અભિનેત્રી સારા અલી ખાન(Sara Ali Khan ) તેના દિવસની શરૂઆત નારિયેળ(Coconut ) પાણીથી કરે છે. લોકો ઘણીવાર નારિયેળ પાણી પીવાના સ્વાસ્થ્ય(Health ) લાભ વિશે ચર્ચા કરે છે. નારિયેળ પાણી ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. એટલા માટે સારા અલી ખાન પણ ભૂલ્યા વગર નારિયેળ પાણી પીવે છે અને તેને પીવાની સલાહ પણ આપે છે.
સારા અલી ખાન પોતાની ફિટનેસનું ધ્યાન રાખવા માટે નારિયેળ પાણીનો સહારો લે છે. પરંતુ, આ હેલ્ધી ડ્રિંક તમારા માટે ઘણી રીતે ફાયદાકારક પણ સાબિત થઈ શકે છે. વાસ્તવમાં, નાળિયેર પાણી કુદરતી હોવાને કારણે તમામ ઉંમરના અને લગભગ તમામ પ્રકારના રોગોના દર્દીઓ દ્વારા વપરાશ માટે સલામત માનવામાં આવે છે. તેથી જ, આહારશાસ્ત્રીઓ અને ન્યુટ્રિશનિસ્ટ્સ વારંવાર તેને પીવાની સલાહ આપતા હોય છે.
નારિયેળ પાણી તમારા શરીરને તરત જ હાઇડ્રેટ કરે છે અને એનર્જી આપે છે. નારિયેળ પાણી એ ઓછી કેલરીવાળું પીણું છે જે મિનરલ્સથી ભરપૂર છે. ડીહાઈડ્રેશનથી બચવા ઉનાળામાં નારિયેળ પાણીનું સેવન વિશેષ ફાયદાકારક માનવામાં આવે છે.
નારિયેળ પાણી પીવાથી હાર્ટ એટેકની શક્યતા ઘટી જાય છે. સાથે જ તેમાં પોટેશિયમની વધુ માત્રા બ્લડપ્રેશરને પણ કંટ્રોલ કરે છે.
નારિયેળ પાણીમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. આ કારણે તે એક હેલ્ધી ડ્રિન્ક છે. આને પીવાથી કિડનીની પથરી ધીમે-ધીમે બહાર આવવા લાગે છે, તે પણ કુદરતી રીતે.
નારિયેળનું પાણી કુદરતી હોવાથી બેક્ટેરિયા મુક્ત છે. એટલા માટે ગર્ભાવસ્થા દરમિયાન નારિયેળ પાણી સારું માનવામાં આવે છે. આની સાથે તે પ્રેગ્નેન્સી દરમિયાન એસિડિટી, હાર્ટબર્ન અને કબજિયાત જેવી સમસ્યાઓમાં રાહત આપે છે.
(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)