
જયારે આપણા વજન ઘટાડાની (Weight Loss) વાત કરવામાં આવે તો સૌથી પહેલા ડાયટમાં ફેટ ફૂડને ઓછું કરે છે. દૂધ એક એવી વસ્તુ છે જેમાં વધારે ફેટ હોય છે. તેથી આપણે ડાયટમાં સામેલ કરીએ છીએ જે ફેટની માત્રા ઓછું હોવાની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેથી જ ડાયેટમાં ટોન્ડ મિલ્ક, સ્કિમડ મિલ્ક, સોયા અને બદામના દૂધને સામેલ કરો.
વજન ઘટાડવા માટે સોયા અને બદામના દૂધનું સેવન કરવું સામાન્ય છે. પરંતુ મોટાભાગના લોકો દૂધ અને ટોન્ડ દૂધ વિશે મૂંઝવણમાં હોય છે, જે દૂધ વજન વધારવાનું કારણ નથી. ચાદૂધ પીવાથી વજન ઘટે છે સાથે જ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
ડબલ ટોન્ડ મિલ્ક
ડબલ ટોન્ડ મિલ્ક સંપૂર્ણ ક્રીમ દૂધ અને સ્કિમડ દૂધ સાથે મળીને બનાવવામાં આવે છે. આ દૂધમાં ચરબી અને કેલરી ઓછી હોય છે. લોકો તેનો ઉપયોગ વજન ઘટાડવા માટે કરે છે. ડબલ ટોન્ડ દૂધમાં 1.5 ટકા ચરબી હોય છે અને જેમને હાર્ટને લગતી બીમારી છે તે માટે ખૂબ ફાયદાકારક છે. આ દૂધ સારી રીતે પચે છે, તે વિટામિન ડીથી ભરપુર છે અને તેનું સેવન કરવાથી કેલરી વધતી નથી. એક કપ ડબલ ટોન દૂધમાં 114 કેલરી હોય છે જ્યારે ટોલ્ડ દૂધના કપમાં 150 ગ્રામ કેલરી હોય છે.
સ્કિમડ મિલ્ક
સ્કિમડ દૂધમાં 0.5 ગ્રામ કરતા ઓછી ચરબી હોય છે, જેમાં કોઈ શુગર હોતી નથી. તે હળવા છે અને ફેટ ફ્રી હોવાને કારણે વજન ઘટાડવા માટે ઉપયોગ કરવામાં આવે છે. એક ગ્લાસ ફુલ ક્રીમ દૂધમાં 10 ગ્રામ ચરબી હોય છે જ્યારે સ્કિમડ દૂધમાં ચરબી 0.2 ગ્રામ હોય છે.સ્કિમડ દૂધમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન ડી અને એ ભરપૂર માત્રામાં હોય છે.
વજન ઘટાડવા માટે બંને પ્રકારનું દૂધ ફાયદાકારક છે. ચરબી અને કેલરીનું પ્રમાણ બંનેમાં ઓછું હોય છે, પરંતુ સ્કિમડ દૂધ ડબલ ટોન દૂધ કરતાં વધુ સારું છે. તેમાં પ્રોટીન પણ વધારે છે. પ્રોટીનને લીધે તમને ભૂખ લાગતી નથી. તે તમારું વજન પણ ઘટાડે છે.
(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)