માસિકધર્મને (Periods) લઈને દેશમાં ઘણી માન્યતાઓ અને ભ્રમ છે. જેમ કે માસિકધર્મમાં રહેલી મહિલાઓ (Women) ક્યાય અડી શકે નહીં. કે પછી કોઈ જગ્યાએ જઈ શકે નહીં. આવી જ રીતે કોરોનાને (Corona) લઈને પણ ઘણા ભ્રમ જોવા મળે છે. કોરોના સાથે સાથે કોરોના વેક્સિનને (Corona Vaccine) લઈને પણ ઘણી માન્યતા અને ભ્રમ જોવા મળી રહ્યા છે. ઘણી તો એવી અફવાઓ ફેલાઈ છે જેના પર વિશ્વાસ થઇ તો જાય પરંતુ તે સત્ય ના પણ હોય. આવી જ એક વાત છે જેમાં કહેવામાં આવે છે કે માસિકધર્મના સમયે મહિલાઓએ વેક્સિન ના લેવી જોઈએ. આ કહેવા પાછળ ઘણી વાર એમ પણ કારણ અપાય છે કે વેક્સિન લીધા બાદ તાવ આવે છે. અને માસિકધર્મ દરમિયાન શરીર પર વધુ અસર થાય છે. અને ઘણા લોકો તેને જૂની માન્યતાઓ સાથે પણ જોડે છે. પરંતુ માસિકધર્મને લઈને ફેલાવવામાં આવેલી આ વાતમાં કેટલું સત્ય છે?
લોકો દ્વારા ફેલાવવામાં આવતા આ ભ્રમ અને માન્યતાને લઈને એક વિડીયો જાહેર કરવામાં આવ્યો છે. આ વિડીયો ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. જેમાં AIIMS, ગોરખપુર ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, ડો.સુરેખા કિશોર આ પ્રશ્નનો જવાબ આપી રહ્યા છે. ચાલો જાણીએ પ્રશ્નના જવાબ વિશે.
શું મહિલાઓ માસિકધર્મ દરમિયાન કોરોના વેક્સિન લઇ શકે છે?
ડો.સુરેખા કિશોર કહે છે કે, ‘હા, માસિકધર્મ સમયે પણ મહિલાઓ કોરોના વેક્સિન લઇ શકે છે. આપણા દેશમાં ઘણા પ્રકારના ભ્રમ છે. જેમાં માસિકધર્મને લઈને ઘણા ભ્રમ અને માન્યતાઓ છે જેમાં કહેવામાં આવે છે કે મહિલાઓએ ઘણા પ્રકારે રોકવામાં આવે છે. જેમ કે ઘણી દવા લેવામાં, મંદિર જવામાં અને આ રીતે ઘણા બધા ભ્રમ છે. પરંતુ હું તમને કહેવા માંગું છું કે માસિક ધર્મને લઈને મહિલાઓ પોતાની રસી જરૂર લઇ શકે છે. અને આ ભ્રમથી બહાર નીકળો. અમે તમને જાણકારી આપવા માંગીએ છીએ કે માસિક ધર્મ અને વેક્સિનને કંઈ સીધો સંબંધ નથી.’
ડોકટરે કહ્યું કે, ‘જો કોઈ મહિલા માસિકધર્મ સમયે કોરોના વેક્સિન લે છે, તો તેનો કોઈ પણ પ્રકારનો સીધો પ્રભાવ તને માસિકધર્મ પર, કે તેના સ્વાસ્થ્ય પર નથી પડતો. આ માત્ર એક ભ્રમ છે. જેને આપણે દૂર કરવાનો છે. તેના માટે આપણે ધ્યાન રાખવું પડશે કે, મહિલાને માસિકધર્મ હોય, કે પછી અન્ય સમય દરમિયાન પણ તેઓ વેકિસન લઇ શકે છે. એટલે ભ્રમથી દૂર રહો અને તેનાથી બચો.’
પ્રજનનક્ષમતા પર કોઈ અસર થશે નહીં
આ સિવાય અન્ય અહેવાલો અને રિસર્ચ પરથી તમને માહિતી આપીએ તો ઘણા લોકો રસી લેવામાં અચકાતા હોય છે. કારણ કે તેમને લાગે છે કે આ રસી પુરુષો અને સ્ત્રીઓ બંનેની પ્રજનન ક્ષમતા પર નકારાત્મક અસર કરી શકે છે. કેટલાક એવું પણ માને છે કે રસી એજન્ટો પ્લેસેન્ટામાં હાજર પ્રોટીનને નુકસાન પહોંચાડે છે, જે પ્રજનનક્ષમતાને અસર કરે છે. આ સંપૂર્ણ જુઠ્ઠાણું છે. કેવા પ્રકારની હાનિકારક વસ્તુ રસીમાં નથી. આ બાબતોની ક્યાંય પુષ્ટિ નથી. મહિલાઓ રસી લીધા પછી પણ માતા બની શકે છે અને તે સંપૂર્ણપણે સુરક્ષિત છે.
શું મહિલાઓને વધુ આડઅસરો દેખાય છે?
રસીકરણ પછી નાની આડઅસરો થવી સામાન્ય છે. પરંતુ તેની ચિંતા કરવાની જરૂર નથી. કેટલીક મહિલાઓ હોર્મોન્સને કારણે આડઅસરો અનુભવી શકે છે. પરંતુ આ જરૂરી નથી. કોરોનાવાયરસથી બચવા માટે, રસી લાગુ કર્યા પછી પણ સાવચેતી રાખો, જેમ કે માસ્ક પહેરવા, સાબુ અથવા હેન્ડ સેનિટાઇઝરથી વારંવાર હાથ ધોવા વગેરે. તમારા આહારમાં રોગપ્રતિકારક શક્તિ વધારનારા ખોરાકનો સમાવેશ કરો.
આ પણ વાંચો: કોરોના જ્ઞાનશાળા: શું મહિલાઓને કોરોના થવાનું જોખમ પુરુષો કરતાં વધુ? જાણો શું કહે છે નિષ્ણાત
આ પણ વાંચો: કોરોના જ્ઞાનશાળા: ડાયાબિટીસથી પીડિત 40 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં કોવિડ -19 નું જોખમ બાળકો કરતા વધારે?
Published On - 10:22 pm, Sun, 3 October 21