
આફ્રિકી દેશમાં જલ્દી ફેલાય રહેલા ઈબોલા વાયરસને લઈ વિશ્વ સ્વાસ્થય સંગઠને પબ્લિક હેલ્થ ઈમરજન્સી જાહેર કરી છે. ત્યારબાદ ઈન્ડિયન મેડિકલ એસોશિએશને દેશભરમાં પોતાના રાજ્ય અને સ્થાનીય શાખાઓને સતર્ક રહેવાના નિર્દેશ જાહેર કર્યા છે. આઈએમએ હેડક્વાર્ટર દ્વારા લેટર જાહેર કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું કે, અત્યારસુધી 336થી વધારે શંકાસ્પદ મામલા અને 87 મોત સામે આવી ચૂક્યા છે. આ સંક્રમણ હાલમાં કાંગો અને પાડોશી દેશ યુગાંડા સુધી સીમિત બતાવવામાં આવી રહ્યું છે.
યુંગાંડાની એક મહિલાને ઇબોલા જેવા લક્ષણો જોવા મળ્યા બાદ બેંગલુરુની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. તેના સેમ્પલ તપાસ માટે પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં મોકલવામાં આવ્યા છે. કર્ણાટક આરોગ્ય વિભાગ તેની તકેદારી વધારી રહ્યું છે.અધિકારીઓના જણાવ્યા અનુસાર, મહિલા તાજેતરમાં જ ઇબોલા પ્રભાવિત વિસ્તારમાંથી ભારત આવી હતી. શરૂઆતમાં તે એક હોટલમાં રોકાઈ હતી, પરંતુ શરીરમાં દુખાવો જેવા લક્ષણો દેખાતા તેને બેંગલુરુની સરકારીની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
ડોકટરોને મોકલવામાં આવેલા એલર્ટમાં, IMA એ જણાવ્યું હતું કે. આ વખતે ઇબોલાના બુંદીબુગ્યો સ્ટ્રેનનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, જેના માટે હાલમાં કોઈ માન્ય રસી કે ચોક્કસ સારવાર ઉપલબ્ધ નથી. લોકોની અવરજવરને કારણે સંક્રમિત વ્યક્તિઓને ઓળખવાનું અને તેમના સંપર્કોને શોધવાનું મુશ્કેલ બની રહ્યું છે. ડોકટરો કહે છે કે, ઇબોલામાં મૃત્યુદર ઊંચો છે, અને ઘણા વિસ્તારોમાં તપાસની સુવિધાઓ મર્યાદિત છે.
આઈએમએના જણાવ્યા મુજબ ઈબોલા ઈફેક્ટેડ થયેલા વ્યક્તિા બ્લડ શરીરમાંથી ઉલ્ટી કે સંક્રમિત સામાનના સંપર્કમાં આવવાથી ફેલાય છે. અસુરક્ષિત અંતિમ સંસ્કાર પણ સંક્રમણનું મોટું કારણ બની શકે છે. લેટરમાં એ પણ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, ઈબોલા નોર્મલ પરિસ્થિતિમાં હવા દ્વારા ફેલાતો નથી. આ કોવિડ 19 જેટલો જલ્દી સંક્રમણ ફેલાવનાર વાયરસ નથી.આઇએમએએ લોકોને સતર્ક રહેવા અને ચેપ અટકાવવા માટે આરોગ્ય સુરક્ષા નિયમોનું પાલન કરવાની અપીલ કરી છે.