Food: શિયાળામાં ખાઓ આ શાકભાજી, સમગ્ર વર્ષ માટે તમારા શરીરને કરી દેશે તંદુરસ્ત

|

Nov 29, 2021 | 7:21 PM

શિયાળાની ઋતુમાં થોડી બેદરકારી તમને બિમાર કરી શકે છે, તેથી ખોરાકનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. બીજી તરફ કેટલાક ખાસ શાકભાજી ખાવાથી તમને સમગ્ર વર્ષ માટે સારુ સ્વાસ્થ્ય મળી રહે છે. તમારી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

1 / 5
ઝાલર પાપડીઃ હાયસિન્થ બીન્સ જે ગુજરાતમાં ઝાલર પાપડીથી ઓળખાય છે. શિયાળા દરમિયાન હાયસિન્થ બીન્સ લોકો ખાય છે. ઝાલર પાપડીમાં ભરપુર પ્રમાણમાં પોષક તત્વો રહેલા હોય છે.

2 / 5
શક્કરિયાઃ શક્કરિયા ખૂબ જ સ્વાદિષ્ટ ખોરાક છે. શક્કરિયામાં ફાયબર અને કાર્બોહાઈડ્રેટ ભરપૂર માત્રામાં હોય છે. શક્કરિયા ખાવાથી લોહી વધે છે, શરીર પણ જાડું થાય છે.

3 / 5
આમળાઃ આમળાનું સેવન શિયાળા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તે રોગપ્રતિકારક શક્તિ, વાળ અને ત્વચાને વધારવા માટે ફાયદાકારક છે. તેનો ઉપયોગ અથાણાં અને મુરબ્બો બનાવવા માટે થાય છે.

4 / 5
પાલક ખાવાથી હિમોગ્લોબીન વધે છે. લોહીની ઊણપ હોય તે વ્યક્તિઓને પાલક ખાવાથી ખૂબ ફાયદો થાય છે. ગર્ભવતી સ્ત્રીઓમાં ફોલિક એસિડની ઊણપ દૂર કરવા માટે પાલકનું સેવન લાભદાયક હોય છે. પાલકમાં રહેલું કેલ્શિયમ બાળકો, વૃદ્ધાઓ, ગર્ભવતી સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓ માટે બહુ ફાયદાકારક હોય છે.

5 / 5
લીલું લસણ વ્યક્તિના શરીરમાં વિટામિન સી, મેટાબોલિઝમ અને આયર્નને વધારવામાં મદદ કરે છે. લીલા લસણમાં જે પ્રોટીન ફેરોપોર્ટિન કોશિકા હોય છે તેમાં આયર્ન સંગ્રહિત હોય છે. જેનું સેવન કરવાથી શરીરમાં આયર્ન વધે છે. લીલા લસણમાં જે પોલીસલ્ફાઈડ હોય છે તે હૃદયની બીમારીથી બચાવે છે.

Published On - 7:21 pm, Mon, 29 November 21

Next Photo Gallery