ઉનાળામાં (Summer ) ડિહાઈડ્રેશનથી લઈને હીટ સ્ટ્રોક સુધી અનેક સ્વાસ્થ્ય (Health ) સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઉનાળાની સિઝનમાં (Season ) ખૂબ જ થાકી જવાય છે. આ સિઝનમાં લોકો ઘણીવાર સુસ્તી અનુભવે છે. આવી સ્થિતિમાં ઊર્જાવાન રહેવા માટે હાઇડ્રેટેડ રહેવાની સલાહ આપવામાં આવે છે. આ સિઝનમાં પરસેવો પણ ખૂબ આવે છે. આનાથી બધુ જ પાણી નીકળી જાય છે. આવી સ્થિતિમાં, તમારે પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન કરવું જરૂરી છે. તમે પાણીથી ભરપૂર ખોરાક પણ લઈ શકો છો. આ સિઝનમાં તરબૂચ ખાઓ. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ અને રસદાર ફળ છે. તેના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. તે પોષક તત્વોથી ભરપૂર હોય છે. તમે તેનું સેવન જ્યુસના રૂપમાં પણ કરી શકો છો. આવો જાણીએ તેના સ્વાસ્થ્ય લાભો અને જ્યુસ બનાવવાની રીત.
તરબૂચમાં લગભગ 90 ટકા પાણી હોય છે. તે શરીરને ઠંડુ રાખવાનું કામ કરે છે. તે ઈલેક્ટ્રોલાઈટ્સથી ભરપૂર હોય છે. તેમાં કેલરી ઓછી હોય છે. પાણીથી ભરપૂર આ ફળ ઉનાળા માટે યોગ્ય છે. તે વિટામિન સી, એ અને બાયોટીનનો પણ સારો સ્ત્રોત છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. તેમાં ફાઈબર હોય છે. તે પાચનતંત્રને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. તે કબજિયાત અને ગેસ જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.
તેમાં કેલરી ઓછી માત્રામાં હોય છે. તેથી તે વજન ઘટાડવામાં મદદ કરે છે. તે શરીરને ડિટોક્સિફાય કરે છે. તે સ્નાયુઓના દુખાવામાં રાહત આપવાનું કામ કરે છે. તરબૂચમાં મોજુદ સિટુલીન માંસપેશીઓનો દુખાવો ઓછો કરે છે. તરબૂચમાં સિટ્રુલિન નામનું એમિનો એસિડ હોય છે. તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તરબૂચમાં વિટામિન A હોય છે. તેનાથી આંખોની રોશની સુધરે છે. ઉનાળામાં પોતાને સુપર હાઇડ્રેટેડ રાખવા માટે તમે તરબૂચના રસનું સેવન કરી શકો છો.
તરબૂચના ટુકડા
1/2 ચમચી લીંબુનો રસ
કાળું મીઠું
બરફ
તરબૂચને કાપીને તેના બીજ કાઢી લો. આ તાજા કાપેલા તરબૂચના ક્યુબ્સને બ્લેન્ડરમાં મૂકો. તેમાં 1/2 ચમચી લીંબુનો રસ ઉમેરો. એક ચપટી કાળું મીઠું અને બરફ ઉમેરો. હવે તેને બ્લેન્ડ કરો. તેને ગ્લાસમાં કાઢી લો. તેમાં બરફ નાખો. હવે તેનો આનંદ લો.
(ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)
આ પણ વાંચો :
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો