Mango Seeds: કેરી ખાઈ ગોટલી ફેંકી ના દેતા ! વાળ વધારવા અને મજબૂત બનાવવાનો છે રામબાણ ઈલાજ

કેરીના ગોટલીના ઘણા સ્વાસ્થ્યવર્ધક ફાયદા છે. કેરીની જેમ, તેની ગોટલી પણ ઘણા ફાયદો ધરાવે છે. ખાસ કરીને વાળ અને ત્વચા એટલે કે સુંદરતા માટે, તે ખરેખર અજાયબીઓ કરી શકે છે. જો તમારા મનમાં આ પ્રશ્ન આવી રહ્યો છે, તો કેવી રીતે? તો ચાલો જાણીએ

Mango Seeds: કેરી ખાઈ ગોટલી ફેંકી ના દેતા ! વાળ વધારવા અને મજબૂત બનાવવાનો છે રામબાણ ઈલાજ
Mango seeds home remedies for hair
| Updated on: May 29, 2025 | 4:57 PM

મોટાભાગના લોકો કેરીના ખાધા પછી તેનો ગોટલી ફેંકી દેતા હોય છે. જોકે, તેને ક્યારેય ફેંકી દેવો ના જોઈએ. કારણ કે તે કેરીના ગોટલીના ઘણા સ્વાસ્થ્યવર્ધક ફાયદા છે. કેરીની જેમ, તેનો ગોટલી પણ ઘણા ફાયદા ધરાવે છે. ખાસ કરીને વાળ અને ત્વચા એટલે કે સુંદરતા માટે, તે ખરેખર અજાયબીઓ કરી શકે છે. જો તમારા મનમાં આ પ્રશ્ન આવી રહ્યો છે, તો કેવી રીતે? તો ચાલો જાણીએ

કેરીની ગોટલી તમારા વાળને બનાવી દેશે મજબૂત

કેરીની ગોટલી વાળને મજબૂત બનાવવાની સાથે તે વાળમાંથી ખોડો દૂર કરે છે અને વાળને તૂટતા પણ અટકાવે છે આ સાથે તમારા વાલ વધારે કાળા અને ચમકદાર બને છે. આ માટે તમારે કઈ ખાસ કરવાનું નથી.

બસ આટલું કરી લો

કેરી ખાઈને તેના ગોટલાને ફેંકી દેવાને બદલે તેને તોડીને તેની અંદર રહેલી ગોટલીને બહાર કાઢી લો. હવે આ ગોટલીને સુકવીને પાઉડર બનાવી લો. હવે બસ તમારે આ પાઉડરમાં 2 ચમચી દહીં ઉમેરીને તેને વાળમાં લગાવો, બસ આટલુ કરતા તમાળા વાળની તમામ સમસ્યાઓ દૂર થઈ જશે. તમને જણાવી દઈએ કે આ ગોટલીમાં ફેટી એસિડ, ખનિજો અને વિટામિન્સથી ભરપૂર હોઈ છે. તેનો ઉપયોગ સ્વસ્થ વાળના વિકાસને પ્રોત્સાહન આપે છે તેમજ વાળને મજબૂત બનાવે છે.

તે ખોડાની સમસ્યામાં પણ ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. અસરકારક પરિણામો માટે, તમે કેરીના બીજને તેલ સાથે ભેળવીને તેનો ઉપયોગ કરી શકો છો.

દરેક માણસની અલગ – અલગ જીવન જીવવાની રીત હોય છે. જેને આપણે સામાન્ય રીતે જીવન શૈલી તરીકે ઓળખીએ છીએ. જીવન શૈલીના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

Published On - 4:56 pm, Thu, 29 May 25