
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ તાજેતરના મહિનાઓમાં નેસ્લે ઈન્ડિયા, પેપ્સિકો અને કોકા-કોલા ઈન્ડિયા સહિતની ફૂડ કંપનીઓને ભ્રામક જાહેરાતો, ખોટા દાવાઓ અને લેબલિંગ નિયમોનું પાલન ન કરવા બદલ 150 નોટિસ ફટકારી છે. FSSAI એ તાજેતરના મહિનાઓમાં મોટી કંપનીઓ સામે લેવામાં આવેલા પગલાંની માહિતી સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા શેર કરી છે.
FSSAIએ કહ્યું ભ્રામક જાહેરાતો, ખોટા દાવા અને લેબલ સંબંધી નિયમોનું પાલન નહી કરવાના મામલે 150થી વધારે નોટિસ જાહેર કરી છે.
FSSAIએ આ પ્રમુખ કંપનીઓનું લિસ્ટ જાહેર કર્યું છે. તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં નેસ્લે ઈન્ડિયા,પેપ્સિકો,એબોટ ઈન્ડિયા, રેડ બુલ ઈન્ડિયા, ડૈનોન ઈન્ડિયા,મોન્સ્ટર એનર્જી ઈન્ડિયા, હેલ એનર્જી, મોડેલેજ ઈન્ડિયા, કોકા-કોલા ઈન્ડિયા, ડિયાજિયો,પર્નો રેકોર્ડ,ફેરેરો ઈન્ડિયા અને કેનવ્યુ ઈંક સામેલ છે.એફએસએસઆઈએ કહ્યું કે,થોડા મહિનામાં ખાદ્ય કાનુન અને નિયમોનું ગંભીર ઉલ્લંધન મામલે અલગ અલગફૂડ બિઝનેસ ઓપરેટરો સામે કાર્યવાહી કરવામાં આવી છે. નિયમનકારે એનર્જી ડ્રિંક્સ અને આલ્કોહોલિક પીણાં બનાવતી કંપનીઓ સામે પણ કાર્યવાહી કરી છે. તેમણે જણાવ્યું કે, નિયમોના ઉલ્લંધનના કારણે અનેક કંપનીઓના પ્રોડક્ટ ઝપ્ત કરવામાં આવ્યા છે.
એફએસએસઆઈએ ઈ કોર્મસ કંપનીઓ એમેઝોન અને ફિલ્પકાર્ટને પણ 12 નોટિસ જાહેર કરી છે. તેમાં કહ્યું કે, એમેઝોનના એક ગોડાઉનનું લાઈસન્સ પણ રદ કરવામાં આવ્યું છે. એફએસએસએઆઈ મુજબ કેએફસી, મેકડોનલ્ડ, પિઝ્ઝા હટ, ડોમિનોઝ અને કોસ્ટા કોફી જેવી નામી ફુડ કંપનઓને 30થી વધુ નોટિસ જાહેર કરવામાં આવી છે. ડોમિનોઝના પાંચ લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
તેમજ મૈરિયટ, હિલ્ટન, હયાત, રેડિસન ,ફોર સીઝન્સ અને શાંગરી-લા વેગેરે 20થી વધુ 5 સ્ટાર હોટલ અને રેસ્ટોરન્ટને નોટિસ જાહેર કરવામાં આવી છે.FSSAIએ આ અઠવાડિયાની શરુઆતમાં કહ્યું હતુ કે, તેની નોટિસ પછી કેટલીક કંપનીઓએ નિયમનું અનુપાલન માટે સુધારાત્મક પગલા લીધા હતા.