Weight Loss: ઘરે બનતા આ 6 પીણા ચમત્કારિક રીતે ઘટાડશે તમારું વજન, જાણો વિગત

|

Jul 07, 2021 | 3:51 PM

શું તમે પણ વજન ઉજારવા માંગો છો. તો તમને જણાવી દઈએ કે વજન ઉતારવા માટે કસરત સાથે ખોરાકમાં નિયંત્રણ પણ જરૂરી છે. ચાલો આજે તમને જણાવીએ વજન ઉતારવાના સરળ ઉપાયો.

Weight Loss: ઘરે બનતા આ 6 પીણા ચમત્કારિક રીતે ઘટાડશે તમારું વજન, જાણો વિગત
વજન ઉતારવાની સરળ રીતો

Follow us on

આજકાલ ખરાબ લાઈફ સ્ટાઈલનાં કારણે વજન વધવાની સમસ્યા ખુબ પ્રમાણમાં જોવા મળે છે. વધુ વજન માત્ર તમારા લૂકને જ નથી બગાડતું પરંતુ સાથે સાથે ઘણી સમસ્યાઓ પણ લઈને આવે છે. આ સમસ્યાઓને નિયંત્રણમાં રાખવા માટે વજન પર નિયંત્રણ ખુબ જરૂરી છે. પરંતુ વજન ઘટાડવાની પણ અલગ સમસ્યા અને મહેનાત છે. વજન ઘટાડવા માટે કસરત સહીત તમારે આહારમાં પણ કંટ્રોલ કરવો પડે છે.

ચાલો આજે તમને એવા 6 પીણા વિશે વાત કરીએ જેને પીવાથી તમારું વજન કંટ્રોલમાં રહેશે. જી હા આ પીણા વજનને નિયંત્રણમાં રાખવામાં મદદગાર સાબિત થઈ શકે છે.

1. રોજ ગરમ પાણીમાં લીબું અને મદ મિક્સ કરો. સવારના સમયે તેને ખાલી પેટે પીવું જોઈએ. જેનાથી આજુબાજુની ચરબી ઓછી થાય છે. પેટની ચરબી ઘટાડવી ખુબ મુશ્કેલ હોય છે. પરંતુ તમે જો આ પીણું રોજ પીવો છો તો સમસ્યા ઘણી હદે ઘટી શકે છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

2. વજન ઘટાડવા માટે ગ્રીન ટી પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તે તમારા ચયાપચયને વેગ આપે છે. જેના દ્વારા શરીરની કેલરી ઝડપથી બળી જાય છે. આવી સ્થિતિમાં, ચરબી વધતી નથી અને વજન ઓછું થાય છે.

3. અળસીનાં બીજના પાવડરને ગરમ પાણી સાથે ખાલી પેટ પીવાથી વજનમાં ઝડપથી ઘટાડો થાય છે. ફ્લેક્સસીડમાં ઘણાં ફાઇબર હોય છે જે પેટને સાફ કરે છે. ઉપરાંત પેટ ભરેલું રાખે છે, જેના કારણે તમે વધુ ખાવાથી બચી શકાય છે.

4. ગ્રીન કોફીનું સેવન પણ વજન ઘટાડવા માટે ખૂબ અસરકારક છે. દિવસમાં ત્રણ વખત ગ્રીન કોફી પી શકાય છે. પરંતુ તે લેતા પહેલા, ચોક્કસપણે નિષ્ણાતની સલાહ લો.

5. જો તમે ખૂબ જ સરળ રીતે વજન ઓછું કરવા માંગો છો, તો તેનો રસ્તો એ છે કે સવારથી આખા દિવસ સુધી નવશેકું પાણી પીવું. જો ઉનાળામાં દિવસ દરમિયાન નવશેકું પાણી પીવાય તેમ ન હોય, તો પછી સવારે ખાલી પેટે અને બંને સમયે ખાધાના અડધા કલાક પછી નવશેકું પાણી પીવો અને દિવસભર સામાન્ય પાણી પીવું. પરંતુ ઠંડા પાણીને સંપૂર્ણપણે ટાળો.

6. બીટનો રસ તમારા વજનને ઝડપથી ઘટાડવામાં પણ મદદગાર સાબિત થઇ શકે છે. આ સિવાય દુધી, કાકડી, ગાજર, આમળા વગેરેનો મિશ્રિત જ્યુસ પીવાથી વજન ઝડપથી ઘટી શકે છે.

 

આ પણ વાંચો: Knowledge: શા માટે ઊંધા લટકતા રહે છે ચામાચિડિયા? તમે નહીં જાણતા હોવ આ ખાસ કારણ

Next Article