ટ તો લાગે જ છે સાથે સાથે પોષણ અને હાઈડ્રેશનની કમી પણ પૂરી કરે છે. આવા ડ્રાયફ્રુટ્સમાં અંજીરનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે. અંજીરનો ઉપયોગ સદીઓથી કરવામાં આવે છે. ઉનાળાની ઋતુમાં લોકો ખૂબ જ ઉત્સાહથી અંજીર ખાય છે.

જો કે મળતી માહિતી મુજબ આ સિઝનમાં સૂકા અંજીર ખાવાથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. ચાલો જાણીએ કે ઉનાળાની ઋતુમાં અંજીર ખાવું જોઈએ કે નહીં.

પોષક તત્વોથી ભરપૂર અંજીર

સૂકા અંજીરમાં ઘણા જરૂરી પોષક તત્વો હોય છે, જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં ફાઈબર, પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામિન K અને B6 ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ સિવાય અંજીરમાં એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે, જે ફ્રી રેડિકલ સામે લડવામાં મદદ કરે છે. આ સિવાય તે જૂના રોગોનું જોખમ પણ ઘટાડે છે.અંજીર કુદરતી શુગરનો સારો સ્ત્રોત છે.

લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ

આ પણ વાંચો : તમે ઊંઘની ગોળીઓ ભૂલી જશો, આ આયુર્વેદિક ઉપાયોથી તમને મિનિટોમાં આરામની ઊંઘ આવશે

શું ઉનાળામાં ખાવું જોઈએ અંજીર?

સુકા અંજીર એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક માનવામાં આવે છે, પરંતુ આરોગ્ય નિષ્ણાતોના મતે ઉનાળામાં તેને મર્યાદિત માત્રામાં ખાવા જોઈએ. અહીં અમે તમને જણાવીશું કે ઉનાળામાં સૂકા અંજીર કેમ ઓછા ખાવા જોઈએ

સ્ટોર કરવું મુશ્કેલ :  અંજીર એક જલ્દી ખરાબ થનારું ફળ છે. ઉનાળાના મહિનાઓમાં અંજીરને યોગ્ય રીતે સંગ્રહિત કરવું થોડું મુશ્કેલ છે.

પાચન સંબંધી સમસ્યાઓ : સુંકા અંજીરમાં ફાઈબરની માત્રા વધુ હોય છે, અંજીર પાચન શક્તિ માટે સારું માનવામાં આવે છે. ઉનાળામાં વધુ પડતા સૂકા અંજીર ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ અને ઝાડા પણ થઈ શકે છે.

ઉનાળામાં, સૂકા અંજીરને બદલે તાજા અંજીર અથવા અન્ય હાઇડ્રેટિંગ ફળો ખાવા એ વધુ સારો વિકલ્પ હોઈ શકે છે. જો કે, જો તમે સૂકા અંજીર ખાતા હોવ તો મર્યાદિત માત્રામાં જ ખાઓ.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

Next Article