વિટામિન્સની ખામીને દૂર કરવાની સાથે ટામેટાં સુપના આ છે ગજબના ફાયદા

|

Oct 26, 2020 | 12:39 PM

લાલ ટામેટા ઘણી શાકભાજી અને વાનગીઓમાં અથવા સલાડમાં મુખ્ય ભાગ છે. આ ઉપરાંત તેનું સૂપ પણ ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. સામાન્ય રીતે જમતા પહેલા સ્ટાર્ટરમાં પીવામાં આવતા ટામેટાના સુપમાં વિટામીન એ, ઇ, કે, સી અને એન્ટી ઓક્સિડેન્ટ હોય છે જે તમને હેલ્ધી અને ફિટ રાખવામાં મદદ કરે છે. આવો જાણીએ ટામેટાના સુપના […]

વિટામિન્સની ખામીને દૂર કરવાની સાથે ટામેટાં સુપના આ છે ગજબના ફાયદા

Follow us on

લાલ ટામેટા ઘણી શાકભાજી અને વાનગીઓમાં અથવા સલાડમાં મુખ્ય ભાગ છે. આ ઉપરાંત તેનું સૂપ પણ ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. સામાન્ય રીતે જમતા પહેલા સ્ટાર્ટરમાં પીવામાં આવતા ટામેટાના સુપમાં વિટામીન એ, ઇ, કે, સી અને એન્ટી ઓક્સિડેન્ટ હોય છે જે તમને હેલ્ધી અને ફિટ રાખવામાં મદદ કરે છે. આવો જાણીએ ટામેટાના સુપના ગજબના ફાયદા :

હાડકાં માટે ફાયદાકારકઃ
ટામેટાના સુપમાં વિટામિન કે અને કેલ્શિયમ હોય છે, જે હાડકાં મજબૂત રાખે છે. આ ઉપરાંત શરીરમાં લાઇકોપિનનું કમી હાડકા પર તણાવ વધારે છે અને ટામેટામાં પૂરતી માત્રામાં લાઈકોપીન હોય છે જે હાડકાં માટે સારું ગણાય છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

દિમાગને રાખે છે તંદુરસ્ત :
ટામેટામાં ભરપુર માત્રામાં કોપર અને પોટેશિયમ પણ જોવા મળે છે. જે નર્વસ સિસ્ટમને મજબૂત કરે છે. અને દિમાગને મજબૂતી પણ આપે છે.

વિટામિનની કમીને ઓછું કરે :
ટામેટા સુપમાં સારી માત્રામાં હોય વિટામીન એ અને સી આવેલા છે. જે ટીસયુના વિકાસ માટે જરૂરી હોય છે. એવું માનવામાં આવે છે કે શરીરમાં રોજ 16 ટકા વિટામિન એ અને 20 ટકા વિટામિન સી ની જરૂર હોય છે. એવામાં ટામેટાનો સુપ આ જરૂરત પૂરી કરે છે.

વજન ઓછું કરે છે
ટામેટા અને જો ઓલિવ ઓઈલથી બનાવવામાં આવે છે તે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. કારણ કે તેમાં પાણી અને ફાયબરની માત્રા વધારે હોય છે, જેનાથી તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી.

કેન્સરના ખતરાને પણ ઓછુ કરે છે
ટામેટાના સુપમાં લાઈકોપીન અને કૈરોટીનોઈડ જેવા એન્ટિ ઓક્સીડેંટ હોય છે જેનાથી કેન્સરની અસર ઓછી થઈ જાય છે.

બ્લડ સુગરને નિયંત્રણમાં રાખે છે :
ડાયાબિટીસના દર્દીઓને ડાયટમાં ટામેટાનું સૂપ જરૂર લેવું જોઈએ. તેમાં ક્રોમિયમ હોય છે જે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.

રક્ત પ્રવાહને વધારે છે :
તેમાં સેલેનિયમ હોય છે જે રક્ત પ્રવાહને વધારે છે. જેનાથી એનિમિયાનો ખતરો ઓછો થઇ જાય છે.

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.

આ પણ વાંચોઃ જાણો ગરમ પાણી પીવું કેવી રીતે છે ગુણકારી ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article