શુ તમે જાણો છો આ ફળ વિશે ? અનેક રોગને જડમૂળથી દૂર કરે છે આ ચમત્કારીક ફળ

|

Mar 26, 2021 | 12:31 PM

કુદરતે વનસ્પતિ, ફળ-ફળાદી અને છોડના રૂપમાં મનુષ્યોને અમૂલ્ય બક્ષીસો આપી છે. એ પૈકીની એક વનસ્પતિ છે કાંટાળો થોર. આ થોર ઉપર થતું ફળ ફિંડલા ના નામે ઓળખાય છે. અને એ ફિંડલાનો રસ કેન્સર સહિતના અનેક મહારોગોમાં ચમત્કારિક પરિણામો આપે છે

શુ તમે જાણો છો આ ફળ વિશે ? અનેક રોગને જડમૂળથી દૂર કરે છે આ ચમત્કારીક ફળ
શા માટે ફિંડલા સ્વાસ્થ્યને ફાયદાકારક છે?

Follow us on

કુદરતે વનસ્પતિ, ફળ-ફળાદી અને છોડના રૂપમાં મનુષ્યને અમૂલ્ય બક્ષીસ આપી છે. એ પૈકીની એક વનસ્પતિ છે કાંટાળો થોર. આ થોર ઉપર થતું ફળ એટલે ફિંડલા. ફિડલા અનેક રોગમાં ઉપયોગી છે. ખાસ કરીને ફિડલાનો રસ કેન્સર સહિતના અનેક મહારોગોમાં ચમત્કારિક પરિણામો આપે છે. ફિંડલા જેને ગુજરાતના ઘણા સ્થળે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં ડિંડલા ( ફિંડલા ) તરીકે પણ ઓળખવામાં આવે છે. ફિંડલાને અંગ્રેજીમાં પ્રિક્લિ પિઅર (Prickly Pears) તરીકે ઓળખવામાં આવે છે. આ ફળનો રંગ પાક્યા પછી જાંબલી થઈ જાય છે અને તે નોપાલ કેક્ટસ (થોર) પર ઉગતું ફળ છે. જેનું વૈજ્ઞાનિક નામ ઓપ્યુનસા ફિકસ-ઈન્ડિકા (Opuntia ficus-indica) છે. આ ફળ ગુજરાત સહિત દક્ષિણ ભારત અને વિદેશના દેશોમાં પણ જોવા મળે છે. આ ફળ મોટાભાગે સૂકી આબોહવા (વાતાવરણ ) હોય ત્યાં જોવા મળે છે. આ ફળ શરીર માટે ઘણું જ ગુણકારી છે.

શા માટે ફિંડલા સ્વાસ્થ્યને ફાયદાકારક છે?

ફિંડલા એટલે કે પ્રિક્લિ પિઅર ( Prickly Pears ) માં ભરપૂર માત્રામાં પોષક તત્વો, વિટામિન અને રેશા હોય છે. આ ફળમાં રહેલા તત્વો સ્વાસ્થ્ય માટે એટલા ગુણકારી છે કે તેનો મેડિકલ અને આયુર્વેદિક દવામાં પણ ઉપયોગ કરવામાં આવે છે. આ ફળમાં રહેલું લો કોલેસ્ટ્રોલ ( cholesterol ) અને સેચ્યુરેટેડ (  Saturated ) ફેટ વધુ વજનવાળા, હિમોગ્લોબિનની કમી, પેટના રોગો અને હ્રદય રોગના દર્દીઓ માટે આશિર્વાદરુપ છે.

વજન ઉતારવામાં ફાયદાકારક 
આખી દુનિયામાં વજન વધવાના કારણે લોકો ચિંતિત થઈ રહ્યા છે, આજની લાઈફ સ્ટાઈલ એટલી બદલાઈ ગઈ છે કે અઢળક પ્રયાસ કરવા છતાં વજન વધતું રહે છે જો તમે વજન ઉતારવા માટેના પ્રયાસો કરી રહ્યા હોવ તો આ હેલ્ધી ફળ ઉપયોગી સાબિત થશે. ભૂખના હોય છતાં વારંવાર કંઈકને કંઈક ખાવની ઈચ્છા થતી હોય તો ફિંડલા વધારે ફાયદો કરાવશે. કારણ કે તેમાં રહેલા ફાઈબર તમારી ભૂખને ઓછી કરશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ફિંડલા ( Prickly Pears ) પોષણ તથ્યો
જ્યારે આપણે ફિંડલાના પોષક મૂલ્ય વિશે વાત કરીએ છીએ તેમાં મેગ્નેશિયમ, એમિનો એસિડ્સ, એન્ટીઓક્સિડેન્ટ્સ, વિટામિન સી અને બી, બીટા કેરોટીન, આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ અને અન્ય ઘણા પોષક તત્વો હોય છે. આ ફળનો એક કપમાં ઘણા વિટામિન અને ખનિજોના દૈનિક ઇન્ટેક મૂલ્યના નોંધપાત્ર ભાગનો સ્રોત બની શકે છે. તે બિન-શોષી શકાય તેવા સંકુલ (કેલ્શિયમ ઓકસાલેટ) ના સ્વરૂપમાં હાજર છે

પોષણ

એક કપ કાચા નોપલ્સમાં લગભગ સમાવિષ્ટ છે
13.8 કેલરી
1.14 ગ્રામ (જી) પ્રોટીન
ચરબી 0.08 ગ્રામ
કાર્બોહાઇડ્રેટનું 2.86 ગ્રામ
1.89 ગ્રામ રેસા
ખાંડ 0.99 ગ્રામ
19.8 માઇક્રોગ્રામ (એમસીજી) વિટામિન એ
8 મિલિગ્રામ (મિલિગ્રામ) વિટામિન સી
141 મિલિગ્રામ કેલ્શિયમ
વિટામિન કે 4.56 એમસીજી

વૈધાનિક ચેતવણી: આ લેખ વધુ માહિતિ આપવા માટેનો પ્રયાસ છે. આ સંદર્ભમાં વધુ વિગતો માટે ડોક્ટરનો સંપર્ક ખાસ કરવો

Next Article