વડોદરા બન્યું દેશનું એવું પહેલું શહેર જ્યાં 100 સ્કૂલમાં ભણતી છોકરીઓ માટે લાગ્યા PAD મશીન, મફતમાં મળે છે પૅડ

|

Feb 14, 2019 | 7:37 AM

કેન્દ્ર સરકાર સ્વચ્છ અને સ્વસ્થ ભારત અભિયાનનો ઘણો ફેલાવો કરી રહી છે. અને લાગે છે કે ધીરે ધીરે સરકારના આ પ્રયાસો સફળ પણ થઈ રહ્યાં છે. વડોદરામાં હાથ ધરાયેલા આ નવતર પ્રયોગથી સ્વચ્છ અને સ્વસ્થ ભારત પહેલને ઘણું પ્રોત્સાહન મળશે.   મિશન સ્વચ્છ ભારત હેઠળ વડોદરાની 100 શાળાઓમાં આજથી સેનેટરી નેપકીન વેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યા […]

વડોદરા બન્યું દેશનું એવું પહેલું શહેર જ્યાં 100 સ્કૂલમાં ભણતી છોકરીઓ માટે લાગ્યા PAD મશીન, મફતમાં મળે છે પૅડ

Follow us on

કેન્દ્ર સરકાર સ્વચ્છ અને સ્વસ્થ ભારત અભિયાનનો ઘણો ફેલાવો કરી રહી છે. અને લાગે છે કે ધીરે ધીરે સરકારના આ પ્રયાસો સફળ પણ થઈ રહ્યાં છે. વડોદરામાં હાથ ધરાયેલા આ નવતર પ્રયોગથી સ્વચ્છ અને સ્વસ્થ ભારત પહેલને ઘણું પ્રોત્સાહન મળશે.

 

મિશન સ્વચ્છ ભારત હેઠળ વડોદરાની 100 શાળાઓમાં આજથી સેનેટરી નેપકીન વેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યા છે. સાથે જ ઇનસીનરેટર પણ મૂકવામાં આવ્યા છે. આ મશીનની મદદથી વપરાયેલા પેડનો વૈજ્ઞાનિક રીતે નાશ કરી શકાશે. કોર્પોરેશન દ્વારા મૂકવામાં આવેલા આ મશીનો થકી સેનેટરી પેડ નિઃશુલ્ક રીતે વિદ્યાર્થીનીઓ મેળવી શકશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કેટલીકવાર માસિક ધર્મ સમયે સ્કૂલની વિદ્યાર્થીનીઓને શરમજનક સ્થિતિમાં મૂકાવું પડતું હોય છે. જોકે આજના આ પ્રયાસથી હવે વડોદરાની વિદ્યાર્થીઓને આવી કોઈ પણ પરિસ્થિતિ વખતે ગભરાયા વિના પેડ સરળતાથી સ્કૂલમાંથી જ મેળવી શકશે. આ અનોખા પ્રયોગનો આજથી વડોદરાની 100 સ્કૂલોમાં પ્રારંભ વડોદરાના મેયર અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા કરાવવામાં આવી છે.

સાથે જ આ વિદ્યાર્થીનીઓને મશીનનો કેવી રીતે ઉપયોગ કરવો તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જોકે હાલ પ્રાયોગિક ધોરણે આ મશીનો મૂકવામાં આવ્યા છે. અને સમયાંતરે વડોદરાની તમામ સરકારી અને ખાનગી સ્કૂલ-કોલેજમાં તેનો અમલ કરવામાં આવશે. આ સેવાનો વિનામૂલ્યે લાભ વિદ્યાર્થીનીઓ લઇ શકશે. વડોદરાના મેયર ડૉ.જિગીશા શેઠ અને મ્યુ. કમિશનર અજય ભાદુનું માનવું છે કે વિદ્યાર્થીનીઓને આ સિસ્ટમના કારણે શરમજનક સ્થિતિમાં મુકાવું નહીં પડે. તો વિદ્યાર્થીનીઓ પણ આ પ્રયાસને આવકારી રહી છે.

[yop_poll id=1406]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Next Article