મેગ્નેશિયમથી ભરપૂર આ ફૂડ્સને કરો ડાયટમાં સામેલ, ઘણીબધી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્ચાથી રહેશો દૂર

|

Oct 04, 2022 | 5:45 PM

મેગ્નેશિયમ (Magnesium) અન્ય પોષક તત્વોની જેમ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. જો શરીરમાં મેગ્નેશિયમની ઉણપ છે, તો તમે મેગ્નેશિયમથી ભરપૂર ઘણા પ્રકારના ફુડ્સને ડાયટમાં સામેલ કરી શકો છો.

મેગ્નેશિયમથી ભરપૂર આ ફૂડ્સને કરો ડાયટમાં સામેલ, ઘણીબધી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્ચાથી રહેશો દૂર
Magnesium Rich Foods

Follow us on

હેલ્ધી રહેવા માટે પોષક તત્વોથી ભરપૂર ફુડ્સનું સેવન કરવું હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે. આમાં મેગ્નેશિયમનો (Magnesium) પણ સમાવેશ થાય છે. તે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. મેગ્નેશિયમથી ભરપૂર ખોરાક ખાવાથી માંસપેશિયોઓ યોગ્ય રીતે કામ કરે છે. શરીરમાં મેગ્નેશિયમની ઉણપને કારણે થાક, નબળાઈ, ઉલ્ટી અને માંસપેશિયોમાં ખેંચાણ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી પરિસ્થિતિમાં તમે મેગ્નેશિયમથી ભરપૂર ઘણા પ્રકારના હેલ્ધી ફુડ્સને (Healthy Foods) ડાયટમાં સામેલ કરી શકો છો. આ ખોરાક મેગ્નેશિયમની ઉણપને દૂર કરવામાં કામ કરશે. આવો જાણીએ ક્યા છે આ ફૂડ્સ.

ડાર્ક ચોકલેટ

એક અભ્યાસ મુજબ ડાર્ક ચોકલેટ મેગ્નેશિયમનો એક ઉત્તમ સ્ત્રોત છે. તેમાં આયર્ન, કોપર, મેંગેનીઝ અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. તેમાં પ્રીબાયોટિક ફાઈબર હોય છે. તે આંતરડાને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. તેનું સેવન મર્યાદિત માત્રામાં જ કરવું જોઈએ.

સૂકા મેવો

સૂકો મેવો ખૂબ જ ફાયદાકારક છે. તેઓ ખૂબ જ પૌષ્ટિક હોય છે. બદામ અને કાજુ જેવા નટ્સમાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ હોય છે. તેનું સેવન તમે સ્મૂધી અથવા ડેઝર્ટમાં ગાર્નિશ તરીકે કરી શકો છો. તમે તેમને નાસ્તામાં પણ ખાઈ શકો છો. નટ્સમાં ફાઈબર અને મોનોઅનસેચ્યુરેટેડ ફેટ હોય છે. તેઓ બ્લડ સુગર લેવલ અને કોલેસ્ટ્રોલ લેવલને જાળવવામાં મદદ કરે છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

બીજ

ચિયા અને કોળાના બીજ પોષક તત્વોથી ભરપૂર હોય છે. આ બીજ મેગ્નેશિયમથી ભરપૂર હોય છે. તેઓ શરીરને ફ્રી રેડિકલ્સના નુકસાનથી બચાવવા માટે કામ કરે છે. આ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. આ બીજમાં આયર્ન, ફાઈબર અને ઓમેગા-3 ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે.

કેળા

કેળામાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. એક અભ્યાસ મુજબ પોટેશિયમ બ્લડ પ્રેશરના લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તે હૃદય રોગના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. પોટેશિયમ સિવાય કેળામાં મેગ્નેશિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે.

લીલા પાંદડાવાળી શાકભાજી

લીલા પાંદડાવાળી શાકભાજીમાં કેલરી ખૂબ જ ઓછી હોય છે. તેમાં ઘણા બધા પોષક તત્વો હોય છે. તેઓ હૃદય રોગ અને ડાયાબિટીસ જેવી સમસ્યાઓથી છુટકારો મેળવવાનું કામ કરે છે. લીલા પાંદડાવાળી શાકભાજી જેવી કેળ, પાલક અને શલગમ વગેરેમાં મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેઓ આયર્ન, મેંગેનીઝ અને વિટામિનનો ઉત્તમ સ્ત્રોત છે.

(નોંધ : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

Next Article