શું તમે Black Rice ના આ અમૂલ્ય ફાયદાઓ વિશે જાણો છો? PM મોદી પણ કરી ચૂક્યા છે આ ચોખાનો ઉલ્લેખ

|

Jul 19, 2021 | 8:30 AM

નિષ્ણાતો માને છે કે કાળા ચોખા (Black Rice) આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ ફાયદાકારક છે અને ઘણા રોગો સામે રક્ષણ આપે છે. ચાલો જાણીએ કાળા ચોખાના ઔષધીય ગુણધર્મો વિશે.

શું તમે Black Rice ના આ અમૂલ્ય ફાયદાઓ વિશે જાણો છો? PM મોદી પણ કરી ચૂક્યા છે આ ચોખાનો ઉલ્લેખ
Do you know about these invaluable benefits of Black Rice

Follow us on

તમે ઘણાં સફેદ અને ભૂરા ચોખા ખાધા જ હશે, પરંતુ શું તમે ક્યારેય કાળા ચોખા વિશે સાંભળ્યું? કાળા ચોખા એટલે કે બ્લેક રાઈસનો (Black Rice) ઉલ્લેખ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) પણ ગયા વર્ષે કર્યો હતો. તેમના સંસદીય મત વિસ્તાર વારાણસીમાં ભાષણ દરમિયાન PM એ ચાંદૌલીના કાળા ચોખાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે બ્લેક રાઈસને ખેડૂતો માટે નફાની દ્રષ્ટીએ ફાયદાકારક ગણાવ્યા હતા. પરંતુ કાળા ચોખા ફક્ત ખેડૂતોના નફા માટે જ નહીં, પરંતુ સામાન્ય લોકોના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. ચાલો તેના ફાયદાઓ વિશે જાણો.

આ પ્રકારના ચોખાનો રંગ વિશિષ્ટ પ્રકારનાં તત્વ એન્થેસાયનિનને કારણે કાળો હોય છે. નિષ્ણાતોના મતે આ ચોખા ઔષધીય ગુણથી ભરપુર હોય છે. એન્ટીઓકિસડન્ટોથી ભરપુર કાળા ચોખામાં વિટામિન ઇ, ફાઇબર અને પ્રોટીન પણ ભરપુર માત્રામાં જોવા મળે છે. તેનું સેવન કરવાથી લોહી શુદ્ધ થાય છે અને તે જ સમયે તે ચરબી ઓછી કરીને વજન ઘટાડવામાં મદદગાર બને છે. એટલું જ નહીં આ ચોખા પાચનની શક્તિમાં પણ વધારો કરે છે.

હાર્ટ એટેકનું જોખમ ઘટાડે છે

અવાર-નવાર થઈ જતી કબજિયાતની સમસ્યાથી મળશે છુટકારો, કરી લો બસ આટલું
તારક મહેતાના ટપ્પુએ ચાહકોની આપ્યા ગુડન્યુઝ, જાણો શું છે
ધોરણ -12 પછી આ ફિલ્ડમાં બનાવી શકો છો ઉજ્જવળ કારકિર્દી
ઓટોમેટિક કારના ફાયદા વધારે કે ગેરફાયદા? જાણો ગણિત
આજનું રાશિફળ તારીખ 09-05-2024
પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી

કાળા ચોખા શરીરના ખરાબ કોલેસ્ટ્રોલને પણ ઘટાડે છે જે હૃદય માટે સારું માનવામાં આવે છે. તેનાથી હાર્ટ એટેક આવવાનું જોખમ ઓછું થાય છે. એન્ટીઓકિસડન્ટોથી ભરપૂર હોવાથી, તે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તે જ સમયે, તે શરીરના ઝેરી તત્વોને પણ દૂર કરે છે. ઉપરાંત ત્વચાને ચમકદાર બનાવે છે અને આંખો માટે પણ ફાયદાકારક છે. ડાયાબિટીસ અને સંધિવાવાળા દર્દીઓના સ્વાસ્થ્ય માટે પણ કાળા ચોખા સારા માનવામાં આવે છે.

300-350 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાય છે

જો નિષ્ણાંતોની વાત માનીએ તો આ ચોખાની ખેતી મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લા ઉપરાંત યુપીના મિર્ઝાપુર અને ચાંદૌલીમાં થાય છે. તેની ખેતીમાં સામાન્ય ચોખા કરતા ઓછા પાણીની જરૂર પડે છે. તેની માંગ તામિલનાડુ, બિહાર, રાજસ્થાન, મુંબઇ, હરિયાણા અને વિદેશ સહિત અનેક ભાગોમાં વધી રહી છે. આ ચોખા લગભગ 300 થી 350 રૂપિયા પ્રતિ કિલો વેચાય છે.

 

આ પણ વાંચો: Health Tips: સવારે ઉઠતા વેત તમે પણ નથી કરતાને આ ભૂલો? આ આદતો સ્વાસ્થ્ય માટે છે હાનીકારક

આ પણ વાંચો: Mud Bath: તો આ છે બબીતાની સુંદરતાનું રહસ્ય! જાણો નેચરોપથીમાં ‘કાદવ સ્નાન’ના કેટલા છે ફાયદા

(નોંધ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો.)

Published On - 1:35 pm, Sat, 17 July 21

Next Article