
ડુંગળીને ગરીબોની કસ્તૂરી કહેવામાં આવે છે અને તેના ફાયદાઓ જાણીને તમે પણ તેનું રોજ સેવન કરવાનું શરુ કરી દેશો. ડુંગળીને ખાસ કરીને ગરમીની ઋતુમાં ખાવી જોઈએ તેનાથી શરીરમાં લૂ લાગવાથી રાહત મળે છે.
કાચી ડુંગળી ખાવાથી કેટલી બિમારીઓ થતી જ નથી પણ તેને કેવી રીતે ખાવી જોઈએ તેના વિશે પણ જાણવું જોઈએ. આ કેવી રીતે ખાવાથી અને કઈ બીજી વસ્તુની સાથે ડૂંગળીને ખાવાથી બિમારીથી છુટકારો મળે છે અને સ્વાસ્થ્ય જળવાઈ રહે છે તે જાણવું જરુરી છે.
1. લૂ લાગવાથી બચાવે
કાચી ડુંગળી ખાવાથી ઉનાળામાં સૌથી મોટો ફાયદો એ છે કે લૂ લાગતી નથી. જો લૂ લાગી હોય તો પણ ડુંગળીનો રસ પીવાથી રાહત થાય છે.
2. પેટની બિમારીઓ માટે ઉપયોગી
ડુંગળીનો રસ પીવાથી પેટને લગતી બિમારીઓથી છૂટકારો મળે છે અને શરીરનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે.
3. બ્લડ શુગરમાં ફાયદાકારક
જે લોકો ડાયાબિટીસની બિમારીથી પીડાઈ છે જો તે ડુંગળીનું સેવન કરે તેમાં ફાયદો થઈ શકે છે. ખાસ કરીને બ્લડ શુગર ડુંગળી ખાવાથી કંટ્રોલમાં રહે છે.
4. પથરીથી છૂટકારો
ડૂંગળીનો રસ કાઢીને તેને ખાંડ સાથે મેળવીને પીવાથી પથરીના દુ:ખાવામાં રાહત થાય છે અને પથરી પેશાબના માર્ગે બહાર નીકળી જાય છે.
5. શરદી-ઉધરસમાં રાહત
ડૂંગળીની તાશીર ગરમ ગણવામાં આવે છે જેના લીધે ડુંગળી ખાવાથી શરદી અને ઉધરસથી છૂટકારો મળે છે.
આમ ગરીબોની કસ્તુરીનું સેવન ઉનાળામાં કરવું જોઈએ. જે લોકો દરરોજ દવા લેતા અને હોય અને ખાસ બિમારીથી પિડાતા હોય તેમને પોતાના ડૉક્ટરની સલાહ લીધા બાદ ડુંગળીનું સેવન કરવાની સલાહ છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 10:28 am, Tue, 21 May 19