Health Tips: કિસમિસ પલાળીને ખાવાથી થાય છે આ અદભૂત ફાયદા 

|

Mar 11, 2021 | 11:41 PM

Health Tips:  કિસમિસ સ્વાસ્થ્ય માટે ઘણું જ લાભદાયક છે. પરંતુ જો તમે તેણે પલાળીને ખાવાની આદત રાખશો તો તે અતિ ઉત્તમ ગણાશે. તેના માટે તમારે માત્ર 8-10 કિશમિશને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળીને રાખી દો.

Health Tips: કિસમિસ પલાળીને ખાવાથી થાય છે આ અદભૂત ફાયદા 

Follow us on

Health Tips:  કિસમિસ સ્વાસ્થ્ય માટે ઘણું જ લાભદાયક છે. પરંતુ જો તમે તેણે પલાળીને ખાવાની આદત રાખશો તો તે અતિ ઉત્તમ ગણાશે. તેના માટે તમારે માત્ર 8-10 કિશમિશને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળીને રાખી દો. ત્યારબાદ સવારે તેનું સેવન કરવાથી ઘણો જ ફાયદો થાય છે. કિસમિસમાં આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફાઈબર પુષ્કળ માત્રામાં મળી આવે છે. તેથી જ તેને સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. કિશમિશમાં પ્રાકૃતિક શુગર પણ ભરપૂર પ્રમાણમાં રહેલું છે.

 

પાચનમાં મદદરૂપ
કિશમિસમાં ફાઈબર બહોળા પ્રમાણમાં હોય છે, જે પાચનમાં મદદરૂપ બને છે. 10-12 કિશમિસ રાત્રે એક ગ્લાસ પાણીમાં પલાળીને સવારે તે કિશમિસને સારી રીતે તે જ પાણીમાં પીસી લો અને ખાલી પેટ પી લો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

ઈમ્યુનિટી વધારવામાં મદદરૂપ છે 

કિસમિસમાં તે બધા જ પોષકતત્વો હોય છે, જે ઈમ્યુનિટી વધારવામાં મદદરૂપ છે. શિયાળામાં પ્રતિદિવસ તેનું સેવન કરવાથી બેક્ટેરિયા અને ઈન્ફેકશન (સંક્રમણ)થી લડવામાં રોગ પ્રતિકારક શક્તિ મળે છે.

શ્વાસની દુર્ગંધને દૂર કરે

કિસમિસમાં એન્ટી-બેક્ટેરીયલ ગુણ હોય છે. તેનાથી બેક્ટેરિયાથી લડવામાં સહાયતા મળે છે અને મોઢામાંથી આવતી દુર્ગંધને દૂર કરે છે.

 

હાડકાના સ્વાસ્થ્ય માટે લાભદાયક

કિસમિસમાં વધારે માત્રામાં કેલ્શિયમ અને માઈક્રો ન્યૂટ્રીયન્ટ મળી આવે છે. તેનાથી હાડકા સ્વસ્થ અને મજબૂત બને છે.

 

લીવર

કિસમિસ એક ઉત્તમ ડ્રાયફ્રૂટ છે, જે શરીરમાં રહેલા ઝેરીલાં પદાર્થોને બહાર કાઢવામાં સહાયક બને છે અને લીવરને તેની અસર થવાથી બચાવે છે.

 

હ્રદયની બીમારીઓના નિવારણમાં સહાયક

કિસમિસમાં ફાઈબર અને અન્ય પોષકતત્વ રહેલા હોય છે. જે કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરે છે અને હ્રદયની બીમારીઓને પણ બચાવે છે.

 

ઉર્જાનો સંચાર કરે છે

કિસમિસમાં રહેલા ફ્ર્ક્ટોસ અને ગ્લુકોઝ શરીરમાં ઉર્જાનો સંચાર કરે છે. સીમિત માત્રામાં કિસમિસનું સેવન કરવાથી નબળાઈ નથી આવતી અને વજન પણ વધે છે.

 

વિઝન લોસને રોકે છે 

કિસમિસમાં એન્ટી-ઓક્સીડેન્ટ, વિટામીન એ અને બીટા કેરોટીન જેવા પોષકતત્વો મળી આવે છે, જે વિઝન લોસનો બચાવ કરે છે.

 

આ પણ વાંચો: ઉપવાસ દરમ્યાન કમજોરીથી બચવા અપનાવો આ સરળ Helath Tips

Next Article