સાવધાન! જો તમે પણ વધારે ગુસ્સો કરો છો? તો બની શકો છો આ બિમારીઓનો ભોગ

એક સંશોધન અનુસાર ગુસ્સો અથવા તમારી હતાશા તમારા શરીરની ન્યુરોહોર્મોનલ સિસ્ટમ પર ઘણું દબાણ વધારે છે, જેના કારણે કેટલીક વાર તે વ્યક્તિને ગંભીર સ્થિતીમાં મૂકી શકે છે.

સાવધાન! જો તમે પણ વધારે ગુસ્સો કરો છો? તો બની શકો છો આ બિમારીઓનો ભોગ
Caution If you are too angry You may suffer from these ailments
| Edited By: | Updated on: Dec 27, 2022 | 5:38 PM

આપણે ઘણા લોકોને કહેતા સાંભળ્યું હશે કે ગુસ્સો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ગુસ્સો કરવાથી શરીરને ઘણુ નુકસાન થાય છે. જેના કારણે હ્રદય, મગજ અને પેટને સંબંધીત રોગોનો સામનો કરવો પડે છે. એક સંશોધન અનુસાર ગુસ્સો અથવા તમારી હતાશા તમારા શરીરની ન્યુરોહોર્મોનલ સિસ્ટમ પર ઘણું દબાણ વધારે છે, જેના કારણે કેટલીક વાર તે વ્યક્તિને ગંભીર સ્થિતીમાં મૂકી શકે છે. જો વ્યક્તિ લાંબા સમય સુધી ગુસ્સો કરે છે તો તે માણસને લાંબા ગાળે મૃત્યુ થઈ શકે છે. ગુસ્સો આપણા કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમથી લઈને નર્વસ સિસ્ટમ સુધી દરેક વસ્તુને અસર કરે છે. જેના કારણે આપણે ઘણી વાર ખોટાં નિર્ણયો લઈએ છીએ.

ગુસ્સો શરીરના દરેક અંગને અસર કરે છે

હૃદય પર ગુસ્સોની અસર

નિષ્ણાતો અનુસાર જો વ્યક્તિ વધારે ગુસ્સો કરે છે તો તે વ્યક્તિની ધમનીઓને સાંકડી જોવા મળે છે. જો પહેલાથી જ વ્યક્તિને હાઈ બીપી કે હાઈ કોલેસ્ટ્રોલ જેવા કાર્ડિયોવેસ્ક્યુલર રોગ હોય તો તેવા વ્યક્તિને હાર્ટ એટેક આવવાની સંભાવના વધી શકે છે. નિષ્ણાતો અનુસાર ગુસ્સો વધારે કરવાથી બીપી વધે છે સાથે જ પાચનતંત્રના કોષો રોગપ્રતિકારક તંત્રમાંથી મુક્ત થાય છે. આ તમામ પ્રક્રિયા એક સાથે થવાના કારણે તે ધમનીઓને બ્લોક કરે છે.

ખોટા નિર્ણય લેવા

આપણે બધાએ જ સાંભળ્યુ છે કે ગુસ્સો કરનાર વ્યક્તિના શરીર પર ખરાબ અસર થાય છે. પરંતુ તેનાથી કેટલીક વાર ખોટા નિર્ણયો પણ લેવાય છે. જે આપણા જીવન માટે હાનિકારક સાબિત થાય છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ સાચો નિર્ણય લેવા માટે શાંત મન હોવુ જરુરી છે. ગુસ્સા કરવાથી વ્યક્તિની યાદશક્તિ નબળી પડી શકે છે. કોઈ કાર્યમા ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી.

પેટની સમસ્યામાં વધારો

ગુસ્સાના કારણે પેટની સમસ્યામાં વધારો થાય છે તે જાણીને આશ્ચર્ય લાગે છે, પરંતુ લાગણીઓ અને પેટનો ગાઢ સંબંધ છે. ગુસ્સાના કારણે વ્યક્તિને ગેસ્ટ્રોની સમસ્યા થવાની શક્યતામા વધારો થઈ શકે છે અને તમને ખોરાક પચતો નથી. જેના કારણે કબજિયાત જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે. ગુસ્સા વધુ કરવાના કારણે પેટના સ્નાયુઓ વધુ સક્રિય બને છે. કેટલીકવાર આંતરડા તેમની જગ્યાએથી ખસી જાય છે. તેના કારણે લૂઝ મોશન પણ થઈ શકે છે. ક્યારેક ગુસ્સાના કારણે પેટમાં ખેંચાણ થવાની સંભાવના વધી જાય છે. જેથી તમારાથી શક્ય હોય તેટલું ગુસ્સાથી દૂર રહેવું જોઈએ.

નોંધ: આ લેખ માત્ર જાણકારી માટે છે અને તેને વિવિધ લેખનાં આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ તમામ સાથે Tv9 ગુજરાતી પણ સંમત જ છે તેમ માનવું નહી.