10 ડ્રાય શેમ્પૂમાંથી 7માં કેન્સર પેદા કરતા રસાયણો, સંશોધનમાં કારણ આવ્યુ સામે

કનેક્ટિકટમાં પ્રયોગશાળા દ્વારા હાથ ધરવામાં આવેલા સંશોધનમાં 148 વિવિધ ઉત્પાદનોના નમૂનાઓની તપાસ કરવામાં આવી હતી, જે દર્શાવે છે કે આ ઉત્પાદનોમાંથી 70 ટકામાં કાર્સિનોજેનિક રસાયણો છે.

10 ડ્રાય શેમ્પૂમાંથી 7માં કેન્સર પેદા કરતા રસાયણો, સંશોધનમાં કારણ આવ્યુ સામે
Cancer-causing chemicals present in 7 out of 10 dry shampoos, research revealed
| Edited By: | Updated on: Nov 03, 2022 | 4:04 PM

તાજેતરમાં, યુનિલિવર યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેસમે અને ડવ ડ્રાય શેમ્પૂ અને અન્ય કેટલાક સમાન ઉત્પાદનો યુએસ બજારોમાંથી પાછા ખેંચી લીધા હતા. તેમાં બેન્ઝીન વધારે હોવાથી કંપનીએ આ નિર્ણય લીધો હતો. જો બેન્ઝીનનું પ્રમાણ નિર્ધારિત ધોરણ કરતાં વધી જાય તો કેન્સરનું જોખમ રહેલું છે. આ જોખમને ધ્યાનમાં રાખીને કંપની દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. પરંતુ બજારમાં મળતા 70 ટકા ડ્રાય શેમ્પૂમાં હજુ પણ કાર્સિનોજેનિક કેમિકલ હોય છે. એક નવા સંશોધનમાં આ ખુલાસો થયો છે.

અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે સ્ટોર્સમાં મળતા 10માંથી 7 ડ્રાય શેમ્પૂમાં કેન્સર પેદા કરતા રસાયણોની માત્રા વધુ હોય છે. ઈંગ્લેન્ડના કનેક્ટિકટમાં એક લેબોરેટરી દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં આ માહિતી સામે આવી છે. લેબએ સીવીએસ, વોલગ્રીન્સ અને એમેઝોન જેવા ઓનલાઈન રિટેલર્સ દ્વારા વેચવામાં આવેલા 148 વિવિધ ઉત્પાદનોમાંથી નમૂનાઓનું પરીક્ષણ કર્યું અને જાણવા મળ્યું કે આ ઉત્પાદનોમાંથી 70 ટકામાં બેન્ઝીન છે, જે બ્લડ કેન્સરનું કારણ બની શકે છે.

શેમ્પૂ ઉત્પાદનો બનાવતી એક કંપનીએ આ સંશોધનના પરિણામોને નકારી કાઢ્યા છે. જેમાં કંપનીએ કહ્યું છે કે તેમની કોઈપણ પ્રોડક્ટમાં બેન્ઝીનનું પ્રમાણ વધારે નથી. તેઓએ તેમના ઉત્પાદનોના વેચાણકર્તાઓ પાસેથી આ વિશે સંપૂર્ણ માહિતી પણ લીધી છે.

FDA ની ખતરનાક સોલવન્ટ્સની યાદીમાં બેન્ઝીન ટોચ પર છે

નિષ્ણાતો કહે છે કે બેન્ઝીન જેવા રસાયણોની વધુ માત્રાથી બનેલી પ્રોડક્ટ સ્વાસ્થ્ય પર વિનાશક અસર કરી શકે છે કારણ કે તેનાથી શરીરના કોષો ખોટી રીતે કામ કરે છે. અમેરિકન કેન્સર સોસાયટી કહે છે કે તેનાથી કેન્સર થવાનું જોખમ વધી જાય છે. બેન્ઝીન એ કાર્બનિક સંયોજનો નામના રસાયણોના વર્ગનું છે, જે હવામાં વિખેરાઈને શરીરમાં પ્રવેશ કરે છે.

બેન્ઝીનની થોડી માત્રાથી પણ ખતરો

એફડીએ કહે છે કે તે ઉત્પાદકોની જવાબદારી છે કે તેઓ તેમના ઉત્પાદનોમાં બેન્ઝીનના સ્તરને મોનિટર કરે. પર્યાવરણીય સુરક્ષા એજન્સી ચેતવણી આપે છે કે માત્ર 0.4ppm બેન્ઝીન તમારા જોખમને વધારે છે, જેના પરિણામે લ્યુકેમિયા એટલે કે બ્લડ કેન્સરનું જોખમ વધી શકે છે. જે લોકો લાંબા સમયથી ડ્રાય શેમ્પૂનો ઉપયોગ કરી રહ્યા છે તે લોકો તેનાથી વધુ જોખમી છે.

Follow Us