Gujarati NewsHealthBroccoli: Consumption of this vegetable juice rich in Vitamin K will give many health benefits to the body.
Broccoli : વિટામિન K થી ભરપૂર આ શાકભાજીના રસનું સેવન શરીરને આપશે ઘણા સ્વાસ્થ્ય લાભો
વજન (Weight ) ઘટાડવા માટે બ્રોકોલીનો રસ પીવો ફાયદાકારક સાબિત થઈ શકે છે. બ્રોકોલીમાં હાજર ડાયેટરી ફાઈબર, વિટામિન સી અને પોટેશિયમ જેવા તત્વો શરીરને અંદરથી મજબૂત બનાવે છે, શરીરના મેટાબોલિક રેટને વધારે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
Broccoli Juice benefit (Symbolic Image )
Follow us on
વિશ્વના (World )સુપરફૂડમાં બ્રોકોલી(Broccoli ) શાકનો સમાવેશ થાય છે. વિટામિન K બ્રોકોલીમાં જોવા મળે છે જે કોષોના વિકાસ માટે ઉપયોગી પ્રોટીનને (Protein )સક્રિય કરે છે. આ સાથે તે પેટ, કિડની અને ફેફસાંને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. વિટામિન K એ હાડકાના વિકાસ અને લોહીના ગંઠાઈ જવાની પ્રક્રિયા માટે આવશ્યક પોષક તત્વ છે, જેનાથી ઈજાને કારણે વધુ પડતા રક્તસ્ત્રાવને અટકાવે છે. વિટામિન K એ બ્રોકોલીનું સૌથી મહત્વપૂર્ણ તત્વ છે, પરંતુ આ સિવાય અન્ય ઘણા મહત્વપૂર્ણ પોષક તત્વો જેમ કે પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ અને વિટામિન-એ બ્રોકોલીમાં જોવા મળે છે. તેથી જ જ્યારે લોકો બ્રોકોલીનું સેવન કરે છે અથવા બ્રોકોલીનો રસ પીવે છે ત્યારે તેઓ આ પોષક તત્વોનો લાભ મેળવી શકે છે. અહીં વાંચો બ્રોકોલીનો રસ પીવાના સ્વાસ્થ્ય લાભો વિશે.
બ્રોકોલીનો રસ પીવાના સ્વાસ્થ્ય લાભો
બ્રોકોલીમાં વિટામિન સીની માત્રા વધુ હોય છે, તેથી બ્રોકોલીનો રસ પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરીરને રોગો અને મોસમી ચેપથી બચાવે છે.
–
વજન ઘટાડવા માટે બ્રોકોલીનો રસ પીવો ફાયદાકારક સાબિત થઈ શકે છે. બ્રોકોલીમાં હાજર ડાયેટરી ફાઈબર, વિટામિન સી અને પોટેશિયમ જેવા તત્વો શરીરને અંદરથી મજબૂત બનાવે છે, શરીરના મેટાબોલિક રેટને વધારે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
–
લીવરને સ્વસ્થ રાખવા માટે બ્રોકોલીનો રસ પીવાની ભલામણ કરવામાં આવે છે. તેમાં હેપેટોપ્રોટેક્ટીવ નામના તત્વો હોય છે જે લીવર માટે ફાયદાકારક છે.
–
બ્રોકોલીના શાકભાજીમાં દ્રાવ્ય ફાયબર હોય છે અને જે લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડીને કોલેસ્ટ્રોલના સ્તરને સંતુલિત કરે છે.
–
એન્ટીઓક્સીડેન્ટ્સ અને ડાયેટરી ફાઈબરથી ભરપૂર હોવાને કારણે બ્રોકોલીનો રસ પીવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે.
આમ આ એક શાકભાજી એવી છે જેને તમે તમારા ભોજનમા નિયમિત રીતે સમાવેશ કરી શકો છો. બ્રોકોલીનું શાક ઉપરાંત તેનું જ્યુસ પણ અનેક સ્વાસ્થ્ય લાભો આપે છે. તે વિટામિન K નો ઉત્તમ સ્ત્રોત હોવાથી શરીરને તે વિશેષ રીતે ફાયદાકારક રહે છે.
(ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)