Weight Loss : વજન ઘટાડવું છે ? આ ચાર પાવડરનું સેવન કરશો તો થશે ફાયદો

|

Jul 12, 2022 | 2:31 PM

વજન વધ્યા પછી, લોકો તેને ઘટાડવાની રીતો શોધે છે, જેથી તેઓ ઓછા પ્રયત્નો અને ઓછા સમયમાં ઝડપથી વજન ઘટાડી શકે. અમે અહીં તમને કેટલીક સરળ ટિપ્સ જણાવીશું જે તમને વજન ઘટાડવા મદદ કરશે.

Weight Loss : વજન ઘટાડવું છે ? આ ચાર પાવડરનું સેવન કરશો તો થશે ફાયદો
Weight Loss tips

Follow us on

બગડેલી લાઈફસ્ટાઈલ અને બીઝી શિડ્યુલને કારણે ઘણા લોકો સ્થૂળતા (Weight gain) નો શિકાર બને છે, આ સ્થૂળતા શરીરમાં અન્ય અનેક પ્રકારની આરોગ્ય લક્ષી સમસ્યાઓનું કારણ બની શકે છે. તમને જણાવી દઈએ કે હૃદય રોગ, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને થાઈરોઈડ (Thyroid) જેવી સમસ્યાઓ ગંભીર બની જાય છે.

વજન વધ્યા પછી, લોકો તેને ઘટાડવાની રીતો શોધે છે, જેથી તેઓ ઓછા પ્રયત્નો અને ઓછા સમયમાં ઝડપથી વજન ઘટાડી શકે. અમે અહીં તમને કેટલીક સરળ ટિપ્સ જણાવીશું જે તમને વજન ઘટાડવા મદદ કરશે. આ ચાર પાઉડરના ઉપયોગથી વજન ઓછું કરવામાં તમને મદદ મળશે.

ત્રિફળા પાવડર

ત્રિફળાને પાચન તંત્ર અને ચયાપચય સંબંધિત સમસ્યાઓથી રાહત આપવા માટે આયુર્વેદિક સૂત્ર માનવામાં આવે છે. ત્રિફળાના પાઉડરને દરરોજ સવારે પાણીમાં ઉકાળીને પીવાથી પાચન શક્તિ તો વધે છે અને તે શરીરને ડિટોક્સ કરવાનું પણ કામ કરે છે. સારા રિઝલ્ટ માટે, આ પીણું રાત્રે સૂતા પહેલા પણ પીવું જોઈએ.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

વરીયાળી

2 ચમચી વરિયાળીને એક ગ્લાસ પાણીમાં 10 મિનિટ સુધી ઉકાળો. ત્યાર બાદ તેને ગેસ પરથી ઉતારી લો અને ગાળી લો. પછી આ પીણું ગરમાગરમ પીઓ.

મેથી પાવડર

મેથીના દાણાનું સેવન મેટાબોલિઝમ વધારવા માટે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. મેથીનું સેવન વજન ઘટાડવા માટે ઘણી રીતે કરી શકાય છે. આવી જ એક રીત છે મેથીના દાણાનો પાવડર બનાવીને તેનું સેવન કરો. એક ગ્લાસ પાણી ઉકાળો અને પછી તેમાં એક કે બે ચમચી મેથીનો પાવડર ઉમેરો. પછી તેને ચાની જેમ ચૂસકી સાથે પીવો.

સૂકા આદુનો પાઉડર

સૂકા આદુનો પાઉડર વજન ઘટાડવા માટે એક ઉત્તમ રેસીપી છે. તેનું સેવન ચરબી બર્ન કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે, જે વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. દરરોજ સવારે સૂકા આદુના પાઉડરને ગરમ પાણીમાં ભેળવીને પીવો. તેનાથી શરીરનો મેટાબોલિક રેટ વધશે અને વજન ઘટાડવામાં મદદ મળશે.

Next Article