આ 6 પ્રકારના ખોરાકથી શરીરમાં આયરન, પોટેશિયમ, ફોલિક એસિડ સહિતના વિટામિનની ઉણપ થશે દૂર

જો તમે એનિમિયાની બીમારીથી પીડિત છો. તો તમારા શરીરમાં આયરનની ઉણપ હોય શકે છે. આવુ થવાનું એક કારણ બ્લડમાં હિમોગ્લોબિનનું સ્તર સામાન્યથી પણ ઘણુ નીચે જતુ રહે છે. એનિમિયાનું આ એક મુખ્ય કારણ છે. હિમોગ્લોબિનમાં આયરનનું પ્રમાણ જાળવી રાખવું ખૂબ જરૂરી છે. આ કારણે જ સમગ્ર બોડીમાં ન્યૂટ્રિશન અને ઓક્સિજન પહોંચે છે.   ઓનિમિયા થવાનું […]

આ 6 પ્રકારના ખોરાકથી શરીરમાં આયરન, પોટેશિયમ, ફોલિક એસિડ સહિતના વિટામિનની ઉણપ થશે દૂર
| Edited By: | Updated on: Oct 07, 2020 | 6:39 PM

જો તમે એનિમિયાની બીમારીથી પીડિત છો. તો તમારા શરીરમાં આયરનની ઉણપ હોય શકે છે. આવુ થવાનું એક કારણ બ્લડમાં હિમોગ્લોબિનનું સ્તર સામાન્યથી પણ ઘણુ નીચે જતુ રહે છે. એનિમિયાનું આ એક મુખ્ય કારણ છે. હિમોગ્લોબિનમાં આયરનનું પ્રમાણ જાળવી રાખવું ખૂબ જરૂરી છે. આ કારણે જ સમગ્ર બોડીમાં ન્યૂટ્રિશન અને ઓક્સિજન પહોંચે છે.

 

ઓનિમિયા થવાનું મુખ્ય કારણ વિટામીન B-12 કે ફોલિક એસિડ અને આયરનની ઉણપ હોય છે. પોતાના ભોજનમાં 6 પ્રકારના ખોરાક દ્વારા તમે આ ઉણપને દૂર કરી શકો છો.

દાડમ

દાડમમાં પોટેશિયમ અને ફાઈબરની સાથે આયરન, વિટામિન-એ, સી અને ઈ પણ પ્રાપ્ત થાય છે. દાડમ શરીરમાં બ્લડનું પ્રમાણ પણ વધારે છે. સાથે ઉદાસી, માથાનો દુખાવો, આળસ જેવા લક્ષણની સામે પણ કાર્ય કરે છે.

લીલા શાકભાજી

લીલા શાકભાજી આયરન અને વિટામિન-સી પ્રાપ્ત કરવામાં સૌથી વધુ મદદ કરે છે. પાલકમાં વિટામિન એ, બી-9 અને ઈ સાથે કેલ્શિયમ, ફાઈબર અને બીટા-કૈરોટીન પણ હોય છે. આ પાલક જેવા લીલા શાકભાજીથી શરીરમાં એનિમિયા જેવી બીમારી રહેતી નથી.

બીટ

બીટનું જ્યુસ આયરનથી ભરપૂર હોય છે. રોજ બીટનું તાજુ જ્યુસ પીવાથી શરીરમાં આયરનની ઉણપ રહેતી નથી. આ પ્રયોગ રોજ સવારે કરવાથી વધુ ફાયદાકારક બને છે.

સોયાબીન

એક મુઠ્ઠી સોયાબીન રાત્રે પાણીમાં રાખ્યા બાદ સવારે ખાવાથી અનેક બીમારીને શરીરથી દૂર રાખી શકાય છે. સોયાબીનમાં ભરપૂર આયરનનું પ્રમાણ હોય છે. સાથે તમારી ભૂખ દૂર કરવાનું કામ પણ કરે છે. સોયાબીનમાં પ્રોટીન વધારે અને ફેટનું પ્રમાણ ઓછું હોય છે. જેનાથી એનિમિયાના લક્ષણો દૂર થાય છે.

કોબીના પત્તા

આયરનની ઉણપને દૂર કરવા માટે એક સૂપરફૂટ છે કોબીના પત્તાઓ. કોબીના પત્તાઓમાં કેલ્શિયમ અને આયરન હોય છે. સલાડ અને તેનું જ્યુસ પીવાથી શરીરમાં તરત અસર દેખાઈ છે.

ઈંડા

આ એન્ટીઓક્સિડેન્ટ, પ્રોટીન અને આયરનથી ભરપૂર ખોરાક છે. અને એનિમિયાના કારણે શરીરમાં વિટામિનની ખામીને દૂર કરવામાં મદદ કરે છે. એક ઈંડામાં આશરે 1Mg સુધી આયરન હોય છે.

Published On - 12:40 pm, Mon, 2 December 19