
ભારતમા ત્રણેય ઋતુમા બધા અલગ-અલગ પ્રકારના કપડાં પહેરતા હોય છે. જેમા ઉનાળામા લોકો સુતરાઉ કપડાં પહેરે છે, તો શિયાળામા ગરમીથી બચવા માટે લોકો ઊનના કપડાં પહેરે છે. શિયાળમા લોકો ઠંડીથી બચવા માટે લોકો સ્વેટર પહેરતા હોય છે અને બીજા અનેક ઉપાયો પણ કરતા હોય છે. ભારતના ઘણા રાજ્યોમા ધુમ્મસની સાથે ઠંડી પડતી હોય છે. તેનાથી બચવા માટે લોકો ગરમ ખોરાક ખાતા હોય છે તો કેટલાક લોકો આખા દિવસભર સ્વેટર પહેરીને રાખતા હોય છે. કેટલાક લોકોને વધારે ઠંડી લાગવાના કારણે તે સૂતા સમયે પણ સ્વેટર પહેરી રાખે છે. જો તમે પણ રાત્રે સૂતા સમયે સ્વેટર પહેરીને સૂતા હોય તો તે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેનાથી ત્વચાના અનેક રોગો થવાની સમસ્યા ઉત્પન થઈ શકે છે.
શિયાળામા ઘણા લોકોને ખજવાળ અને ફોલ્લીઓની સમસ્યા જોવા મળે છે. રાત્રે સ્વેટર પહેરીને સૂવાથી ત્વચા સૂકી થઈ જાય છે જેના કારણે શરીર પર ખજવાળ અને ફોલ્લીઓની સમસ્યા જોવા મળે છે. ઠંડા પવનના કારણે ત્વચામા શુષ્કતા વધુ વધે છે જેથી આ સમસ્યામા પણ વધારો જોવા મળે છે. કેટલાક લોકોને ગરમ કપડાંની એલર્જી હોય તો પણ શરીર પર ખજવાળ અને ફોલ્લીઓ થતી હોય છે.
ગરમ કપડા પહેરીને જો તમે સૂવો છો તે તમારા માટે હાનિકારક સાબિત થાય છે . રાત્રે સ્વેટર પહેરીને જો તમે ઊંઘતા હોવ અને ઉપરથી રજાઈ કે ધાબળો ઓઢ્યો હોય ત્યારે તમારા શરીરની ગરમી બહાર નિકળી શકતી નથી તેના કારણે તમને બ્લડ પ્રેશરની તકલીફ થાય છે. જે લોકોડાયાબિટીસ કે બ્લડ પ્રેશરના દર્દી હોય તો તેમને ચક્કર અને નર્વસનેસનો અનુભવ થાય છે.
જે લોકોને હ્રદય રોગથી પીડાતા હોય તેવા લોકોએ રાત્રે સ્વેટર પહેરીને સૂવુ ન જોઈએ. ગરમ કપડામા નાના છીદ્રો હોવાથી તેમાથી શરીરની ગરમી બહાર જઈ શકતી નથી અને ઓકસીજન લેવામા અવરોધાય છે જેના કારણે ગૂંગળામણના કારણે કેટલીક વાર અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે.
ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.