Rajiv Dixit Health Tips: ભૂલથી પણ લેટ્રીનને રોકશો નહીં, આવશે ગંભીર પરિણામો, રાજીવ દીક્ષિતે જણાવ્યા દિવસમાં કેટલીવાર લેટ્રીન જવું સામાન્ય બાબત, જુઓ Video

|

Jul 27, 2023 | 7:00 AM

આપણી સાથે એવું બને છે કે જ્યારે આપણે પેશાબ કરીએ છીએ કે લેટ્રીનની ઈચ્છા થાય છે ત્યારે આપણે તેને રોકી દઈએ છીએ. આજે આપણે લેટ્રીન બંધ થવાથી શરીર પર થતી અસરો વિશે વાત કરીશું

Rajiv Dixit Health Tips: ભૂલથી પણ લેટ્રીનને રોકશો નહીં, આવશે ગંભીર પરિણામો, રાજીવ દીક્ષિતે જણાવ્યા દિવસમાં કેટલીવાર લેટ્રીન જવું સામાન્ય બાબત, જુઓ Video

Follow us on

Ahmedabad: રાજીવ દીક્ષિતને આયુર્વેદના રાજા કહેવામાં આવે છે, તેમના દ્વારા જણાવવામાં આવેલા આયુર્વેદિક ઉપચાર આજે પણ લોકોને દરેક બીમારીના ઘરેલું ઉપચાર જણાવે છે. આ પોસ્ટમાં આપણે આપણા શરીરમાં રહેલા વેગ (ક્રિયાઓ) વિશે વાત કરીશું. આપણી સાથે એવું બને છે કે જ્યારે આપણે પેશાબ કરીએ છીએ કે લેટ્રીનની ઈચ્છા થાય છે ત્યારે આપણે તેને રોકી દઈએ છીએ. આજે આપણે લેટ્રીન બંધ થવાથી શરીર પર થતી અસરો વિશે વાત કરીશું અને આજે તમને રાજીવ દીક્ષિતે દ્વારા લેટ્રીન વિશે જણાવેલી માહિતી આપીશું.

આ પણ વાંચો: Rajiv Dixit Health Tips: આયુર્વેદ નિષ્ણાત મહર્ષિ વાગભટ્ટના 5 સૂત્ર તમારું જીવન બદલી નાખશે, તમે ક્યારેય બીમાર નહીં પડો, જુઓ Video

રાજીવ દીક્ષિત કહે છે કે ક્યારેય લેટ્રીન બંધ ન કરો કે તેને જવામાં કોઈ વાર લગાવશો નહીં, આ એ વેગ છે તેને ક્યારેય રોકવાનો પ્રયાસ કરશો નહીં. જ્યારે પણ તમને લાગે કે શરીર સિગ્નલ આપી રહ્યું છે કે લેટ્રીન આવવાનું છે, ત્યારે તરત જ તે વેગ દૂર કરો.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

દરેક જગ્યાએ લેટ્રીનની સુવિધા હોય છે

લેટ્રીનનો વેગ ક્યારેય બંધ ન થવો જોઈએ. જો તમને લેટ્રીન જવાનું મન થાય તો તરત જ જાઓ. તેના વિશે વધુ વિચારવાની જરૂર નથી. આજકાલ, લગભગ દરેક જગ્યાએ વ્યવસ્થા કરવામાં આવે છે, જેમ કે ટ્રેનમાં દરેક જગ્યાએ શૌચાલય હોય છે, વિમાનમાં દરેક જગ્યાએ શૌચાલય હોય છે અને તમારા ઘરમાં અથવા તે દરેક જગ્યાએ જ્યા તમે જાઓ છો, તે દરેક જગ્યાએ લેટ્રીનની સુવીધા હોય જ છે. આજકાલ રસ્તાઓ પર પણ સરકારે ઘણી જગ્યાઓ બનાવી છે. લેટ્રીનને રોકવાનો પ્રયાસ ન કરો, જો તમારૂ શરીર તમને કહે તો ચોક્કસ જાઓ.

જો તમે વારંવાર લેટ્રીન જાઓ છો

જો તમે દિવસમાં 2 વખત લેટ્રીન કરવા જતા હોવ તો તે સામાન્ય છે. તે તમારા શરીર અનુસાર સવાર હોય કે સાંજ, સવાર કે બપોર હોઈ શકે છે, ઘણા લોકો સવારમાં બે વાર હોઈ શકે છે. તેથી રાજીવ દીક્ષિત કહે છે કે બે વાર સુધી લેટ્રીન સામાન્ય છે. જો તમે ત્રણ વખત અગર જાવ છો તો તે થોડું અસામાન્ય છે અને 3 પછી તમારે ન જવું જોઈએ. જો તમે 3થી વધુ વખત જતા હોવ, તો તમને કોઈ રોગ છે, તો નિષ્ણાતની સલાહ લો અને તેનો ઇલાજ કરો.

 

 

રાજીવ દીક્ષિતે ઘણા વેગ ન રોકવાની સલાહ આપી છે, જેમ કે લેટ્રીનના વેગને રોકવો જોઈએ નહીં, પેશાબને રોકવો જોઈએ નહીં, હસવું આવે તો રોકશો નહીં, તરસ લાગે તો ક્યારેય રોકશો નહીં, પાણી ચોક્કસ પીવો, આવા લગભગ 14 વેગ છે, જેને ક્યારેય ન રોકવા જોઈએ.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article