કોરોનાના આ સમયમાં ઈમ્યુનીટી પણ એક ચિંતાજનક બાબત થઇ ગઈ છે. ઈમ્યુનીટી વધારવા માટે લોકો અવનવા ઉપાય કરવા લાગ્યા છે. ઈમ્યુનીટી વધારવાને લઈને ઘણા લેખ અને સમાચાર પણ લોકો સમક્ષ આવી રહ્યા છે. આવામાં યોગ્ય ઈમ્યુનીટી જાળવવા માટે શું કરવું અને શું ના કરવું તેને લઈને લોકો કન્ફયુઝ થઇ રહ્યા છે.
ખાસ કરીને જ્યારે ત્રીજી લહેરની વાત છે તો તેની સંભાવના હજુ જતાવવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં બાળકોને લઈને સૌ કોઈ ચિંતામાં છે. બાળકોમાં ઈમ્યુનીટી કઈ રીતે જાળવવી તે પ્રશ્ન અનેક લોકોના મનમાં થાય છે. ચાલો જાણીએ આજના પ્રશ્નનો જવાબ. અને આજનો પ્રશ્ન છે,
આ પ્રશ્નનો જવાબ વિડીયોમાં ડો.પ્રવીણ કુમાર આપી રહ્યા છે. જેઓ નવી દિલ્હીમાં બાળરોગ વિભાગ, લેડી હાર્ડીન્જ મેડિકલ કોલેજ અને સંલગ્ન કલાવતી સરન ચિલ્ડ્રન્સ હોસ્પિટલના ડિરેક્ટર – પ્રોફેસર છે. તેઓ કહે છે, ‘પુરતા પ્રમાણમાં સ્વસ્થ અને વિવિધ આહાર જ બેસ્ટ ઈમ્યુનીટી બૂસ્ટર છે. જ્યાર આપણે આપણા ભોજનમાં વિવિધતા રાખીએ છીએ ત્યારે તે આપણી દરેક આવશ્યકતાઓ પૂરી કરે છે. અને જે સપ્લીમેન્ટ્સની વાત કરીએ, જેમ કે માઇક્રો ન્યુટ્રીયન્ટ કે કોઈ પણ સપ્લીમેન્ટ્સની જરૂર ત્યારે પડે છે જ્યારે તેની ઉણપ હોય છે.’
ડોટર આ વિશે આગળ જણાવે છે કે ‘કોવિડના સંદર્ભમાં જો ઈમ્યુનીટી બૂસ્ટરની વાત કરીએ તો બહારથી લેવામાં આવતા સપ્લીમેન્ટ્સનો કોઈ મોટો રોલ નથી. બાળકો માટે જો ઈમ્યુનીટી બૂસ્ટર વધારવા માટે અમારી સલાહ છે યોગ્ય ખોરાક, ઉંમર પ્રમાણે યોગ્ય માત્રામાં આપવું. ઉપરાંત આહારમાં વિવિધતા જાળવવી. ખોરાકમાં વિવિધતાનો અર્થ છે કે કઠોળ, લીલા શાકભાજી અને મોસમી ફળો છે તેનું સેવન કરો. તેનાથી તમારા શરીરને દરેક માઇક્રો ન્યુટ્રીયન્ટ અને ઈમ્યુનીટી બૂસ્ટરની પ્રાપ્તિ થશે.’
આ પણ વાંચો: કોરોના જ્ઞાનશાળા: ડેલ્ટા વેરિઅન્ટની અસર ઘટાડવા માટે બૂસ્ટર ડોઝની આવશ્યકતા કેટલી?
આ પણ વાંચો: કોરોના જ્ઞાનશાળા: શું કોરોનાથી સાજા થયા બાદ પણ વેક્સિન લેવી છે જરૂરી? જાણો વિગત સાથે કારણ