Carom seeds : અજમો છે ભારે ગુણકારી, લાભો જાણીને તમે પણ ડાયટમાં કરશો સામેલ

|

Aug 14, 2021 | 7:01 PM

Carom seeds : આયુર્વેદમાં અજમાની મહત્વની ભૂમિકા છે કારણ કે તે ઘણા રોગોને દૂર કરી શકે છે. ચાલો જાણીએ તેના સ્વાસ્થ્ય લાભો.

Carom seeds : અજમો છે ભારે ગુણકારી, લાભો જાણીને તમે પણ ડાયટમાં કરશો સામેલ
અજમો છે આરોગ્યવર્ધક

Follow us on

ભારતીય ભોજનમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા મસાલામાંથી એક છે અજમો. તેનો ઉપયોગ દાળ, કઢી અને અથાણાંના વઘારમાં થાય છે. આ બીજ તમને પાચન તંત્રને લગતી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરી શકે છે.

અજમાનો ઉપયોગ સુગંધ માટે થાય છે. આયુર્વેદમાં અજમાની ભૂમિકા છે મહત્વની કારણ કે તે ઘણી બિમારીઓને દૂર કરી શકે છે. ચાલો જાણીએ તેના સ્વાસ્થ્ય લાભો.

પાચનમાં રાહત આપે છે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

અજમો આપણા શરીરના પાચન અંગોને જેમ કે પેટ, આંતરડા અને અલ્સરને સાજા કરે છે. અજમાના બીજ ઘણીવાર એસિડિટી, ગેસ અને અપચો જેવી સમસ્યાઓને દુર કરે છે.

પાચનની સમસ્યાઓ દૂર કરવા માટે તમે અડધી ચમચી અજમાના બીજ ચાવીને ખાઈ શકો છો અથવા પાણી સાથે તેનું સેવન કરી શકો છો.

ત્વચા અને વાળ માટે લાભકારી

અજમાના બીજમાં થાઇમોલ હોય છે. તે જંતુઓ સામે લડવામાં મદદ કરે છે. તમે ત્વચાની મામુલી બળતરા દૂર કરવા માટે અજમાનો ઉપયોગ કરી શકો છો. આ બીજને પીસીને તેની પેસ્ટ બનાવીને તમે અસરગ્રસ્ત જગ્યા પર લગાવી શકો છો.

આ બીજને પાણીમાં ભેળવીને પેસ્ટ બનાવો અને તેને ખીલના નિશાન પર ઓછામાં ઓછી 15 મિનિટ સુધી લગાવો અને પછી ધોઈ લો. આમ કરવાથી ખીલની સમસ્યામાં રાહત મળે છે.

અજવાઇનના બીજ વાળના અકાળે સફેદ થતા તેમજ વાળ ખરતા પણ અટકાવે છે. આ માટે બે ચમચી અજમાને આખી રાત પાણીમાં પલાળીને રાખી મુકો અને બીજા દિવસે આ પાણીને ગાળીને ખાલી પેટ પી લો. આમ કરવાથી વાળ સફેદ થવાની સમસ્યાથી છુટકારો મળશે.

અજમાથી મળશે અન્ય પણ આરોગ્યનાં લાભો

અજમામાં ફાઇબરનું પ્રમાણ વધારે છે. તે તમારી ભૂખને નિયંત્રણમાં રાખવામાં મદદ કરી શકે છે. તેમજ  ભોજનમાં અરૂચી જેવી સમસ્યાઓની સારવારમાં પણ મદદ કરી શકે છે. ભોજનમા રૂચી વધારવા માટે અજમાના બીજને પીસીને તેમાં ગરમ ​​ઘી મિક્સ કરીને તમારા ભોજન સાથે ખાવું જોઈએ.

ઉચ્ચ ફાઇબર યુક્ત સામગ્રી આપણા શરીરમાંથી કોલેસ્ટ્રોલને દૂર કરવામાં પણ મદદ કરે છે. તેમાં રહેલા મોનો અને પોલી અનસેચ્યુરેટેડ ફેટ કોલેસ્ટ્રોલનું સ્તર જાળવવામાં મદદ કરે છે.

અજમાના બીજ તમને સંધિવામાં સાંધાની આસપાસ રહેલી લાલાશથી છુટકારો મેળવવામાં મદદ કરી શકે છે કારણ કે તેમાં બળતરા વિરોધી ગુણધર્મો રહેલા છે. તે પીડાને શાંત કરવામાં અને સંધિવામાં  સોજાને ઘટાડવામાં પણ મદદ કરે છે.

અજમાનો ઉપયોગ

અજમો ઘણા પોષક તત્વોથી સમૃદ્ધ છે. તે વાનગીઓની સુગંધ અને સ્વાદ વધારે છે. તમે અજમાનો ઉપયોગ ઘણી રીતે કરી શકો છો. દાળ, કઢીનો વઘાર  કરતી વખતે તમે આખા અજમાના બીજ અથવા તેના પાવડરનો ઉપયોગ કરી શકો છો.

અપચાની સમસ્યા દૂર કરવા માટે જીરાને બદલે અજમાનો ઉપયોગ કરી શકાય છે. તમે તેનો ઉપયોગ માઉથ ફ્રેશનર તરીકે પણ કરી શકો છો.

આ પણ વાંચો :  Health Tips : જામફળ ક્યારે અને કોણે ન ખાવું જોઈએ તે જાણો

Next Article