
શું તમે ક્યારેય વિચાર્યુ કે નહાવાની ખોટી ઢબ પણ તમને એટલી અસર કરે છે કે તમને હાર્ટ એટેક કે બ્રેન સ્ટ્રોક આવી શકે છે. આ સાંભળીને તમને આશ્ચર્ય થશે પરંતુ યોગ અને હેલ્થ એક્સપર્ટ સતત એ વાત પર ભાર મુકી રહ્યા છે કે ખોટી રીતે નહાવુ એ શરીરની બ્લડ વેસલ્સ પર અચાનક દબાણ લાવે છે. આ દબાણ એટલુ વધુ હોય છે કે હ્રદય કે મગજ સુધી બ્લડ સર્ક્યુલેશનમાં સમસ્યા આવી શકે છે. જેનુ પરિણામ ઘણુ ગંભીર આવી શકે છે.
જે લોકો સવારે ઉઠતા જ સીધુ માથા પર ઠંડુ પાણી નાખે છે કે પછી ઠંડીની સિઝનમાં ગીઝરનું ગરમ પાણી માથા પર નાખીને ન્હાય છે, તેમની આ આદત જેટલી સામાન્ય દેખાય છે એટલી જ ખતરનાક પણ છે. એક્સપર્ટ જણાવે છે કે અચાનક તાપમાનમાં બદલાવથી શરીરની નસો સંકોચાઈ જાય છે. તેનાથી હાર્ટ પર દબાણ વધે છે અને બ્લડ સર્ક્યુલેશ સિસ્ટર પર જોર પડે છે. આ જ કારણ છે કે ઘણીવાર નહાતી વખતે લોકો બેભાન થઈ જાય છે કે ચક્કર જેવુ અનુભવે છે કે અચાનક હાર્ટ એટેક આવવાની ખબર પણ સામે આવે છે.
હવે સવાલ એ છે કે શું નહાવાની પણ કોઈ યોગ્ય રીત હોય છે? તો તેનો જવાબ છે, હાં. જુના જમાનામાં લોકો આ વાતને બરાબર સમજતા હતા. આથી જ નદી, કે તળાવમાં કે કૂવામાં નહાતા પહેલા શરીરને ધીરે ધીરે પાણીના તાપમાન અનુસાર તૈયાર કરતા હતા.
બ્લડ વેસલ્સ અચાનક સંકોચાઈ જાય છે:
ગરમ તે ઠંડુ પાણી સીધુ માથા પર રેડવાથી શરીરને તાપમાનનો આંચકો લાગે છે, તેનાથી નસો સંકોચાઈ જાય છે. જેનાથી બ્લડ ફ્લો ને અસર થાય છે.
હાર્ટ પર દબાણ વધે:
બ્લડ વેસલ્કના સંકોચાવાથી હાર્ટને બ્લડ પંપ કરવામાં વધુ મહેનત કરવી પડે છે. તેનાથી બ્લડ પ્રેશર અચાનક વધી જાય છે અને હાર્ટને નુકસાન પણ થઈ શકે છે.
બ્રેન સ્ટ્રોકનું જોખમ:
શરીર પર અચાનક ઠંડુ પાણી કે ગરમ પાણી રેડવાથી મગજની નસો પર દબાણ વધે છે, જેનાથી સ્ટ્રોકનું જોખમ રહે છે.
નબળા લોકો માટે વધુ જોખમી:
જે લોકોને હાઈ બીપી, ડાયાબિટીઝ, હાર્ટની સમસ્યા કે વધુ તણાવ હોય છે. તેમના માટે આ આદત જોખમને અનેક ગણુ વધારી દે છે.
પહેલા પગ પર પાણી રેડવુ: તેનાથી શરીર ધીરે-ધીરે તાપમાનના બદલાવને અનુભવે છે.
પછી ધડ કે શરીરના વચ્ચેના હિસ્સામાં પાણી રેડવુ: તેનાથી સર્ક્યુલેશન ધીમે-ધીમે એડજસ્ટ થાય છે.
સૌથી છેલ્લે માથા પર પાણી રેડવુ: જ્યારે શરીર પાણીના તાપમાનને અનુરૂપ થઈ જાય ત્યારે જ માથા પર પાણી રેડવુ જોઈએ. આ રીત બ્લડ પ્રેશરને સ્થિર રાખે છે અને શરીરને ઝટકાથી બચાવે છે.
ક્યારેય નહાવાની સીધી શરૂઆત માથાથી ન કરો, પહેલા પગ, ત્યારબાદ હાથ અને શરીર પર ધીમે ધીમે પાણી રેડો. સૌથી છેલ્લે માથા પર પાણી રેડો, ભલે પાણી ઠંડુ હોય કે ગરમ.
હ્રદય રોગના દર્દીએ સવાર-સવારમાં ઠંડા પાણીથી ન નહાવુ
તેજ બહુ ગરમ પાણીથી પણ ન નહાવુ જોઈએ. આ હ્રદય અને ચામડી બંનેને નુકસાન કરે છે.
Diclaimer: આ સામગ્રી, ફક્ત સામાન્ય જાણકારી પર આધારીત છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. TV9 આ માહિતીની જવાબદારીનો દાવો કરતું નથી.
Published On - 6:22 pm, Tue, 2 December 25